વિપુલ ચૌધરી નહીં લડે ચૂંટણી, અર્બુદા સેના કોઈપણ રાજકીય પક્ષને નહીં આપે સમર્થન
અર્બુદા સેનાના અધ્યક્ષ અને ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરી આ વખતે વિધાનસભાની ચૂંટણી નહીં લડે તેવી માહિતી સામે આવી છે. એવી વાત પણ સામે આવી છેકે, અર્બુદા સેના માત્ર સામાજિક મુદ્દા ઉપર કામ કરશે. કોઈપણ રાજકિય પ્રવૃત્તિમાં હાલ નહીં જોડાય.
અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી નહીં લડે ચૂંટણી
અર્બુદા સેના નહીં આપે કોઈપણ રાજકીય પક્ષને સમર્થન
અર્બુદા સેના માત્ર સામાજિક મુદ્દા ઉપર કરશે કામ
Trending Photos
તેજસ દવે, મહેસાણાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ હવે એક રોમાંચક તબક્કામાં પહોંચી ચુકી છે. ચૂંટણીપંચે તારીખો જાહેર કર્યા બાદ ટિકિટોની વહેચણીની પ્રક્રિયા શરૂ થઈ. જેને પગલે વિરોધનો વંટોળ પણ ઉઠ્યો. કેટલાંક નવા ચહેરાઓને લોટરી લાગી તો કેટલાં જૂના જોગીઓનું પત્તુ કપાયું. આ સ્થિતિની વચ્ચે મહેસાણામાં અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીને લઈને અનેક અટકળો વહેતી હતી. વિપુલ ચૌધરી ક્યાંથી ચૂંટણી લડશે અને ક્યા પક્ષને સમર્થન આપશે એ મુદ્દો ચર્ચાની એરણે હતો. ત્યારે હવે આ વાત પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે.
અર્બુદા સેનાના અધ્યક્ષ અને ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરી આ વખતે વિધાનસભાની ચૂંટણી નહીં લડે તેવી માહિતી સામે આવી છે. એવી વાત પણ સામે આવી છેકે, અર્બુદા સેના માત્ર સામાજિક મુદ્દા ઉપર કામ કરશે. કોઈપણ રાજકિય પ્રવૃત્તિમાં હાલ નહીં જોડાય. અને કોઈપણ રાજકીય નિર્ણય નહીં કરે. ચૂંટણીમાં જાતિગત સમીકરણોને ધ્યાને રાખેની આ નિર્ણય લેવાયો છે. અર્બુદા સેના આ વખતની ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષનું સમર્થન નહીં કરે. જોકે, હજુ પણ આ અંગેની સત્તાવાર જાહેરાત બાકી છે.
ઉલ્લેખનીય છેકે, છેલ્લાં કેટલાંક દિવસોથી વિપુલ ચૌધરી આપમાં જોડાશે તેવી અફવાઓ વહેચી થઈ હતી. વિપુલ ચૌધરી હાલ 800 કરોડના કૌભાંડ મામલે જેલમાં છે. પરંતુ આમ આદમી પાર્ટીમાં જોડાઈને જેલમાંથી વિસનગર બેઠક પરની ચૂંટણી લડશે તેવી અટકળો વહેતી થઈ હતી. જેના પર હવે પૂર્ણ વિરામ લાગી ગયું છે. જોકે, આખરે આ મુદ્દા ઉપર હવે પુર્ણ વિરામ મુકાઈ ચુક્યું છે. ખાસ કરીને મહેસાણા, માણસા, ગાંધીનગર, વિજાપુર, વિસનગર અને ખેરાલુમાં ચૌધરી સમાજના મત ભાજપને અસર કરી જાય તેમ છે. તેથી આ મુદ્દો ભારે ચર્ચામાં છે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવાનો એક તબક્કો પૂરો થયો છે અને આજે ફોર્મ ચકાસણી થશે. હજુ બીજો તબક્કાની ચૂંટણી માટે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ચૂંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આજે પણ ઉમેદવારો ફોર્મ ભરવા જશે. જ્યારે ભાજપે પહેલાં ફોન કરીને અને ત્યારબાદ મોડી રાતે વધુ 12 ઉમેદવારો જાહેર કર્યા છે. આ સાથે જ તેના કુલ ઉમેદવારોનો આંક 182 થઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે