GUJARAT: તૌકતેની કળ નથી વળી ત્યાં ગુજરાત માથે આવી પડશે મોટી આફત

 ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ વિદાય લીધી છે. સાપ ગયાને લિસોટા રહ્યા તેની જેમ હજી પણ ગીરસોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાને વાવાઝોડાની કળ નથી વળી. હાલ સરકાર રાહત અને સર્વેની કામગીરી ચલાવી રહી છે. ત્યાં હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. 27થી 28 વચ્ચે હડતાળથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 

GUJARAT: તૌકતેની કળ નથી વળી ત્યાં ગુજરાત માથે આવી પડશે મોટી આફત

અમદાવાદ : ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ વિદાય લીધી છે. સાપ ગયાને લિસોટા રહ્યા તેની જેમ હજી પણ ગીરસોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાને વાવાઝોડાની કળ નથી વળી. હાલ સરકાર રાહત અને સર્વેની કામગીરી ચલાવી રહી છે. ત્યાં હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. 27થી 28 વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 

વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ થશે. આ ઉપરાંત ઉત્તરગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દીવમાં સુક્કું વાતાવરણ રહેશે. આ ઉપરાંત અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં વાવાઝોડા સાથે વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે. હાલમાં દક્ષિણ પશ્ચિમ દિશાના પવન ફૂંકાઇ રહ્યો છે. જેના કારણે ભેજનું પ્રમાણ સવારે 79 અને સાંજે 49 ટકા ઉંચુ રહે છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. ત્યાર બાદ 2થી3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. અત્રે નોંધનીય છે કે, ભેજયુક્ત વાતાવરણનાં કારણે લોકો પરસેવે રેબઝેબ થાય છે. ગરમી, બફારાનો અનુભવ થાય છે. જો કે હાલ વૈશાખ મહિનો ચાલી રહ્યો છે ત્યાં જ કમોસમી વરસાદના કારણે ઠંડક થઇ ગઇ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news