Cold Wave: ગુજરાતના આ શહેરોમાં તો 'આબુ' જેવું બની ગયું છે ઘરનું ધાબુ! જાણો ઉત્તરાયણમાં શું થશે

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. કોલ્ડ વેવ દરમિયાન તેની અસર, તેના લક્ષણો અને કોલ્ડ વેવની અસરથી બચવા માટેના સાવચેતીના પગલા લેવા માટે IMD દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેને દરેક નાગરીકોએ ધ્યાનમાં લેવી જોઇએ.

Cold Wave: ગુજરાતના આ શહેરોમાં તો 'આબુ' જેવું બની ગયું છે ઘરનું ધાબુ! જાણો ઉત્તરાયણમાં શું થશે

IMD Wether Report: ગુજરાતમાં સતત ઠંડીનું જોર વધી રહ્યું છે. જોકે, ખાસ કરીને લોકોને ડબલ સિઝનનો અહેસાસ પણ થઈ રહ્યો છે. વહેલી સવારે અને સાંજ બાદ કાતિલ ઠંડીનો અહેસાસ થાય છે. જ્યારે બપોરના સમયે હજુ પણ ગરમીનો અનુભવ થાય છે. વાત કરીએ પવનની તો ઠંડી કરતા વધારે અહેસાસ લોકોને સુસવાટા મારતા પવનને કારણે થાય છે. ઠંડા પવનોને કારણે ઠંડીની તિવ્રતા વધારે હોય એવું પણ લાગે છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ઠંડીનો ચમકારો વધી શકે છે. ખાસ કરીને ઉતરાયણની દિવસે પવન કેવો રહેશે તે જાણવામાં લોકોને વધારે રસ હોય છે. તે અંગે પણ જાણકારી આપવામાં આવી છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના સૌરાષ્ટ્ર ઝોનમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. જેને કારણે જામનગર, પોરબંદર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ સહિતના દરિયાઈ પટ્ટો ધરવતા જિલ્લાઓમાં કાતિલ ઠંડીનો અહેસાસ થશે. આ જિલ્લાઓમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર રિઝનના રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, મોરબી સહિતના અન્ય જિલ્લાઓમાં પણ તેની અસર જોવા મળશે.

ખાસ કરીને ઉત્તરાયણ પર પણ કોલ્ડવેવની આગાહી યથાવત રહેશે. કોલ્ડવેવના કારણે દિવસ દરમિયાન પવનની ગતિવધારે રહેશે. જેને કારણે પતંગ રસિયાઓને રસ પડશે. કોલ્ડવેવથી વધુ પડતી ઠંડીને કારણે વહેલી સવારે ઝાકળવાળું વાતાવરણ પણ જોવા મળશે. જેને કારણે વિઝિબિલિટી ઓછી થઈ જવાથી વાહનચાલકો અને રાહદારીઓને તકલીફ પડી શકે છે.

કોલ્ડ વેવમાં ધ્યાનમાં લેવા જેવી બાબતોઃ
મીટન્સ વધુ હૂંફ અને ઇન્સ્યુલેશન પ્રદાન કરે છે તેથી આંગળીઓ માટે ગ્લવ્સ કરતા મીટન્સ પસંદ કરો.
ફેફસાને સુરક્ષિત રાખવા માટે મોંઢા અને નાકને ઢાંકો.
સ્વસ્થ ખોરાખ લો. રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવા માટે વિટામીન સીથી ભરપૂર ફળો-શાકભાજી ખાઓ.
ગરમ પ્રવાહી પીઓ, જે ઠંડી સામે લડવા માટે શરીરની ગરમી જાળવી રાખશે.
જરૂરિયાત અનુસાર રૂમને ગરમ કરવા માટે રુમ હીટરનો ઉપયોગ કરો.
દારૂ શરીરનું તાપમાન ઘટાડે છે તેથી દારૂનું સેવન ન કરવું.
ધ્રુજારી થતી હોય તો ઘરની અંદર રહો, કારણ કે ધ્રુજારી શરીર ગરમી ગુમાવી રહ્યું હોવાના પ્રથમ સંકેત છે.

કોલ્ડવેવથી બચવા શું કરવું?
હવામાન વિભાગે આપેલી ગાઈડલાઈન્સને ફોલો કરવી.
શક્ય તેટલું ઘરની અંદર રહો અને ઠંડા પવન વરસાદ, બરફના સંપર્કમાં આવવાથી બચવા માટે મુસાફરી ઓછી કરો.
ઢીલા ફિટિંગના બહુવિધ સ્તરો સાથેના કપડાં પહેરવાનું રાખો.
હલકો ભારે કપડાંના એક સ્તરને બદલે બહારથી વિન્ડપ્રૂફ નાયલોન કોટન અને અંદરના ગરમ ઊનના કપડાં ચુસ્ત કપડાં પહેરો.
ચુસ્ત કપડાં રક્ત પરિભ્રમણ ઘટાડે છે તેથી ફિટ કપડાં પહેરવાનું ટાળો.
તમારી જાતને તમારી ત્વચાને શુષ્ક રાખો. જો ભીનું હોય તો તમારું માથું, ગરદન, હાથ અને અંગૂઠાને પૂરતા પ્રમાણમાં ઢાંકો.

હિમ લાગવાના લક્ષણોઃ
શરીરમાં નિષ્ક્રિયતા આવે, આંગળીઓ-અંગૂઠા, કાનની લોબ્સ તથ નાકની ટોચ પર સફેદ કે પછી નિસ્તેજ દેખાવ.
લાંબા સમય સુધી ઠંડીના લાંબા સમય સુધી સંપર્કમાં રહો તો ત્વચા નિસ્તેજ બને છે, સખત અને સુન્ન પણ થઇ શકે.
અંગૂઠા, નાક, આંગળીઓ અથવા કાનના પડદા પર લાલ ફોલ્લા થઇ શકે છે.
જે વ્યક્તિને હિમની અસર થઇ હોય તો તેને ગરમ પાણીમાં સારવાર કરો.
શીત લહેર દરમિયાન કૃષિપાકોને બચાવવા શું કરવું જોઈએ.

ઉત્તર ભારતમાં આ સપ્તાહે પણ 'શીત લહર' ચાલુ રહી છે. દિલ્હીમાં વરસાદ થવા પણ સંભવ છે. શનિવારથી આગામી ૧૧ દિવસ તો ભારે ઠંડીના રહેવા સંભવ છે તેમ ભારતીય હવામાન વિભાગે પણ જણાવ્યું છે. છેલ્લા ૨૩ વર્ષમાં વિસ્તરેલું ઠંડીનું મોજું આ વર્ષે સૌથી ખતરનાક બનવા સંભવ છે. ગુરૂવારે દિલ્હીમાં ૯.૩ ઉષ્ણતામાન નોંધાયું હતું તે હવે પછીના દિવસોમાં બપોરે ૧૯ ડીગ્રી વધુમાં વધુ પહોંચવા સંભવ છે તેમ પણ આઇએમડીનું કહેવું છે. ૨૦૦૬માં સૌથી નીચું તાપમાન ૧.૯ ડીગ્રી રહ્યું હતું અને ૨૦૧૩માં પણ દિલ્હીમાં તેટલું જ નીચું હતું. પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉ.પ્ર. અને ઉત્તર રાજસ્થાનમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં તા. ૧૨મીએ, તથા ઉત્તરાખંડમાં ૧૧થી ૧૪મી જાન્યુઆરી વચ્ચે બરફ પડવાની સંભાવના છે. આમ ઠંડી આગામી દિવસોમાં ભુક્કો બોલાવે તો પણ નવાઈ નહીં..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news