મતદાન માટે અમદાવાદ પોલીસ આવી એક્શન મોડમાં, 10 હજાર જવાનો ફોજ બંદોબસ્તમા ઉતરશે

Gujarat Elections 2022 : અમદાવાદમાં 5 ડિસેમ્બરે મતદાન થવાનુ છે ત્યારે અમદાવાદ પોલીસની કેવી છે તૈયારી, ડીસીપીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી
 

મતદાન માટે અમદાવાદ પોલીસ આવી એક્શન મોડમાં, 10 હજાર જવાનો ફોજ બંદોબસ્તમા ઉતરશે

Gujarat Elections 2022 આશ્કા જાની/અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની હવે માત્ર ચાર દિવસ બાકી રહી ગયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 જિલ્લાના 89 વિધાનસભા મત વિભાગમાં મતદાન થવાનું છે. તો 5 ડિસેમ્બરે બાકીના જિલ્લાઓમાં મતદાન થશે. ત્યારે અમદાવાદમાં બીજા તબક્કામાં મતદાન થશે. વિધાનસભાની ચૂંટણીને લઈ અમદાવાદ પોલોસ એક્શન મોડમાં આવી ગયુ છે. ત્યારે કેવી છે કામગીરી તે અંગે ડીસીપી કોમલ વ્યાસે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી. 

વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની તમામ બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે. અમદાવાદમાં 15 વિધાનસભા બેઠકો આવેલી છે, જેના પર 5 તારીખે લોકો મતદાન કશે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને શહેર પોલીસ આવી એક્શન મોડમાં આવી ગઈ છે. કોમલ વ્યાસે કહ્યું કે, આગમી 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાના મતદાનમાં અમદાવાદ શહેરમાં મતદાન યોજાશે. અમદાવાદના 18 જેટલા નકાબંધી પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. જ્યાં ચુસ્ત બંદોબસ્ત રહેશે. સંવેદનશીલ વિસ્તારોમાં પણ સવારે અને સાંજે ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. 

કેટલો બંદોબસ્ત રહેશે 
મતદાનના દિવસે શહેર પોલીસના 10,000 હજાર જવાનો ચૂંટણી બંદોબતમાં તૈનાત રહેશે
હોમગાર્ડના 6000 થી 7000 જવાનો બંદોબસ્તમાં રહેશે
SRP ની 15 કંપની ચૂંટણીમાં બંદોબસ્તમાં જોડાશે
CAPF ની 112 જેટલી કંપની ચૂંટણી બંદોબસ્તમાં જોડાશે

ડીસીપીએ કહ્યું કે, ચૂંટણીમાં ડિજીટલ પ્રચાર ચરમસીમાએ છે, ત્યારે ટેકનોલોજીને લઈ સોશિયલ મીડિયા પર પોલીસની બાજ નજર છે. શહેરમાં એન્ટ્રી અને એક્ઝિટ પર સીસીટીવીનો ઉપયોગ કરીને બંદોબસ્ત કરાશે. તેમજ સંવેદનશીલ અને કેટલાક વિસ્તારોમાં બોડીલાઇન કેમેરાનો ઉપયોગ થશે. તેમજ જરૂર મુજબ ડ્રોનનો ઉપયોગ પણ પોલીસ દ્વારા કરવામાં આવશે. 

આ ઉપરાંત મતદારોમાં જાગૃતિ લાવવા માટે શી ટીમનો ઉપયોગ કરવામાં આવશે. ઘાટલોડીયા પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા વિસ્તારમાં જુદા જુદા સ્થળો, સોસાયટીઓ, બગીચાઓ, સિનિયર સિટીઝન્સ, જાહેર જગ્યાઓ વગેરે સ્થળે વિધાનસભા ચૂંટણી અંગે મતદાન જાગૃતિ અને તમામ નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા. 

ઉમેદવારી પત્રોઃ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ અને બીજા તબક્કામાં મળીને કુલ 69 રાજકીય પક્ષો અને અપક્ષ સહિત કુલ 1,621 ઉમેદવારો છે. પ્રથમ તબક્કામાં કુલ 1,362 ઉમેદવારોએ નામાંકનપત્ર ભર્યાં હતા. ચકાસણીના અંતે કુલ 999 ઉમેદવારોના નામાંકનપત્ર માન્ય રહ્યા હતા. ઉમેદવારીપત્રો પાછા ખેંચાયા બાદ પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર હવે કુલ 788 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. બીજા તબક્કાના તા.05 ડિસેમ્બરે યોજાનાર મતદાન માટે કુલ 1,515 ઉમેદવારોએ નામાંકનપત્ર ભર્યા હતા. 403 નામાંકનપત્રો રદ્દ થયા હતા અને 279 નામાંકન પત્રો પાછા ખેંચાયા હતા. આમ, બીજા તબક્કામાં હવે 93 વિધાનસભા બેઠકો પર 833 ઉમેદવારો ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉપરાંત, 69 રાજકીય પક્ષોના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news