anand police

ANAND: તડીપાર થયેલા યુવાનોની મારક હથિયારો સાથે જન્મ દિવસની ઉજવણી, પોલીસ સામે ઉઠ્યા સવાલ

વિદ્યાનગર શહેરમાં ત્રણેક માસ અગાઉ જ માથાભારે કિશન ઠાકોર, સાગર માછી સહિત કેટલાક યુવકોએ જાહેરમાં યુવકોને માર મારી અપમાનિત કર્યા હતા. તે ગુનામાં પોલીસે કિશન ઠાકોર અને સાગર માછીને માર મારવાના આરોપ સાથે ભાગેડુ હોવાનું જાણવા મળેલ છે. તેમ છતાં આ બંને શખસો અને તેમની ટીમ ત્રણ દિવસ અગાઉ વિદ્યાનગરના જાહેર માર્ગ પર કિશન ઠાકોરની બર્થડેની ઉજવણી કોવીડના નિયમોનું ઉલ્લંઘન કરીને કરી હતી. 

Jul 15, 2021, 10:55 PM IST

ANAND: લગ્નના દિવસે ચૂલો ખોદવા જેવી સામાન્ય બાબતે કાકાએ ભત્રીજાની હત્યા કરી ઝેરી દવા ગટગટાવી

જિલ્લાના વીરસદ ગામના સીમ વિસ્તારમાં ગત શનીવારેના રોજ રાત્રીના સુમારે શુભ પ્રસંગ નિમિત્તે ચુલો ખોદવા બાબતે સગા કાકા-ભત્રીજા વચ્ચે થયેલ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં થયેલ ઝઘડાએ કાકાના હાથે ભત્રીજાની હત્યા થઈ ગઇ હતી. જે બાદ કાકાએ પણ ઝેરી દવા પી આત્મહત્યાની કોશીષ કરતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. અચાનક બનેલ ઘટનાથી ઘરમાં લગ્નના માહોલમાં માતમ છવાઇ ગયો હતો. આ અંગે વીરસદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Jun 21, 2021, 08:38 PM IST

અવળી ગંગા! યુવતી મોજ કરવા માટે 8 વર્ષ નાના કિશોરને ભગાડી ફરાર થઇ અને પછી...

સગીરાઓને લગ્નની લાલચ આપી ભગાડી જેવાના અનેક કિસ્સા પ્રકાશમાં  આવે છે પણ અહીં તો એક યુવતી સગીરને ભગાડી ગઈ હોય તેવો કિસ્સો  પ્રકાશમાં આવ્યો છે. વાત છે આણંદના આંકલાવની. જ્યાં એક 17 વર્ષનો  સગીર 25 વર્ષની યુવતીના પ્રેમમાં પડ્યો અને પછી થયું એવુ કે કોઈએ  વિચાર્યું પણ નહોતુ.

Jun 12, 2021, 10:25 PM IST

Anand: 17 મહિનાથી પરિવાર શોધી રહ્યો છે પોતાની દીકરીને, પુત્રીને દેહવ્યાપારમાં વેચી દીધાની શંકા

આણંદના વાંસખિલીયા ગામના અલ્પેશ પટેલની દીકરી વર્ષ 2019 ના નવેમ્બર મહિનામાં ઘરેથી જતી રહી હતી. ત્યારબાદ દીકરી ગયાના ત્રણ દિવસ બાદ તેના લગ્ન અજય તળપદા સાથે થયા હોવાનો પત્ર આવે છે

Jun 7, 2021, 11:48 PM IST

આણંદમાં દારૂની મહેફિલમાં 9 નબીરા પકડાયા, 4 ડાન્સર યુવતીઓ બોલાવાઈ હતી

ગુજરાતમા ચાલી રહેલા રાત્રિ કરફ્યૂ વચ્ચે આણંદમાં દારૂની મહેફિલ પકડાઈ છે. આંકલાવના ઉમેટામાં દારૂની મેહફિલ પકડાઈ છે. ખાનગી ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી, ત્યારે પોલીસ ત્રાટકી હતી. આ દારૂની મહેફિલમાં 9 નબીરા પકડાયા છે. સાથે જ 4 ડાન્સર યુવતીઓ પણ પકડાઈ છે. ગત રાતે દારૂની મેહફિલ માણતા પકડાયા છે. 

