જો તમને આમાનું એકપણ લક્ષણ દેખાય તો ટેસ્ટ કરાવી લેજો, ક્યાંક તમારામા ઓમિક્રોન તો નથી ને?

થોડા સમયમાં કોરોના ખરેખર વકર્યો છે. કોરોના (corona virus) અને ઓમિક્રોન (omicron) ના કહેર વચ્ચે અમદાવાદમાં રોગચાળો પણ વકરી રહ્યો છે. હોસ્પિટલમાં સારવાર માટે જતાં 40થી 50 ટકા લોકોમાં ગળામાં દુ:ખાવો અને શરદી-ખાંસીની તકલીફ જોવા મળી રહી છે. આવી તકલીફ પાછળ વાયરલ ઈન્ફેક્શન (viral infection) હોવાની શક્યતા વધુ હોય છે. પરંતુ ગળામાં દુ:ખાવો, શરદી-ખાંસી સાથે તાવ આવતો હોય તો કોરોનાનો ટેસ્ટ (corona test) કરાવવાની તબીબો સલાહ આપી રહ્યા છે. લોકોએ ડર રાખ્યા વિના બ્લડ ટેસ્ટ અને બ્લડ ટેસ્ટમાં WBC કાઉન્ટ ઓછા જણાય તો કોવિડ ટેસ્ટ કરાવવો જોઈએ. 

જો તમને આમાનું એકપણ લક્ષણ દેખાય તો ટેસ્ટ કરાવી લેજો, ક્યાંક તમારામા ઓમિક્રોન તો નથી ને?

ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાનો કહેર થોડા સમયમાં ખરેખર વકર્યો છે. કોરોના (corona virus) અને ઓમિક્રોન (omicron) ના કહેર વચ્ચે અમદાવાદમાં રોગચાળો પણ વકરી રહ્યો છે. હોસ્પિટલમાં સારવાર માટે જતાં 40થી 50 ટકા લોકોમાં ગળામાં દુ:ખાવો અને શરદી-ખાંસીની તકલીફ જોવા મળી રહી છે. આવી તકલીફ પાછળ વાયરલ ઈન્ફેક્શન (viral infection) હોવાની શક્યતા વધુ હોય છે. પરંતુ ગળામાં દુ:ખાવો, શરદી-ખાંસી સાથે તાવ આવતો હોય તો કોરોનાનો ટેસ્ટ (corona test) કરાવવાની તબીબો સલાહ આપી રહ્યા છે. લોકોએ ડર રાખ્યા વિના બ્લડ ટેસ્ટ અને બ્લડ ટેસ્ટમાં WBC કાઉન્ટ ઓછા જણાય તો કોવિડ ટેસ્ટ કરાવવો જોઈએ. 

આ લક્ષણો દેખાય તો સાવધાન રહેજો
કોરોનાનો ડેલ્ટા અને ઓમિક્રોન વેરિયન્ટ (omicron variant) વ્યકિતના WBC કાઉન્ટ પર અસર કરતો હોય છે. જેથી વ્યકિતને અશક્તિની સાથે શરીરના દુખાવાની તકલીફ થતી હોય છે. દવા લેવા આવતા લોકોમાં 10માંથી 4 દર્દીમાં ગળામાં દુ:ખાવો, ગળું ભારે લાગવું, અને શરદી-ખાંસીની તકલીફ જોવા મળે છે. આ તકલીફમાં લોકોએ જાતે દવા લેવાનું ટાળવું જોઈએ અને તબીબોની સલાહ મુજબ યોગ્ય ટ્રીટમેન્ટ લેવી જોઈએ.

તબીબોની સલાહ
રાજ્યમાં વધી રહેલા કોરોના કેસો મામલે અમદાવાદ મેડિકલ એસોસિએશન (IMA) ના પૂર્વ પ્રેસિડેન્ટ ડોકટર મોના દેસાઈએ કહ્યું કે, 18 વર્ષથી ઉપરના તમામ વયના વ્યક્તિઓને વેક્સીન અપાઈ હોવાથી કેટલાક કિસ્સામાં તેઓને કોરોના થાય તો લક્ષણો જોવા ન મળે એવું બને, પરંતુ આવા લોકો નાના બાળકોને કોરોના સંક્રમિત કરી શકે છે. કોરોનાના લક્ષણો અને બાળકોને થતી સામાન્ય બીમારીના લક્ષણો એકસરખા જ હોય છે. બાળકોને શરદી, ખાંસી, તાવ, ઉધરસ થાય એટલે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો હાલની પરિસ્થિતિમાં ખૂબ જ જરૂરી રહેશે. હાલ પાંચ વર્ષથી નીચેના બાળકોને શાળામાં વાલીઓ ન મોકલે એ ખૂબ જરૂરી છે. જો કોઈ સંક્રમિત બાળક સ્કૂલે જશે અને અન્ય બાળકોના સંપર્કમાં આવશે તો સંક્રમણ વધવાનો પણ ડર રહેશે. આ પરિસ્થિતિમાં સ્કૂલ અને વાલીઓ પોતે જવાબદારી સ્વીકારે અને કોઇ પણ લક્ષણ હોય તો બાળકને સ્કૂલ ન મોકલે એ હિતાવહ રહેશે.

પ્રધાનમંત્રી મોદીએ કોરોના અને ઓમિક્રોનના વધતા કેસો વચ્ચે 15 થી 18 વર્ષની ઉમરના બાળકોને કોરોનાની રસી આપવાની જાહેરાત કરી છે. DCGIએ બાળકોની વેક્સીન માટે કોવેક્સીનની ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે, ત્યારે 3 જાન્યુઆરીથી બાળકોને વેક્સીન આપવાની શરૂઆત કરાશે. આ ઉપરાંત પીએમ મોદીએ પ્રિકોશન ડોઝની પણ જાહેરાત કરી, હેલ્થ વર્કર્સને પ્રિકોશન એટલે કે બુસ્ટર ડોઝ અપાશે. તથા સિનિયર સિટીઝન્સ, કે જેઓને કો-મોર્બેલિટીની અસર રહી હોય તેવા દર્દીઓ ડોકટરની સલાહ પ્રમાણે 10 જાન્યુઆરીથી પ્રિકોશન ડોઝ લઈ શકશે. પીએમ મોદીએ તેવું પણ જણાવ્યું કે, દેશમાં ટૂંક સમયમાં નેઝલ અને DNA વેક્સીન અપાશે. કેન્દ્ર સરકારની તૈયારી પર PMએ કહ્યું કે, 1.40 લાખ ICU બેડની સુવિધા છે, 90 હજાર બેડ બાળકો માટે છે. તેમજ ભારતે 141 કરોડ વેક્સીનના લક્ષ્યાંકને પાર કર્યું છે અને ઓછામાં ઓછા 90 ટકા લોકોને વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.

કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને લઈને દુનિયાભરમાં અત્યાર સુધીમાં 100થી વધુ અભ્યાસ થઈ ચૂક્યા છે. તમામ અભ્યાસમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છેકે આ વેરિયન્ટ ત્રીજી કે ચોથી લહેર માટે જવાબદાર બની શકે કે નહીં. મહત્વની વાત એ છેકે તમામ અભ્યાસમાં એક જ તારણ સામે આવ્યું કે આ વેરિયન્ટ વધુ એક લહેર માટે જવાબદાર હોય શકે. ભારત જેવા દેશોમાં ઓમિક્રોન વેરિયન્ટનું વધતુ સંક્રમણ ચિંતાનું કારણ છે અને એવામાં વધુ એક આગાહી કરવામાં આવી છે જેનું કારણ આપણી બેદરકારી હોય શકે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news