આ ગુજરાતી ગાયિકા પર ફીદા થઈ ગયો હોલીવુડનો સુપરસ્ટાર ટોમ ક્રુઝ! કચ્છની કોયલે મહારાણી એલિઝાબેથને પણ કરી દીધાં મંત્રમુગ્ધ!

મહારાણી એલિઝાબેથની હાજરીમાં ગરબાની રમઝટ, હોલીવુડના સ્ટાર આફરીન થયા

આ ગુજરાતી ગાયિકા પર ફીદા થઈ ગયો હોલીવુડનો સુપરસ્ટાર ટોમ ક્રુઝ! કચ્છની કોયલે મહારાણી એલિઝાબેથને પણ કરી દીધાં મંત્રમુગ્ધ!

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઈંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથની હાજરીમાં કચ્છી ગાયિકા પ્રીતિ વરસાણીએ ગાયું ઢોલીડા ઢોલ રે વગાડ, મારે હીચ લેવી છે...અને બસ પ્રીતિના અનોખા અંદાજ અને ગુજરાતના લોકગીત પર મોહિત થઈ ગયો હોલીવુડનો સુપરસ્ટાર. જી હાં અમે વાત કરી રહ્યાં છીએ હોલીવુડના સુપરસ્ટાર ટોમ ક્રુઝની. પ્રીતિએ મહારાણી એલિઝાબેથની ગરબાની રમઝટ બોલાવી હતી. લંડનમાં મહારાણી એલિઝાબેથની પ્લેટિનમ જ્યુબિલીમાં ગાયિકાના ગરબા અને પહેરવેશ પર હોલીવુડના સુપરસ્ટાર ફીદા થઈ ગયા હતા. લંડનમાં વિન્ડસર કેસલ ખાતે ઉજવાઈ રહેલા પ્લેટિનમ જ્યુબલી વર્ષ નિમિત્તે ગુજરાતી કલાકારોએ ગરબાની રમઝટ બોલાવી હતી. કલાકારોએ રજૂ કરેલા ગરબા અને એલૈયાઓના પહેરવેશ પર હોલીવુડના સ્ટાર આફરીન થઈ ગયા હતા. 

લંડનમાં યોજાઈ રહેલા કેસલ ફેસ્ટિવલમાં મહારાણી એલિઝાબેથની ઉપસ્થિતિમાં પ્રીતિ વરસાણીએ ઢોલીડા ઢોલ રે વગાડ ગરબાના સૂર છેડ્યા હતા. તેમની સાથે 50 ખેલૈયા ઝૂમી ઊઠયા હતા. કલાના કામણથી હોલીવુડના સુપરસ્ટાર ટોમ ક્રુઝ ખૂબ જ થયા હતા. અન્ય હોલીવુડ કલાકારો ડેનબરી બ્રિજરટન અને એલન ટીચમાર્શે ગુજરાતી પહેરવેશ સાથે પાઘડી વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી.

ગુજરાત વિશે કહેવાય છેકે, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, લોકગીતો, રાસ-ગરબા અને નૃત્યના દુનિયાભરમાં લોકો દિવાના છે. આ પહેલીવાર નથી બન્યુ જ્યારે વિદેશની કોઈ મોટી હસ્તીઓએ ગુજરાતના કલાકારો, ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાતના કલચરના વખાણ કર્યા હોય કે પછી તેના પર મોહિત થઈ ગયા હોય. આ સિલસિલો સદીઓથી ચાલ્યો આવે છે, દુનિયાભરના રાજાઓ અને ઉદ્યોગકારોથી માંડીને કલાજગત અને સાહિત્ય જગત સાથે સંકળાયેલાં લોકો ગુજરાતના કલ્ચરના ફેન છે એ કહેવું સહેજ પણ અતિશ્યોક્તિ ભર્યું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news