Breaking : ગુજરાત સરકાર કર્મચારીઓ અને પેન્શનર્સને 12% મોંઘવારી ભથ્થુ આપશે
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :છઠ્ઠા પગારપંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને 12 ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના 19 હજારથી વધુ કર્મચારી પેન્શનરોને લાભ મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી ઉપર 41 કરોડનો બોજો પડશે.
છઠ્ઠું પગાર પંચ મેળવતાં રાજ્ય સરકારના 19359 અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનર્સને 1 જુલાઈ, 2018થી 6% તથા 1 જાન્યુઆરી, 2019થી વધુ ૬% મળી એમ કુલ 12% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવારી ભથ્થુ ઓગસ્ટ, 2019ના પગાર સાથે ચૂકવવામાં આવશે. જેનાથી રાજ્ય સરકાર ઉપર વાર્ષિક 41.93 કરોડ રૂપિયાનું વધારાનું ભારણ પડશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે