KADI Gujarat Chutani Result 2022: કડી બેઠક પર ભગવો લહેરાયો, કરશનભાઈ સોલંકીની જીત

KADI Gujarat Election Result 2022: કડી વિધાનસભા બેઠક પર 1,45,370 પુરૂષ મતદારો છે. જ્યારે 1,35,014 મહિલા મતદારો છે. કડી વિધાનસભા બેઠક પર 2,80,387 મતદારો છે.

KADI Gujarat Chutani Result 2022: કડી બેઠક પર ભગવો લહેરાયો, કરશનભાઈ સોલંકીની જીત

KADI Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર સમગ્ર દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાવર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે ભાજપ અનેક બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. ત્યારે શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ આગળ જોવા મળી રહી છે. 

મહેસાણા જિલ્લા 7 વિધાનસભા બેઠક અપડેટ

20 ખેરાલુ બેઠક
ભાજપ ઉમેદવાર સરદારભાઈ ચૌધરી મેળવેલ મત 55460
કોંગ્રેસ ઉમેદવાર મુકેશ દેસાઈ મેળવેલ મત 51496
વિજેતા સરદારભાઈ ચૌધરી ભાજપ લીડ 3964

ઊંઝા 21
ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે મેળવેલ મત 88561
કોંગ્રેસ ઉમેદવાર અરવિંદભાઈ પટેલ 37093
વિજેતા ભાજપ કિરીટ પટેલ લીડ 51468

વિસનગર 22
ભાજપ ઉમેદવાર ઋષિકેશભાઈ પટેલ મેળવેલ મત 88356
કોંગ્રેસ કિરીટ પટેલ મેળવેલ મત 53951
વિજેતા ઋષિકેશભાઈ પટેલ લીડ 34405

બેચરાજી 23
ભાજપ ઉમેદવાર સુખાજી ઠાકોર મેળવેલ મત 69872
કોંગ્રેસ ઉમેદવાર અમૃતજી ઠાકોર મેળવેલ મત 58586
વિજેતા બીજેપી સુખાજી ઠાકોર લીડ 11286

કડી 24
ભાજપ ઉમેદવાર કરશનભાઇ સોલંકીએ મેળવેલ મત 107052
કોંગ્રેસ ઉમેદવાર પ્રવીણભાઈ પરમારે મેળવેલ મત 78858
વિજેતા ભાજપ કરશનભાઈ સોલંકી લીડ 28194

મહેસાણા 25
ભાજપ ઉમેદવાર મુકેશભાઈ પટેલે મેળવેલ મત 98816
કોંગ્રેસ ઉમેદવાર પી કે પટેલે મેળવેલ મત 53022
વિજેતા ઉમેદવાર ભાજપ મુકેશ પટેલ લીડ 45761

વિજાપુર 26
ભાજપ ઉમેદવાર રમણભાઈ પટેલે મેળવેલ મત 71696
કોંગ્રેસ સી જે ચાવડા એ મેળવેલ મત 78749
વિજેતા કોંગ્રેસ સી જે ચાવડા લીડ 7053 મત

બેઠક : કડી
રાઉન્ડ : 6
પક્ષ : ભાજપ આગળ
ઉમેદવાર :કરશન સોલંકી
મત :5236 મતે આગળ

બેઠક : કડી
રાઉન્ડ : 3
પક્ષ : ભાજપ આગળ
મત :2392 મતે આગળ

કડી Gujarat Chunav Result 2022: કડી વિધાનસભા બેઠક (મહેસાણા)
કડી વિધાનસભા બેઠક પર 1975માં ભારતીય જનસંધે સૌથી પહેલા વિજય મેળવ્યો હતો. જ્યારે 1990માં ભાજપના નીતિન પટેલ જીત્યા અને ત્યારે ભાજપનું અહીં ખાતુ ખુલ્યું. નીતિન પટેલ અહીથી ચાર વખત જીતી ચૂક્યા છે, 1990, 1995, 1998 અને 2007માં નીતિન પટેલ જીત્યા હતા. 2012માં કડી બેઠક અનામત થતા નીતિન પટેલ મહેસાણા સીટ પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા. 

2022ની ચૂંટણી
2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે કરશન સોલંકીને રિપીટ કર્યા છે. જ્યારે કૉંગ્રેસે પ્રવીણ પરમારને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ  એચ. કે. ડાભીને ટિકિટ આપી છે. 

2017ની ચૂંટણી
કડીના ઈતિહાસની વાત કરીએ તો 2017માં ભાજપના ઉમેદવાર કરશન સોલંકીને 96,651 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાને 88,905 મત મળ્યા હતા. કૉંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા 7,746 મતોથી હાર્યા હતા. 

2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાને 84,276 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર હિતુ કનોડિયાને 83, 059 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર હિતુ કનોડિયા 1,217 મતોથી હાર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news