ગુજરાતના 17 જિલ્લામાં થંડર સ્ટ્રોમ સાથે વરસાદની આગાહી, આ 5 દિવસ સાચવી લેજો

Unseasonal Rain : રાજ્યના ખેડૂતો પર આજથી ફરી માવઠાની ઘાત... આજથી 15 માર્ચ સુધી હવામાન વિભાગની માવઠાની આગાહી... ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં થઈ શકે છે કમોસમી વરસાદ....
 

ગુજરાતના 17 જિલ્લામાં થંડર સ્ટ્રોમ સાથે વરસાદની આગાહી, આ 5 દિવસ સાચવી લેજો

Gujarat Weather Update:  આગામી પાંચ દિવસ માટે ગુજરાતભરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મેહસાણા, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાહોદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે. ગુજરાતના વાતાવરણમાં ૧૦ દિવસમાં જ ફરી પલટો આવી શકે છે. માવઠાના વધુ એક રાઉન્ડથી કેરી, ઘઉં સહિતના પાકને નુકસાનની ભીતિ સર્જાતાં ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ દરમિયાન ડબલ સીઝન પણ અનુભવાય તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના મતે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાહોદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવશે. ગુજરાતમાં 12 મી માર્ચ પછી હવામાન પલટાતા 14,  15 16 અને 17 માં ફરી વાર વરસાદની શક્યતા છે, જયારે 24 અને 25 માર્ચમાં પણ દરિયા કિનારે ભારે પવન ફુંકાતા હવામાનમાં પલટો આવી શકે છે. માર્ચમાં ગરમી પણ વધારે પડશે. કેટલાક વિસ્તારોમાં વીજ પ્રપાત અને કરા પડવાની પણ શક્યતા છે. એપ્રિલ અને મેં મહિનામાં પણ પ્રિમોન્સૂન વરસાદ આવી શકે છે. વરસાદને કારણે કેરીના પાકને નુકશાન થવાની શક્યતા રહેલી છે. મસાલા,  ઘઉં,  રાયડો, ઇસબગુલ અને, શાકભાજીને પણ નુક્શાનની ભીતિ સેવાઈ રહી છે. ગરમી વધુ પડતા એરંડાના પાકમાં પણ ફૂલકિયો આવતા દાણા ઓછા પેદા થવાની શક્યતા જણાવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 12 માર્ચથી વાદળો બંધાશે. 14થી 17 માર્ચ કમોસમી વરસાદ વરસી શકે છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત 25થી 28 માર્ચે ફરી કમોસમી વરસાદની સંભાવનાઓ છે. એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદની શક્યતાઓ છે. આ 3થી 8 એપ્રિલે વાતાવરણમાં પલટો આવશે. 14મી એપ્રિલે ફરી અષાઢી માહોલ જેમ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. સાથે જ આ દરમિયાન કરા પણ પડી શકે છે. માર્ચ મહિના દિવસો ખેડૂતો માટે સારા ગણાશે નહીં.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લામાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આજે જ્યાં માવઠાની આગાહી છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, અમદાવાદ, તાપી, નર્મદા, સુરત, ભરૃચ, છોટા ઉદેપુર, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, દ્વારકા, પોરબંદર, કચ્છનો સમાવેશ થાય છે.આગામી પાંચ દિવસ દરમિયાન માવઠાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે.
આગામી પાંચ દિવસ કયા જિલ્લામાં માવઠાની આગાહી?

૧૩ માર્ચ : બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, અમદાવાદ, તાપી, નર્મદા, સુરત, ભરૃચ, છોટા ઉદેપુર, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, દ્વારકા, પોરબંદર, કચ્છ.

૧૪ માર્ચ: બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, તાપી, ભાવનગર, અમરેલી, રાજકોટ, કચ્છ.

૧૫ માર્ચ: નર્મદા, તાપી, અમરેલી, રાજકોટ, કચ્છ.

૧૬ માર્ચ: બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, કચ્છ.

૧૭ માર્ચ: બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, કચ્છ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news