બ્રિટનના PM બોરિસ જોનસન ગાંધી આશ્રમની મુલાકાતે, હાલોલમાં મહત્વના વ્યક્તિઓ સાથે કરશે બેઠક
British Prime Minister Boris Johnson in Ahmedabad: બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન આજથી બે દિવસના ભારત પ્રવાસે છે. બ્રિટનના પ્રધાનમંત્રી પોતાના ભારત પ્રવાસનો પ્રારંભ ગુજરાતથી કર્યો છે. ત્યારે બ્રિટનના પીએમ બોરિસ જ્હોનસન સવારે 8 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન આજથી બે દિવસના ભારત પ્રવાસે છે. બ્રિટનના પ્રધાનમંત્રી પોતાના ભારત પ્રવાસનો પ્રારંભ ગુજરાતથી કર્યો છે. ત્યારે બ્રિટનના પીએમ બોરિસ જોનસન સવારે 8 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે, એરપોર્ટથી હયાત હોટેલ સુધીના રૂટ પર બોરિસ જોનસનના સ્વાગત માટે જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
લોકોએ ભારત અને બ્રિટેનના ધ્વજ સાથે બ્રિટેનના પીએમનું સ્વાગત કર્યું. બોરિસ જોનસને હાથ હલાવી તમામનું અભિવાદન કર્યું. બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન ગાંધી આશ્રમ પહોંચ્યા છે. અહીં તેમના સ્વાગત માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. ગાંધી આશ્રમ પછી સવારે સાડા દસ વાગ્યે અદાણી હાઉસની મુલાકાત લેશે અને ત્યારબાદ પંચમહાલ જિલ્લાના હાલોલ જશે. જ્યાં મહત્વના વ્યક્તિઓ સાથે બેઠક કરશે.
હાલોલથી પરત ફર્યા બાદ જોનસન ગાંધીનગર પહોંચશે. જ્યાં તેઓ બપોરે બે વાગ્યે ગિફ્ટ સીટીની મુલાકાત લેશે. જ્યારે બપોરે સાડા ત્રણ વાગે ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં પહોંચશે. અક્ષરધામ મંદિરની મુલાકાત પછી હોટલ હયાતમાં પરત ફરશે અને ત્યાં સાંજે પ્રેસ કોન્ફરન્સ કરશે. બ્રિટનના પ્રધાનમંત્રીની આ મુલાકાત ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધોને લઈ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તંત્ર દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.
યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી એક દિવસના ગુજરાત પ્રવાસે છે. પીએમ બોરિસ જોનસન 21 એપ્રિલે અમદાવાદના મહેમાન બન્યા છે. ત્યારે તેમના માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બ્રિટનના પીએમ બોરિસ જોનસન સવારે 8 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે, બ્રિટનના પીએમ બોરિસ જોનસન 11 વાગે હાલોલમાં ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે ગિફ્ટ સિટીમાં મહત્વના રોકાણ અંગે જાહેરાત થઈ શકે છે. ત્યારબાદ સાંજે બોરીસ જોનસન દિલ્લી જવા રવાના થશે.
દિલ્લી જઈને બ્રિટનના પીએમ ભારતના પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક યોજીને દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે. આ મુલાકાત દરમિયાન વિદેશનીતિ અંગે વિચાર-વિમર્શ કરવામાં આવશે. સાથે જ ખાસ કરીને વર્તમાન સ્થિતિને અનુરૂપ બ્રિટનના પીએમ યુક્રેન અને રશિયાની સ્થિતિ અંગે પ્રધાનમંત્રી મોદી સાથે ચર્ચા કરે તેવી પણ સંભાવના છે. એટલું જ નહીં આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અને યુકેના પ્રધાનમંત્રી વેપાર, સંરક્ષણ અને યૂક્રેન સંકટ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. પ્રધાનમંત્રી રોડમેપ 2030 ના અમલીકરણની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા વિશે વાત કરશે એમ મંત્રાલયે જણાવ્યું હતું. પ્રધાનમંત્રી જ્હોન્સનનું રાષ્ટ્રપતિ ભવન ખાતે સ્વાગત કરવામાં આવશે અને 22 એપ્રિલે પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય પરામર્શ કરશે.
ઉલ્લેખનીય છેકે, એવું પહેલીવાર બની રહ્યું છેકે, જ્યારે કોઈ બ્રિટિશ પ્રધાનમંત્રી ભારતની મુલાકાત લઈ રહ્યાં હોય. વર્ષ 2014 માં નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીમાં જંગી બહુમત હાંસલ કરીને પ્રધાનમંત્રી તરીકે દિલ્લીની ગાદી પર બિરાજમાન થયા ત્યારથી દુનિયાના વિવિધ દેશોના વડાઓ સતત ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. મોદીની વિદેશનીતિનો જ પ્રતાપ છેકે, અમેરિકા, ચીન, જાપાન સહિતના મોટા દેશોના રાષ્ટ્ર પ્રમુખો પણ ભારત અને ભારતના નેતૃત્વથી પ્રભાવિત થઈ રહ્યાં છે. એજ રીતે મોદીથી પ્રભાવિત થઈને બ્રિટનના પીએમ બોરિસ જોનસન પણ અમદાવાદ આવી રહ્યાં છે.
બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનન તેમનો ભારત પ્રવાસ ગુજરાતથી શરૂ કરી રહ્યા છે. બોરિસ જોનસન ગુજરાત આવનારા પ્રથમ બ્રિટિશ પીએમ છે. વિદેશ મંત્રાલયે રવિવારે કહ્યું કે પ્રધાનમંત્રી તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે