સિરપકાંડમાં 5 મોત બાદ ગુજરાત પોલીસ જાગી, ગુજરાતભરમાં નશાકારક આયુર્વેદિક દવાઓ પર રેડ પાડી

Kheda Syrup Kand : ખેડાના સિરપકાંડ બાદ તપાસનો ધમધમાટ... સિરપકાંડમાં તપાસ માટે ખેડા પોલીસ દ્વારા SITની કરાઈ રચના... નડીયાદના Dyspની અધ્યક્ષતામાં 4 પોલીસ અધિકારીઓની ટીમ કરશે તપાસ... 

સિરપકાંડમાં 5 મોત બાદ ગુજરાત પોલીસ જાગી, ગુજરાતભરમાં નશાકારક આયુર્વેદિક દવાઓ પર રેડ પાડી

Ayurvedic syrup kheda Nadiad suspicious death updates : ખેડામાં સિરપકાંડ બાદ હવે ગુજરાત પોલીસ જાગી છે. આજે ગુજરાતભરમાં નશાકારક આયુર્વેદિક દવાઓ પર રેડ પાડવામાં આવી રહી છે. ગાંધીનગર SOG અને LCBએ શંકાસ્પદ દવાઓ ઝડપી પાડી છે. ગાંધીનગર એસઓજી અંદાજે 200 બોટલ અને પોર ગામથી 85 જેટલી બોટલ જપ્ત કરી છે. પકડાયેલ જથ્થાના સેંપલ FSL માટે મોકલાયા છે. તો બીજી તરફ, ખેડા પોલીસે સિરપકાંડમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. ચાર પોલીસ અધિકારીઓ ધરાવતી SIT ની રચના કરાઈ છે. નડિયા ડિવિઝનના DySP વી. આર. બાજપાઈની અધ્યક્ષતામાં SITની રચના કરાઈ છે. જેમાં SOG અને નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના PIનો સમાવેશ થાય છે. મહેમદાવાદ PSIનો SITમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ કેસની SOG PI અને નડીયાદ રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI ડી. એન. ચુડાસમા તપાસ કરી રહ્યાં છે. 

સિરકાંડના બે દર્દી હજી સારવારમાં, એકની હાલત ક્રિટીકલ
તો સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું કે, નડિયાદ સીરપ કાંડના બે દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. 72 વર્ષીય સરતભાઈ સોઢા દર્દી વેન્ટિલેટર પર છે, જેમની હાલત ક્રિટીકલ છે. 72 વર્ષીય દર્દીનું ગઇકાલે ડાયાલિસિસ કરવામાં આવ્યું હતું. તો 35 વર્ષીય અમિતભાઈ સોઢાની આંખોમાં તકલીફ થઈ રહી છે. અમિતભાઈ સોઢાને આંખમાં ઝાંખપની સમસ્યા આવી છે. અમિતભાઈને આંખોની સારવાર શરૂ કરાઈ છે. આંખમાં લાલાશ આવવાના કારણે દ્રષ્ટિમાં સમસ્યા છએ. આંખો સિવાય અમિતભાઈ સોઢાની તબિયત સ્વસ્થ છે. 

પાટનગર ગાંધીમાં નશાનો કારોબાર
ખેડામા આયુર્વેદિક સિપર પીવાથી પાંચ લોકોના મોત થયા છે. તો બે લોકો ગંભીર છે, જેઓ અમદાવદા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગુજરાત પોલીસે તમામ જિલ્લામાં આ પ્રકારની આયુર્વેદિક સીરપ વેચાણની ચકાસણી હાથ ધરી છે. ગાંધીનગર પોલીસે તપાસ કરતા અડાલજ ખાતે પોરગામમાં આવેલ પાર્લર પરથી સીરપ મળી આવી છે. બે પાર્લર પર મળીને કુલ 90 જેટલી બોટલ જપ્ત કરાઈ છે. આ 90 બોટલ માં આર્યુવેદીક દવાના નામને અન્ય સીરપ હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર પોલીસે બે આરોપી સાથે 90 બોટલ સહિત 13 હજાર 140 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે. 

જામનગરમાં પણ નશાકારક બોટલ પકડાઈ
તો બીજી તરફ, જામનગરમાં પણ નશાકારક આયુર્વેદ પીણાની બોટલો ઝડપાઈ છે. સત્યમ કોલોની વિસ્તારમાં દીપ પાન નામની દુકાનમાંથી બોટલો ઝડપાઈ છે. સીટી-સી ડિવિઝન પોલીસ દ્વારા 96 જેટલી બોટલો ઝડપી પાડવામાં આવી છે. જામનગરમાં ખેડા જેવી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ...?

ખેડામાં આયુર્વેદિક દવા પીવાથી મોત બાદ રાજ્યભરતમાં પોલીસની ડ્રાઈવ ચાલીર હી છે. ત્યારે સુરત શહેરમાં પણ મેડિકલ સ્ટોર પર સુરત SOG અને PCB ના દરોડા પડ્યા હતા. સુરત શહેરના અલગ અલગ મેડિકલ સ્ટોર પર દરોડા પાડી 2 હજાર થી વધુ નશાકારક સીરપ ઝડપી પાડી છે. ડોક્ટરના પિસ્ક્રીપ્શન વગર  આ નશાકારક સિરપ વેચાઈ રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news