ગુજરાત કોંગ્રેસમાં ઝટકા પર ઝટકો! આ બેઠક પર સીટિંગ ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય એ પંજો છોડ્યો
Gujarat Election 2022: કોડીનાર કોંગ્રેસ માટે હોટ ફેવરિટ અને કોંગ્રેસનો ગઢ ગણાતી હતી પરંતુ હવે જ્યારે કોડીનાર કોંગ્રેસમાં કકળાટનો વંટોળ ઊભો થયો છે. સીટીંગ ધારાસભ્ય મોહન વાળાની ટિકિટ કાપી અન્ય ઉમેદવારને જાહેર કરતા કોડીનારમાં ભડકો થયો છે.
Trending Photos
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે કોડીનાર કોંગ્રેસમાં કકળાટ સામે આવ્યો છે. જેમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. કોડિનારમાં કોંગ્રેસને જીવિત રાખનાર ધારાસભ્ય મોહન વાળા અને પૂર્વ ધારાસભ્ય ધીરસિંહ બારડનું તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. મહેશ મકવાણાને ટિકિટ અપાતાં બંને નેતા નારાજ થયા હોય તેવી માહિતી મળી રહી છે.
કોડીનાર કોંગ્રેસ માટે હોટ ફેવરિટ અને કોંગ્રેસનો ગઢ ગણાતી હતી પરંતુ હવે જ્યારે કોડીનાર કોંગ્રેસમાં કકળાટનો વંટોળ ઊભો થયો છે. સીટીંગ ધારાસભ્ય મોહન વાળાની ટિકિટ કાપી અન્ય ઉમેદવારને જાહેર કરતા કોડીનારમાં ભડકો થયો છે. જેણા કારણે પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ, પૂર્વ ધારસભ્ય અને હાલના ડેલિગેટ સભ્ય, તેમજ સૌરાષ્ટ્ર કારડીયા રાજપૂતના મોભી ધિરસિંહ બારડ અને સીટીંગ ધારાસભ્ય મોહન વાળાનું કોંગ્રેસમાંથી રાજીનામું પડ્યું છે.
બીજી બાજુ, કોડીનાર કોંગ્રેસના દિગ્ગજ અને પ્રતિષ્ઠ વ્યક્તિ ગણાતા અને જૂના કોંગી નેતા તેમજ પૂર્વ ધારસભ્ય ધિરસિંહ બારડે મોહન વાળાની ટિકિટ કપાતા તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. ધિરસિંહ બારડ છેલ્લા બે દાયકાથી કોડીનારમાં સક્રિય નેતા છે. પરંતુ આખરે કોંગ્રેસે તેમની અવગણના કરી જેને લઇને ધિરસિંહ બારડે સન્યાસ લેવાનો નિર્ણય કર્યો.
તમને જણાવી દઈએ કે કોડીનાર બેઠક પર કોંગ્રેસે નવા ચહેરા મહેશ મકવાણાને ઉમેદવાર જાહેર કર્યા છે, નેતાઓની નારાજગી વધતી જઈ રહી છે અને કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે