પૈતૃક સંપત્તિ પર ગુજરાત હાઈકોર્ટે કહ્યું, લગ્ન થયા છે તેથી સંપત્તિમાં દીકરીના હક બદલાઈ નથી જતા, પણ તમારી માનસિકતા બદલો

Gujarat Highcourt : સુનાવણી દરમિયાન જસ્ટિસે અરજી કરનારને કહ્યું કે, એ તમારી બહેન છે, તમારી સાથે મોટા થયા છે. માત્ર એટલા માટે કે તેમના લગ્ન થઈ ગયા છે, પરિવારમાં તેમની કોઈ હેસિયત નથી બદલાઈ જતી. તેથી આ માનસિકતા જતી રહેવી જોઈએ

પૈતૃક સંપત્તિ પર ગુજરાત હાઈકોર્ટે કહ્યું, લગ્ન થયા છે તેથી સંપત્તિમાં દીકરીના હક બદલાઈ નથી જતા, પણ તમારી માનસિકતા બદલો

Gujarat Highcourt : ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે એક અરજી પર સુનાવણી કરતા મોટી ટિપ્પણી કરી છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, દીકરીઓ અને બહેનો પ્રતિ સમાજની માનસિકતા બદલવાની જરૂર છે. કારણ કે, લોકોનું માનવુ છે કે, લગ્ન બાદ સંપત્તિમાં મહિલાઓનો અધિકાર છે. 

મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર અને ન્યાયમૂર્તિ એસ.શાસ્ત્રીની ખંડપીઠે પારિવારિક સંપત્તિ કેસ મુદ્દે નીચલી અદાલતના આદેશને ચેલેન્જ આપતી અરજી પર સુનાવણી કરી હતી. જેમાં અરજી કરનારનું કહેવુ સ્પષ્ટ હતુ કે, તેમની બહેનને તેમની સંપત્તિમાં કોઈ અધિકાર નથી. 

કોર્ટે શું કહ્યું...
આ મામલામા અદાલત શુક્રવારે સુનાવણી શરૂ કરી છે. સુનાવણી થયા બાદ જ્યારે અરજી કરનારાના વકીલે પોતાની દલીલ મૂકી તો મુખ્ય ન્યાયાધીશ નારાજ થઈ ગયા હતા. તેમણે કહ્યુ હતું કે, આ માનસિકતા એક પરિવારમાં દીકરી કે બહેનના લગ્ન થઈ જાય તો આપણે તેને કંઈ ન આપવું, તેને બદલવી જોઈએ. જસ્ટિસે અરજી કરનારને કહ્યું કે, તે તમારી બહેન છે, તમારી સાથે મોટા થયા છે, માત્ર એટલા માટે કે તેમના લગ્ન થઈ ગયા છે, પરિવારમાં તેમની કોઈ હેસિયત નથી બદલાઈ જતી. તેથી આ માનસિકતા સમાજમાંથી જતી રહેવી જોઈએ.

આ પણ વાંચો : 

જો દીકરા માટે સ્થિતિ નથી બદલાતી તો દીકરી માટે કેમ
મુખ્ય ન્યાયાધીશ આટલુ કહીને અટક્યાન હતા. તેમણે આગળ કહ્યુ હતું કે, જો દીકરો અવિવાહિત રહે છે કે, વિવાહિત છે તો દીકરી વિવાહિત કે અવિવાહિત દીકરી જ બની રહેશે. જો કાયદો દીકરીની સ્થિતિને નથી બદલતો તો પછી લગ્ન દીકરીની સ્થિતિને ન તો બદલે છે ન તો ક્યારેય બદલશે. 

શુ કહે છે કાયદો
હિન્દુ કાયદા અનુસાર, સંપત્તિ બે પ્રકારની હોય છે. એક સંપત્તિ પિતૃક હોય છે અને બીજી પોતાની કમાણીની હોય છે. પૈતૃક સંપત્તિ તેને કહેવાય છે, જેને તમારા પૂર્વજો છોડીને જાય છે. આ સંપત્તિ ચાર પેઢી સુધી માન્ય હોય છે. હિન્દુ ઉત્તરાધિકારી અધિનિયમ 2005 માં કરાયેલે સંશોધન પહેલા પરિવારના માત્ર પુરુષ સદસ્યો જ પ્રતિપક્ષી રહેતા હતા. પંરતુ બાદમાં કાયદામાં સંશોધન કરીને દીકરીઓને પણ પૈતૃક સંપત્તિમા ભાગ બનાવવા માટે હકદાર બનાવવામા આવ્યા હતા. આવી સંપત્તિમાં ભાગ લેવા માટે તેમને જન્મથી જ અધિકાર મળે છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news