Gujarat Elections 2022 : રઘુ શર્મા V/s કેજરીવાલ : શર્માએ આપી કેજરીવાલને ચેલેન્જ, તો કેજરીવાલે કર્યો પલટવાર

Gujarat Elections 2022 : મતદાનની તારીખ નજીક આવતાં કોંગ્રેસ અને આપના નેતાઓ વચ્ચે વાર-પલટવાર,,, કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યું- કેજરીવાલ તમારું તો ખાતું પણ નહીં ખુલે તો કેજરીવાલે પણ કહ્યુંકે કોંગ્રેસની 5થી પણ ઓછી સીટો આવશે....
 

Gujarat Elections 2022 : રઘુ શર્મા V/s કેજરીવાલ : શર્માએ આપી કેજરીવાલને ચેલેન્જ, તો કેજરીવાલે કર્યો પલટવાર

Gujarat Elections 2022 : ચૂંટણીની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી હવે આમને સામને આવી છે. જે નેતાઓને ગુજરાતી આવડતું નથી તે નેતાઓ હવે  એક બીજા પર વીડિયો બનાવીને ગુજરાતીમાં આકરા પ્રહાર કરી રહ્યાં છે. પહેલા પ્રદેશ કૉંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ વીડિયો બનાવીને AAP પર સાધ્યું નિશાન. રઘુ શર્માએ કહ્યું કે, કેજરીવાલ તમારુ ખાતુ નહીં ખુલે. જેના બાદ અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતીમાં વીડિયો બનાવ્યો અને કૉંગ્રેસ પર પ્રહાર કર્યાં છે. કેજરીવાલે કોંગ્રેસના સમર્થકોને કોંગ્રેસને વોટ ન આપવા કહ્યું. 

રઘુ શર્માની કેજરીવાલને ચેલેન્જ
કોંગ્રેસ ગુજરાતના પ્રભારી રઘુ શર્માએ અરવિંદ કેજરીવાલને ચેલેન્જ આપતા કહ્યું કે, તમારી પાર્ટીની ગુજરાતમાં એકપણ સીટ નહિ આવે. તમે બીજેપીની બી ટીમ છો, છો અને છો. કેજરીવાલ તમારું ગુજરાતમાં ખાતુ નહિ ખોલું. હું તમને લેખિતમાં ચેલેન્જ આપુ છું કે, તમારી એકપણ સીટ ગુજરાતમા નહિ આવે.

કેજરીવાલનો પલટવાર
રઘુ શર્માના વીડિયોને જવાબ આપતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વીડિયો શેર કર્યો. તેમણે કોંગ્રેસના સમર્થકોને અપીલ કરતા કહ્યું કે, શું તમે કોંગ્રેસના સમર્થક છો? શું તમે કોંગ્રેસને વોટ આપો છો? જો તમે કોંગ્રેસના સમર્થક છો, તો મારી તમને વિનંતી છે કે, આ વખતે તમે કોંગ્રેસને વોટ ન આપતા.આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વોટ આપજો. કોંગ્રેસને વોટ આપવો એનો અર્થ છે તમારો વોટ બગાડવો. કોંગ્રેસની સરકાર નથી બનવાની. આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની 5થી ઓછી સીટો આવશે. કોંગ્રેસના જે પણ ધારાસભ્ય જીતશે એ જીત્યા પછી ભાજપમાં જતા રહેશે. આ વખતે બધી બાજુ આમ આદમી પાર્ટીનો જ માહોલ છે. જો તમારો વોટ આમ આદમી પાર્ટીને મળી જશે, તો આમ આદમી પાર્ટીની સરકાર જરૂર બની જશે. આ વખતે ગુજરાતમાં ઘણું મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે. ભગવાન કોઈ મોટો ચમત્કાર કરવાના છે. તમે પણ ભગવાનની ઈચ્છા અનુસાર આ પરિવર્તનનો ભાગ બનો. આમ આદમી પાર્ટીને વોટ આપો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news