Gujarat Election 2022: ગુજરાતમાં કોની સરકાર બનશે? કોને મળશે કેટલી બેઠકો, ફરી ચર્ચાઓ- અટકળોનો દોર શરૂ

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભારતીય જનતા પાર્ટીને 110 થી 125 બેઠકો મળી શકે છે. ઝી 24 કલાકના એક્ઝિટ પોલમાં આ આંકડા સામે આવ્યા છે. જેના અનુસાર કોંગ્રેસને 45 થી 60 બેઠકો મળશે. જ્યારે આમ આદમી પાર્ટીને એક થી પાંચ બેઠકો મળશે.

Gujarat Election 2022: ગુજરાતમાં કોની સરકાર બનશે? કોને મળશે કેટલી બેઠકો, ફરી ચર્ચાઓ- અટકળોનો દોર શરૂ

Gujarat Election 2022, તેજશ મોદી, સુરત: ગુજરાત વિધાનસભાની ચુંટણી બે તબક્કામાં યોજાઈ હતી અને બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. ત્યારે આ વખતે કોની સરકાર બનશે, કોને કેટલી સીટો મળશે તે માટે ચર્ચાઓ અને અટકળો થઇ રહી છે. 8 ડીસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે. ત્યારે સુરતમાં પણ કાઉન્ટીગ પ્રક્રિયાનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભારતીય જનતા પાર્ટીને 110 થી 125 બેઠકો મળી શકે છે. ઝી 24 કલાકના એક્ઝિટ પોલમાં આ આંકડા સામે આવ્યા છે. જેના અનુસાર કોંગ્રેસને 45 થી 60 બેઠકો મળશે. જ્યારે આમ આદમી પાર્ટીને એક થી પાંચ બેઠકો મળશે. જ્યારે અન્ય પક્ષોને ચાર જેટલી બેઠકો મળી શકે છે. આ એક્ઝિટ પોલસ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને ગત વર્ષ કરતા વધુ બેઠકો મળતી જોવા મળી રહી છે. જ્યારે કોંગ્રેસની બેઠકમાં ઘટાડો થઈ શકે છે. જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખાતુ ખોલાવી શકે છે. ભાજપને વર્ષ 2017 કરતા 2022માં ફાયદો થશે તેવું એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે સામે આવી રહ્યું છે.

ભાજપને 51 ટકા વોટ
વોટ શેરની વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને 51 ટકા વોટ મળે તેમ લાગી રહ્યું છે. જ્યારે, કોંગ્રેસના ખાતામાં 39 ટકા વોટ શેર જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીને વોટ શેરના મામલે પણ ઝટકો લાગ્યો છે. માત્ર 8 ટકા લોકોએ અરવિંદ કેજરીવાલની પાર્ટીને વોટ આપ્યો. આ સિવાય 2 ટકા વોટ અન્યના પક્ષમાં જતા જોવા મળી રહ્યા છે.

સુરત શહેરની એસ.વી.એન.આઈ.ટી. કોલેજ ખાતે 6 તથા ગાંધી એન્જિનિયરીંગ કોલેજ ખાતે 10 વિધાનસભા બેઠકોની મતગણતરી થશે. ગુજરાત વિધાનસભાની ચુંટણી ખુબ જ રોમાચંક રહી હતી. આ વખતે ચુંટણીમાં ત્રી પાંખિયો જંગ જોવા મળ્યો હતો. ચુંટણી દરમ્યાન આરોપ પ્રતિ આરોપના દોર પણ ખુબ ચાલ્યા હતા. તેમજ મતદારોને રીઝવવા માટે સ્ટાર પ્રચારકોએ સભાઓ પણ ખુબ ગજવી હતી. સુરત જિલ્લાની 16 બેઠકોના 168 ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ જામ્યો હતો. 

આપ, ભાજપ, કોંગ્રેસ અને અન્ય પાર્ટીના ઉમેદવારો મળી કુલ 168 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થયા છે. ત્યારે હવે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે અને ત્યારબાદ કોની સરકાર બનશે તે સ્પસ્ટ થઇ જશે. ચુંટણી પૂર્ણ થતા જ અનેક અટકળો અને ચર્ચાઓ જાગી છે. સુરત શહેરમાં પણ કાઉન્ટીગ પ્રક્રિયાનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે. સુરતમાં એસવીએનઆઈટી અને ગાંધી એન્જીનીયરીંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. 

અહી સ્ટ્રોંગરૂમમાં ઈવીએમ મશીન હોવાથી ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં 10 અને એસવીએનઆઈટીમાં 6 વિધાનસભાની મત ગણતરી થશે ગાંધી એન્જીનીયરીંગ કોલેજમાં ચોર્યાસી, માંગરોળ, માંડવી, કતારગામ, સુરત પશ્ચિમ, ઉધના, બારડોલી, મહુવા, કામરેજ અને ઓલપાડ વિધાનસભાની મતગણતરી થશે. 

જયારે એસવીએનઆઈટી ખાતે લીંબાયત, વરાછા રોડ, મજુરા, કરંજ, સુરત પૂર્વ અને સુરત ઉતરની મત ગણતરી થશે. સવારે 8 કલાકે મતગતરી શરુ થશે. અને જેમ જેમ ગણતરીઓ થતી જશે તેમ તેમ ચુંટણી પંચની વેબસાઈટ પર પરિણામો આવતા જશે. મતગણરી સ્થળોએ અધિકૃત વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news