May 12, 2021, 01:18 PM IST

જેઠાણીએ કહ્યું દેરાણી સાથે સંબંધો નહી બાંધતા નહી તો હું ઝેર પી લઇશ, તમારે બસ...

 તાલુકાના ગાના ગામની પરિણીતાએ પતિ અને સાસરિયા વિરુદ્ધ દહેજની માંગણી તથા શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાઇ છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું કે, પતિ દહેજની માંગ કરે છે અને છુટાછેડા માંગે છે. જેઠાણી મારા પતિને મારી સાથે શારીરિક સંબંધો નહી રાખવા અને બીજો દિકરો પેદા નહી રાખવા દબાણ કરશે. મારા પતિ જો મારી સાથે સંબંધ રાખશે તો તેઓ (જેઠાણી) દવા પી લેશે તેવી ધમકી આપી રહ્યા છે. પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે પતિ, સાસુ-સસરા અને જેઠ-જેઠાણી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ આદરી છે. 

Jan 18, 2021, 11:31 PM IST

હવાઈ મુસાફરી કરીને લોકોના ઘરોમાં ચોરી કરતી ગેંગ આણંદથી પકડાઈ

આંણદ પોલીસે એવા ચોરને પકડ્યો છે કે જેની ઓળખ અને ગુનામાં તો એક ઘરફોડ ચોર તરીકેની છે. પરંતુ આ સિવાય આ ચોર વિમાન મુસાફરી કરીને ગુજરાત બહાર પણ ચોરી કરતો હતો. 

Jan 16, 2021, 11:06 AM IST

અહો વૈચિત્રમ! તાપણામાં બેસવા જેવી સામાન્ય બાબતે એક યુવકની હત્યાથી ચકચાર

શિયાળાની ઠંડીમાં ગરમી આપતી તાપણી એક યુવકની હત્યાનું કારણ બની છે. એક યુવક દ્વારા પોતાના જ મિત્ર દ્વારા પોતાના જ મિત્રની હત્યા કરવામાં આવી હતી. સમાજમાં મિત્રના સંબધોમાં ડાઘ લગાવનાર કીસ્સો આંણદમાં સામે આવ્યો છે. શહેરના જીટોડીયા રોડ પર આવેલી જીઆઇડીસી વિસ્તારમાં તારીખ 3 જાન્યુઆરીના રોજ રાત્રિના અરસામાં શિયાળાની ઠંડીથી બચવા માટે કેટલાક મિત્રો તાપણી સળગાવીને બેઠા હતા. આ દરમિયાન જ મિત્રો માનો એક એટલે ૨૨ વર્ષીય પ્રકાશ વસાવાને તાપણી કરતા સમયે તેના જ મિત્રોએ તાપણી માટે કચરો લાવવા કહ્યું હતું. આ બાબતને લઈને પ્રકાશ અને તેના બીજા ચાર મિત્રો વચ્ચે બોલાચાલી થઇ હતી. દરમિયાન પ્રકાશના ઉશ્કેરાયેલા ત્રણ મિત્રોએ તેને પકડી લીધો હતો અને બાકીના એક મિત્રે પ્રકાશનું ગળું દબાવી દેતા તેનું મોત નિપજ્યું હતું. 

Jan 5, 2021, 08:36 PM IST

પથ્થરમારા સાથે નવા વર્ષના વધામણાં, આણંદ અને અમદાવાદમાં પથ્થરમારો

ગુજરાતનો 2020 નો અંતિમ દિવસ લોહિયાળ રહ્યો હતો. રામોલમાં ફાયરિંગમાં એક યુવકની હત્યા બાદ પથ્થરમારાની બે ઘટનાઓ સામે આવી હતી. જેમાં આણંદ અને અમદાવાદમાં પથ્થરમારાની ઘટનાઓ સામે આવી હતી. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ મજબુત પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં તો રાત્રી કર્ફ્યૂ હોવા છતા પણ પથ્થરમારાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઇ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. 

Jan 1, 2021, 12:03 AM IST