Gujarat Election 2022: BJP અને AAP કાર્યકરો વચ્ચે બબાલ! આપના ઉમેદવારને માર મરાયાનો આક્ષેપ, હોસ્પિટલ ખસેડાયા

Gujarat Election 2022: આપના ઉમેદવાર સંજય મોરીને ભાજપના કાર્યકર્તાઓએ માર મરાયાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય મોરીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા છે.

Gujarat Election 2022: BJP અને AAP કાર્યકરો વચ્ચે બબાલ! આપના ઉમેદવારને માર મરાયાનો આક્ષેપ, હોસ્પિટલ ખસેડાયા

Gujarat Election 2022, મૌલિક ધામેચા, અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત થઈ ગયો છે, પરંતુ ચૂંટણીનો ગરમાવો હજું પણ એવોને એવો જ છે. અમદાવાદમાં ભાજપ અને આપના કાર્યકરો સામ સામે આવી ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ઠક્કરબાપાનગર વિસ્તારમાં ભાજપ અને આપ પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ છે.

આપના ઉમેદવાર સંજય મોરીને ભાજપના કાર્યકર્તાઓએ માર મરાયાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય મોરીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા છે. બીજા તબક્કાની ચૂંટણીના મતદાનને હવે 36 કલાક કરતા ઓછો સમય બચ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ સામસામે આવી જતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 

સાવલીમાં ભાજપ કોંગ્રેસની રેલીમાં માથાકુટ 
સાવલીમાં ભાજપ કોંગ્રેસની રેલી સામસામે આવતા માથાકુટ થઇ હોવાની માહિતી મળી રહી છે. કોંગ્રેસ કાર્યકરોએ ભાજપનો સ્ટેજ અને ઝંડા તોડી નાખતા બબાલ થઈ. માથાકુટ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પેરા મીલીટરી ફોર્સના જવાનોએ બળપ્રયોગ કર્યો હતો. શેરપુરા ચોકડી પાસે આ ઘટના બની હતી. કોંગ્રેસ કાર્યકરોની 8 થી 10 ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરોને માર મારતાં સામાન્ય ઈજાઓ પહોંચી હતી. કોંગ્રેસે સેન્ટ્રલ ફોર્સની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news