ગુજરાતમાં ગમે તે સમયે આવશે લોકડાઉન? ઈમરજન્સી સ્થિતિ પારખીને આજે હાઈકોર્ટમાં છે સુનાવણી
Trending Photos
- નાગરિકોમાં સામે ચાલીને કેટલાક દિવસના લોકડાઉનની માંગ ઉઠી છે. સ્વંયભૂ લોકડાઉનની સરકારની અપીલ બેઅસર હોવાનું લોકો કહી રહ્યાં છે. તો સાથે જ મર્યાદિત દિવસના કેટલાક કડક નિયંત્રણો જરૂરી હોવાની માંગ કરી છે
આશ્કા જાની/અમદાવાદ :રાજ્યમાં કોરોના વકરેલી સ્થિતિના કારણે ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઈ હોવાનું હાઈકોર્ટનું તારણ છે. રાજ્યમાં કોરોનાના વધતા આંકડા, ઈન્જેક્શનની અછત, હોસ્પિટલોમાં બેડની સંખ્યા અને સ્મશાન ગૃહોની સ્થિતિના મુદ્દાને હાઈકોર્ટે (gujarat highcourt) સુઓમોટો જાહેર હીતની અરજી ગણી છે. ત્યારે આજે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં ટૂંક સમયમાં સુનવણી હાથ ધરવામાં આવનાર છે. હાઈકોર્ટ (Hc) આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવા આદેશ કર્યો છે. રાજ્યમાં કોવિડ19 મેનેજમેન્ટમાં સરકારની કામગીર પર હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યો છે. ત્યારે આજે ચીફ જસ્ટીસના વડપણવાળી બેન્ચ સમક્ષ સુનવણી થશે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિગંભીર હોવાનું હાઈકોર્ટે તારણ કાઢ્યું છે.
લોકોમાં છે લોકડાઉનની માંગણી
તો બીજી તરફ, રાજ્યભરમાં કોરોનાની અત્યંત ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અતિ ગંભીર સ્થિતિમાં પહોચ્યું છે. સતત વધી રહેલા કેસની સાથે મોતનો આંકડો પણ ઊંચે જઈ રહ્યો છે. નાગરિકોમાં સામે ચાલીને કેટલાક દિવસના લોકડાઉનની માંગ ઉઠી છે. સ્વંયભૂ લોકડાઉન (lockdown) ની સરકારની અપીલ બેઅસર હોવાનું લોકો કહી રહ્યાં છે. તો સાથે જ મર્યાદિત દિવસના કેટલાક કડક નિયંત્રણો જરૂરી હોવાની માંગ કરી છે.
સૌરાષ્ટ્રભરમાં લોકડાઉન, લોકોએ કહ્યું-સરકાર ભલે ન કરે, પણ અમે પાળીશું
અમદાવાદમાં પરિસ્થિતિ વણસી, છતા તંત્ર મૌન
કોરોના મામલે ગુજરાતના અનેક શહેરોમાં અતિ ગંભીર સ્થિતિ સર્જાઈ રહી છે. પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. હોસ્પિટલોમાં બેડથી લઈને ઈન્જેકશન અને ઓક્સિજન મામલે અછત જોવા મળી રહી છે. અતિ ગંભીર પરિસ્થિતિમાં પણ સરકારી તંત્ર મૌન પાળીને બેસી છે. બીજી તરફ અમદાવાદમાં હોસ્પિટલોની સ્થિતિ અને સાધનોની ઉપલબ્ધતા અંગે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી રહી. તંત્ર માત્ર પ્રેસનોટ જાહેર કરી સંતોષ માની રહ્યું છે. અનેક રઝળપાટ બાદ પણ દર્દીઓને પ્રાથમિક સારવાર મળી નથી રહી. સામાન્ય દર્દી માટે svp માં દાખલ લગભગ અશક્ય બન્યું છે. શહેરની વાસ્તવિક પરિસ્થિતિ છુપાવવાનો તંત્ર દ્વારા સતત પ્રયત્ન કરાઈ રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે