અમદાવાદમાં દિવાળીની રાત્રે ખેલાયો ખુની ખેલ, પિતા-પુત્રની ઘાતકી હત્યા

અમદાવાદના રામોલ વિસ્તારમાં દિવાળીની રાત્રે જૂની અદાવતમાં પિતા-પુત્રની હત્યા કરવામાં આવી છે. આ હત્યામાં સામેલ ચાર આરોપી ફરાર થઈ ગયા છે. 

અમદાવાદમાં દિવાળીની રાત્રે ખેલાયો ખુની ખેલ, પિતા-પુત્રની ઘાતકી હત્યા

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ગુનાઓની સંખ્યા સતત વધી રહી છે. હત્યા-ચોરીના બનાવો સામાન્ય થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. ગત રાત્રે જ્યારે લોકો દિવાળીના તહેવારની ઉજવણી કરી રહ્યાં હતા ત્યારે રામોલ વિસ્તારમાં ખુની ખેલ ખેલાયો છે. આ ઘટનામાં પિતા-પુત્રના મોત થયા છે જ્યારે એક યુવતને ઈજા પહોંચી છે. જૂની અદાવતમાં આ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે 4 આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. 

દિવાળીની રાત્રે ખુલી ખેલ
અમદાવાદના રામોલ વિસ્તારમાં પિતા-પુત્ર વિજય શંકર રાજપૂત અને બંસીલાલ રાજપૂતની દિવાળીની રાત્રે છરી મારી હત્યા કરવામાં આવી છે. હત્યા કરનારમાંથી એક વ્યક્તિ મૃતક પિતા વિજય શંકરનો મિત્ર રહી ચુક્યો છે. જૂના અદાવત અને સોસાયટીમાં મોબાઈલ ગેમ રમવા બાબતે આ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. ઘરમાં પિતા-પુત્રના મોતથી પરિવારમાં માતમ છવાયો છે. 

દિવાળીની રાત્રે ફટાકડા ફોડીને ઉજવણી કરી રહેલા પિતા પુત્ર પર છરીથી હુમલો કરીને ઘાતકી હત્યા કરી દેતા પરિવારમાં આક્રંદ સાથે રોષ છે. પરિવાર આરોપીને સજા મળે તેવી માંગ કરી રહ્યા છે. ઘટનાની વાત કરીએ તો મૃતક વિજય શંકર અને મુખ્ય આરોપી દીપક પટેલ એકજ સોસાયટી માં રહે છે. મૃતક ધીરેન અને તેમના મિત્રો સોસાયટીમાં મોબાઇલ માં ગેમ રમતા હતા અને દીપક પટેલની માતા સાથે વારંવાર બબાલ થતી હતી કે તમે બૂમો કેમ પાડો છો. આ વાત ને લઈ અગાઉ 2 વાર બબાલ પણ થઈ હતી. 

એ વાતની અદાવત ચાલતી હતી સાથો સાથ આ હત્યામાં અન્ય આરોપીઓ દીપક મરાઠીની વિજયના ભાઈ સાથે પણ 2 દિવસ પેહલા બબાલ થઇ હતી. જેથી દીપક મરાઠીએ પણ અદાવત રાખી અન્ય આરોપી મયુર પાટીલ અને બંટી સાથે મળી કાલે આ ઘટનાને અંજામ આપ્યો છે. મહત્વની વાત છે કે દીપક મરાઠીના પિતા અને મૃતક વિજય થોડા વર્ષો પેહલા હત્યા કેસમાં સાથે જેલ માં જઈ આવ્યા છે.

નોંધનીય છે કે હાલ આ હત્યા કેસમાં 4 આરોપીઓ ફરાર છે અને જેને પકડવા ટીમો કામે લાગી છે. આરોપીઓની ધરપકડ બાદ અન્ય ખુલાસા સામે આવી તેવી શકયતા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news