Police Grade Pay: પોલીસ ગ્રેડ પે પર સૌથી મોટો નિર્ણય, ગુજરાત સરકારે શું કરી મહત્વપૂર્ણ જાહેરાત?
Police Grade Pay: ગુજરાત સરકારે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કરું છું.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: ગ્રેડ પે આંદોલનનો સુખદ અંત આજે આવી ગયો છે. રાજ્ય સરકારે પોલીસ ગ્રે પેડ મામલે મોટો નિર્ણય લઈ લીધો છે. રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે પોલીસની રજૂઆતો પર ગ્રેડ પે માટે રૂ.550 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે. જેના કારણે હવે ગુજરાતના પોલીસ કર્મચારીઓનો પગાર વધશે.
ગુજરાત સરકારે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કરું છું. પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. ૫૫૦ કરોડનું ભંડોળ મંજૂર કરું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 14, 2022
આ જાહેરાત બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પ્રેસને સંબોધન કરશે. સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે જાહેરાતને લઈ મીડિયા થકી ગુજરાત પોલીસ તેમજ પોલીસ પરિવાર સાથે પણ ચર્ચા કરશે.
મહત્વનું છે કે ગ્રેડ પે મુદ્દે 28 ઑક્ટોબરે કમિટીની રચના થઈ હતી અને 31 ઓક્ટોબરે કમિટીની પહેલી બેઠક મળી હતી. ત્યાર બાદ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગરમાં પણ બેઠકો મળી હતી. તો ગત સપ્તાહે મુખ્યમંત્રી સાથે ગૃહ વિભાગ અને સમિતિની અંતિમ બેઠક યોજાઈ હતી. ત્યારે આજે સાંજે પોણા 6 વાગ્યા સુધીમાં સુરત ખાતેથી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પત્રકાર પરિષદ કરીને પોલીસના ગ્રેડ પે અંગે જાહેરાત કરી શકે છે.
જાહેરાત બાદ હવે કેટલો પગાર વધ્યો?-
- LRD અને ASIને હવે 3 લાખ 47 હજાર 250 રૂપિયા કરાયો
- પોલીસ કોન્સ્ટેબલનો પગાર 3 લાખ 63 હજાર 660 રૂપિયા હતો
- પોલીસ કોન્સ્ટેબલનો પગાર 4 લાખ 16 હજાર 400 રૂપિયા કર્યો
- પોલીસ હેડ કોન્સ્ટેબલનો પગાર 4 લાખ 36 હજાર 654 રૂપિયા હતો
- પોલીસ હેડ કોન્સ્ટેબલનો પગાર 4 લાખ 95 હજાર 394 રૂપિયા થયો
- ફિક્સ પગાર LRD અને ASIનો 96 હજાર 150 રૂપિયા પગાર વધ્યો
- LRD અને ASIનો માસિક પગાર 8 હજાર 12 રૂપિયા વધ્યો
- પોલીસ કોન્સ્ટેબલનો પગાર 52 હજાર 740 રૂપિયા વધ્યો
- પોલીસ કોન્સ્ટેબલનો માસિક પગાર 4395 રૂપિયા વધ્યો
- પોલીસ હેડ કોન્સ્ટેબલનો પગાર 58 હજાર 740 રૂપિયા વધ્યો
- પોલીસ હેડ કોન્સ્ટેબલનો માસિક પગાર 4895 રૂપિયા વધ્યો
ફિક્સ પગારમાં LRD અને ASIનો પગાર આટલો વધ્યો
- 2 લાખ 51 હજાર 100 રૂપિયા પગાર હતો
- હવે 3 લાખ 47 હજાર 250 રૂપિયા પગાર થયો
- 20 હજાર 925 રૂપિયા ફિક્સ પગાર મળતો હતો
- હવે 28 હજાર 937 રૂપિયા દર મહિને પગાર મળશે
- વાર્ષિક 96150 તો માસિક 8012 રૂપિયા પગાર વધ્યો
પોલીસ કર્મચારીઓની જૂની માગણીઓ
- કોન્સ્ટેબલનો ગ્રેડ પે રૂ.2,800 કરવાની માગણી
- આમ થશે તો કોન્સ્ટેબલોને મિનિમમ રૂ. 25,500 પગાર થશે.
- હેડ કોન્સ્ટેબલનો ગ્રેડ પે રૂ.3,600 કરવાની માંગ
- આમ કરવાથી હેડ કોન્સ્ટેબલને મિનિમમ રૂ. 29,200 થશે.
- એએસઆઈનો ગ્રેડ પે 4,200 કરવાની માંગ
- 2006માં પોલીસ કર્મચારીઓ માટે ગ્રેડ પે રૂ.1,800 નક્કી થયો હતો. 16 વર્ષ પછી હજુ સુધી તેમાં વધારો કરવામાં આવ્યો નથી.
- ગુજરાતમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ મળીને 65 હજાર પોલીસ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.
- કોન્સ્ટેબલનો ગ્રેડ પે રૂ.1,800 હોવાથી તેમને મહિને મિનિમમ રૂ.18 હજાર પગાર છે.
- હેડ કોન્સ્ટેબલનો ગ્રેડ પે રૂ.2 હજાર હોવાથી તેમને મિનિમમ પગાર રૂ. 21,700 છે.
- એએસઆઈ ને ગ્રેડ પે રૂ.2,400 મળી રહ્યો હોવાથી તેમને મહિને મિનિમમ પગાર રૂ. 26,200 છે.
- ગુજરાતમાં પોલીસ કર્મચારીઓનો બેઝિક પગાર ઓછો હોવાથી પોલીસ કર્મચારીઓને ઓછો પગાર મળે છે.
- અન્ય રાજ્યોમાં પોલીસ કર્મચારીઓને ગ્રેડ પે રૂ.4,200 મળી રહ્યો હોવાથી તેમને મિનિમમ રૂ.9,300 થી રૂ.34,800 સુધીનો પગાર મળે છે.
રાજ્ય સરકારના 550 કરોડના ભંડોળથી શું થશે?
ગુજરાતમાં હાલ 65000 પોલીસ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. સરકારના આ ભંડોળથી અંદાજે દરેક પોલીસ કર્મચારીઓને મહિને 7 હજાર સુધીનો પગાર-ભથ્થાં વધી શકે છે. મહત્વનું છે કે, 550 કરોડ રુપિયાનું ભંડોળ પોલીસ કર્મચારીઓના પરિવારના કલ્યાણ અર્થે મંજૂર કરવામાં આવ્યું છે, ત્યારે પોલીસના પગાર-ભથ્થાં ચોક્કસની વધશે. જો કે,પોલીસનો ગ્રેડ -પે કેટલો રહેશે તે અંગે હાલ કોઈ માહિતી સરકાર તરફથી આપવામાં આવી નથી. હાલ એવી શક્યાતાઓ પણ વર્તાઈ રહી છે કે પોલીસના ગ્રેડ -પેમાં વધારો નહી કરીને તેમના પગાર અને ભથ્થામાં વધારો કરવામાં આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે