ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કર્યું પરીક્ષાનું નવું માળખું, 2020થી થશે અમલ
Trending Photos
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે દ્વારા ધોરણ-9થી ધોરણ 12ની પરીક્ષાના માળખામાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. ધોરણ 9થી 12માં NCERTના પુસ્તકોની પેટર્ન બદલાતા પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9થી 12ની પરીક્ષા પદ્ધતિનું નવુ માળખું જાહેર કર્યુ છે. જેમાં ધોરણ-10 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં 50 ટકા MCQની જગ્યાએ 20 ટકા હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. જ્યારે 80 ટકા મુદ્દાસર પ્રશ્નો પૂછાશે. પ્રથમ અને દ્વિતીય કસોટી 50 ગુણની રહેશે. જેમાં વાર્ષિક પરીક્ષાના 80 ગુણ અને 20 ગુણ આંતરિક મૂલ્યાંકનના રહેશે. ધોરણ-9થી 12માં NCERTના પુસ્તકોની પેટર્ન બદલાતાં નવું માળખું જાહેર કર્યુ છે. ત્યારે નવી પરીક્ષા પદ્ધતિનો અમલ 2020થી કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે