Deesa Gujarat Chutani Result 2022: ડીસા વિધાનસભા બેઠક પર ભાજપના પ્રવીણ માળીનો વિજય

Deesa Gujarat Chunav Result 2022: ગુજરાતના બનાસકાંઠા જીલ્લાની વિધાનસભા બેઠકમાં ડીસાના તાલુકાના ૮૩ ગામ, દિયોદરના ૫૨ અને કાંકરેજના ૧૯ ગામ સહિત કુલ ૧૫૪ ગામોનો સમાવેશ થાય છે. વિધાનસભાની આ ગ્રામીણ બેઠક પર ડીસા વિધાનસભા બેઠકમાં કુલ ૨,૩૦,૫૩૭ મતદારો છે. ડીસાનો સાક્ષરતા દર ૬૫ ટકા છે જે રાષ્ટ્રીય દર કરતાં પણ વધારે છે. ડીસા વિધાનસભા બેઠકમાં કુલ ૨૫૨ પોલીંગ બુથ છે.

Deesa Gujarat Chutani Result 2022: ડીસા વિધાનસભા બેઠક પર ભાજપના પ્રવીણ માળીનો વિજય

Deesa Gujarat Chutani Result 2022: ડીસા વિધાનસભા બેઠક પર જામશે ખરાખરીનો જંગ.ડીસા બેઠક પર ભાજપ-કોંગ્રેસે પૂર્વ ધારાસભ્યના પુત્રોને મેદાને ઉતાર્યા, ત્રણેય પાર્ટીએ યુવા નેતાઓને તક આપી.ડીસામાં 20 વર્ષ બાદ માળી સમાજને ટિકિટ મળી છે. ત્યારે ડીસાની ચૂંટણીમાં અલગ પ્રકારનો રંગ જામશે તે નક્કી છે.

બનાસકાંઠા 

4 ભાજપના ઉમેદવારો વિજેતા
કોંગ્રેસના 4 ઉમેદવારો વિજેતા
અપક્ષ એક ઉમેદવાર વિજેતા..

દિયોદર -ભાજપ -કેસાજી ચૌહાણ
થરાદ-ભાજપ -શંકર ચૌધરી 
પાલનપુર -ભાજપ -અનિકેત ઠાકર
ડીસા-ભાજપ -પ્રવીણ માળી

કાંકરેજ-કોંગ્રેસ -અમૃત ઠાકોર 
વાવ-કોંગ્રેસ -ગેનીબેન ઠાકોર
વડગામ-કોંગ્રેસ -જીગ્નેશ મેવાણી
દાંતા -કોંગ્રેસ -કાંતિ ખરાડી

ધાનેરા -અપક્ષ -માવજીભાઈ દેસાઈ

બનાસકાંઠા
ડીસા વિધાનસભા
10 રાઉન્ડ પૂર્ણ
ભાજપ 16000મતથી આગળ.

બનાસકાંઠા
ડીસા વિધાનસભા
આઠ રાઉન્ડ પૂર્ણ
ભાજપ 6280 મતથી આગળ.

બનાસકાંઠા
ડીસા વિધાનસભા
5 માં રાઉન્ડ માં evm ખોટવાયું

બનાસકાંઠા
ડીસા વિધાનસભા..
ચાર રાઉન્ડ ના અંતે 
ભાજપ...11677
કોંગ્રેસ..12558
અપક્ષ..7355
કોંગ્રેસ સંજય દેસાઈ 881 આગળ

બનાસકાંઠા
પ્રથમ  રાઉન્ડ
ડીસા વિધાનસભા
719 ભાજપ આગળ

ડીસા વિધાનસભા બેઠક(બનાસકાંઠા)
આ બેઠક પર સવર્ણ અને ઠાકોર સમાજનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. ડીસામાં 13 ટકાથી વધુ લોકો SC અને ST લોકો રહે છે. ધર્મની દ્રષ્ટીએ જોવા જઈએ તો આ વિધાનસભા બેઠકમાં હિન્દુ, મુસ્લિમ, પારસી અને ઈસાઈ સમુદાયના લોકો રહે છે.બનાસકાંઠામાં 70 ટકા લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે, તથા એશિયાની સૌથી મોટી બનાસડેરી પણ આવેલી છે.

2022ની ચૂંટણી
​​​​​​​ડીસા વિધાનસભા સીટ પર ભાજપના ચાલુ ધારાસભ્ય શશીકાંત પંડ્યાની ટિકિટ કાપી અને પ્રવીણકુમાર માળીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. કોંગ્રેસમાં સંજય કુમાર રબારી અને આમ આદમી પાર્ટીમાં ડોક્ટર રમેશભાઈ પટેલ મેદાને છે. 

2017ની ચૂંટણી
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર શશિકાંત પંડ્યાએ કોંગ્રેસ ઉમેદવાર ગોવાભાઈ રબારીને હરાવીને જીત મેળવી હતી.

2012ની ચૂંટણી
વર્ષ ૨૦૧૨માં પણ ભાજપના લીલાધર વાઘેલાએ કોંગ્રેસના રાજેન્દ્રકુમાર જોશીને ૩૧ ટકા મતથી હરાવીને વિધાનસભા બેઠક જીતી હતી. પરંતુ વર્ષ ૨૦૧૪માં લીલાધર વાઘેલા લોકસભાની ચુંટણી જીતતા આ બેઠક પર યોજાયેલી પેટાચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગોવાભાઈ રબારીએ ભાજપના ઉમેદવાર લેબાભાઈ ઠાકોરને હરાવીને આ બેઠક જીતી લીધી હતી. એટલે કે પેટા ચુંટણીમાં આ બેઠક ભાજપના સ્થાને કોંગ્રેસના ખાતામાં ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news