અક્ષયકુમારે કેમ છોડી હેરાફેરી-3 ફિલ્મ? જાણો ખુદ ખેલાડીકુમારે કર્યો મોટો ખુલાસો

Hera Pheri 3: અક્ષય કુમારે કર્યો મોટો ખુલાસો, કહ્યું- “હું હેરા ફેરી 3’નો ભાગ નથી”, જાણો કેમ છોડી ફિલ્મ

અક્ષયકુમારે કેમ છોડી હેરાફેરી-3 ફિલ્મ? જાણો ખુદ ખેલાડીકુમારે કર્યો મોટો ખુલાસો

નવી દિલ્હીઃ અક્ષય કુમાર નથી ફિલ્મ હેરાફેરી-નો હિસ્સો. ખુદ ખેલાડી કુમારે કર્યો છે આ વાતનો ખુલાસો. અંગ્રેજી સમાચાર વેબસાઈટ હિન્દુસ્તાન ટાઈમ્સના સમાચાર મુજબ અભિનેતાએ કહ્યું કે – ઘણા લોકોની જેમ મારી પાસે પણ આ ફિલ્મની ઘણી યાદો છે. મને એ વાતનું પણ દુઃખ છે કે આટલા વર્ષોમાં આ ફિલ્મનો ત્રીજો ભાગ બની શક્યો નથી. સાથે સાથે અક્ષય કુમારે એમ પણ કહ્યું કે મને આ ફિલ્મની ઓફર કરવામાં આવી હતી. પરંતુ આ ફિલ્મની સ્ક્રિપ્ટ મને પસંદ આવી નહોતી અને તેના હું સંતુષ્ટ નહોતો. હું લોકોને ગમે તે કરવા માંગુ છું. હું તે કરવા માંગુ છે કે જે લોકો મને જોવા માંગે છે. તેથી મે આ ફિલ્મ પસંદ ન કરી. મને એ વાતનું પણ દુઃખ છે કે હું આ ફિલ્મનો ભાગ ન બની શક્યો.

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એવી ચર્ચા છે કે હેરા ફેરી 3માં અક્ષય કુમારના એક્ઝિટ બાદ હવે કાર્તિક આર્યન રાજુની ભૂમિકા ભજવશે. જો કે મેકર્સે હજુ સુધી હેરા ફેરી 3ના કલાકારો વિશે કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી. પરંતુ હાલમાં એવી ચર્ચા કરવામાં આવી રહી છે કે અક્ષય કુમારે જે પાત્ર હેરાફેરી અને ફિર હેરાફેરીમાં ભજવ્યું હતું કે હેરા ફેરીના ત્રીજા ભાગમાં કાર્તિક આર્યન ભજવશે.

અક્ષય કુમારે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેમાં હેરાફેરી અને ફિર હેરાફેરી પણ સામેલ છે. ઘણા સમયથી ચાહકો હેરા ફેરી 3ની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન શુક્રવારે જ્યારે પરેશ રાવલે ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે એવો ખુલાસો કર્યો કે બધા ચોંકી ગયા હતા. સોશિયલ મીડિયા પર જ્યારે એક ચાહકે પૂછ્યું કે અમે સાંભળ્યું છે કે કાર્તિક આર્યન હેરા ફેરી 3માં છે? તો પરેશ રાવલે જવાબ આપતા કહ્યું હતું કે – yes. આ પછી સોશિયલ મીડિયા પર અક્ષયને પરત લાવવાની માંગ ઉઠી હતી. આ વચ્ચે હવે અક્ષય કુમારે આ મામલે ચોખવટ કરી છે. તેને સ્પષ્ટ કર્યું કે તે આ ફિલ્મમાં નથી. અક્ષયે આજે હિન્દુસ્તાન લીડરશીપ સમિટ (HTLS 2022)માં કન્ફર્મેશન સ્ટેટમેન્ટ માટે પૂછતાં તેણે સ્પષ્ટ કર્યું છે કે તે આ ફિલ્મનો ભાગ નથી.

 

ઉલ્લેખનીય છે કે હેરાફેરી ફ્રેન્ચાઈઝીનો પહેલો ભાગ વર્ષ 2000માં આવ્યો હતો. આ ફિલ્મને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી હતી. જેને દર્શકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મની સફળતા બાદ મેકર્સે છ વર્ષ પછી ફિલ્મનો બીજો ભાગ રિલીઝ કર્યો હતો. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સુપર ડુપર હિટ સાબિત થઈ રહી. આ ફિલ્મને પણ લોકોએ ખુબ જ પ્રેમ આપ્યો હતો. મળતી માહિતી મુજબ હેરાફેરી 3 ડિરેક્ટર પ્રિયદર્શનના નિર્દેશનમાં તૈયાર કરવામાં આવશે. હાલમાં ફિલ્મના નિર્માતા ફિલ્મની સ્ટોરી તૈયાર કરવામાં વ્યસ્ત છે. જો કે આ ફિલ્મને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે. હવે જોવાનું એ રહેશે કે શું કાર્તિક આર્યન જ અક્ષયનું પાત્ર ભજવે છે કે કેમ. સાથે સાથે અક્ષય કુમાર વગર આ ફિલ્મ પહેલા બંનેની ભાગની જેમ હિટ સાબિત થશે કે કેમ?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news