ગુજરાતના તબીબી શિક્ષકોની દિવાળી સુધરી, સરકારે કરી પગાર વધારાની જાહેરાત
Gujarat Government Big Announcement : તબીબી શિક્ષકોના માસિક વેતનમાં વધારાની જાહેરાત... વર્ગ-1 અને 2ના તબીબી શિક્ષકના માસિક વેતનમાં વધારો... માસિક વેતનમાં 30થી 55 ટકા સુધીનો વધારો... મંત્રી ઋષિકેશ પટેલે ટ્વીટ કરીને આપી જાણકારી
Trending Photos
Gandhinagar News : રાજ્યની સરકારી મેડીકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે સેવારત કરાર આધારિત તબીબી શિક્ષકોના માસિક વેતનમાં ૩૦ થી ૫૫% સુધીનો વધારો કરાયો છે. ખાનગી પ્રેક્ટિસ સિવાય સેવારત વર્ગ-૧ અને વર્ગ-૨ ના તબીબી શિક્ષકોને લાભ મળશે. આરોગ્ય વિભાગના તા.૯/૧૦/૨૦૨૪ના ઠરાવથી નિર્ણય અમલી બનશે.
કેટલો પગાર વધારો થયો
- પ્રાધ્યાપક વર્ગ-૧ના પ્રોફેસરને હાલ ₹.૧,૮૪,૦૦૦ માસિક વેતન ચૂકવવામાં આવે છે જે હવેથી ₹.૨,૫૦,૦૦૦ થશે.
- સહ પ્રાધ્યાપક વર્ગ-૧ ને ₹ ૧,૬૭,૫૦૦ ની જગ્યાએ ₹.૨,૨૦,૦૦૦
- મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-૧ ને ₹. ૮૯,૪૦૦ ની જગ્યાએ ₹. ૧,૩૮,૦૦૦
- ટ્યુટર વર્ગ-૨ ને ₹.૬૯,૩૦૦ ની જગ્યાએ ₹.૧,૦૫,૦૦૦ માસિક વેતન ચૂકવવામાં આવશે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિષયક મહત્વના નિર્ણય સંદર્ભે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે સેવારત ૧૧ માસના કરાર આધારિત તબીબી શિક્ષકોના માસિક વેતનમાં ૩૦ થી ૫૫% સુધીનો વધારો કરવાનો હિતકારી નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવા અને મેડિકલ વિદ્યાર્થીને ગુણવત્તા શિક્ષણ એ જ સરકારની પ્રાથમિકતા છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, તબીબી શિક્ષકોના માસિક વેતનમાં થયેલ નોંધપાત્ર વધારાના પરિણામે હોસ્પિટલમાં તબીબો અને શિક્ષકોની ઘટ્ટ નિવારવામાં મદદ મળશે.
રાજ્ય સરકારના મહત્વપુર્ણ નિર્ણય સંદર્ભે વધું વિગતો આપતા તેમણે કહ્યું કે, સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલમાં ખાનગી પ્રેક્ટિસ સિવાય ફરજરત આ તબીબી શિક્ષકોને માસિક વેતનમાં થયેલ નોંધપાત્ર વધારાનો લાભ મળશે.
ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગના તારીખ 9 ઓક્ટોબર, 2024 ઠરાવથી નિર્ણય અમલી બનશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે