ગાંધીનગર મનપાની ચૂંટણીમાં મતદાતાઓની નિરસતા, મંદ ગતિએ થઈ રહ્યું છે વોટિંગ
ગુજરાતમાં આજે ચૂંટણી દિવસ છે. ગુજરાતના વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ખાલી પડેલી બેઠકો પણ આજે મતદાનનું આયોજન કરાયુ છે. સવારે 8 વાગ્યાના ટકોરે મતદાન શરૂ થઈ ગયુ છે. જેમાં સૌની નજર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પર છે. આ સાથે જ બનાસકાઁઠાની થરા નગરપાલિકા અને તાપીમાં પણ આજે મતદાન છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં આજે ચૂંટણી દિવસ છે. ગુજરાતના વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ખાલી પડેલી બેઠકો પણ આજે મતદાનનું આયોજન કરાયુ છે. સવારે મતદાન શરૂ થઈ ગયુ છે. જેમાં સૌની નજર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પર છે. આ સાથે જ બનાસકાઁઠાની થરા નગરપાલિકા અને તાપીમાં પણ આજે મતદાન છે.
મનપાની ચૂંટણીમાં અત્યારસુધીમાં 17.54 ટકા મતદાન થયુ છે. સૌથી વધુ મતદાન વોર્ડ-7માં 26 ટકા જ્યારે સૌથી ઓછુ મતદાન વોર્ડ-5માં 12.07 ટકા અત્યારસુધી નોંધાયું છે.
શક્તિસિંહ ગોહિલ ગાંધીનગર મનપા ચૂંટણી માટે બાઈક પર સવાર થઈને મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે પેટ્રોલ ડીઝલમાં ભાવના વધારાનો આ રીતે વિરોધ દર્શાવ્યો હતો.
હીરાબાએ કર્યું મતદાન
પીએમ મોદીના માતા હીરાબાએ રાયસણમાં વોર્ડ નંબર 10માં વાડીભાઈ વિદ્યા સંકુલની પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદા શરૂ થઈ ગયુ છે. ગાંધીનગર મનપા ની 11 વોર્ડ ની 44 બેઠકો પર મતદાન શરૂ થઈ ગય છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કુલ 162 ઉમેદવારો મેદાને છે. આ માટે ગાંધીનગર મનપા ચૂંટણી માટે 284 મતદાન મથકો ઉભા કરાયા છે. જેમાં 144 સંવેદનશીલ, તો 4 અતિસંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાયા છે. ગાંધીનગર મનપાના 2,81,897 મતદારો મતદાન કરશે. જેમાં 1,45,130 પુરુષ મતદારો અને 1,36,757 સ્ત્રી મતદારો અને 9 અન્ય મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પાંચ જેટલા ચૂંટણી અધિકારીઓ ચાંપતી નજર રાખશે. મતદાન માટે 317 સીયુ મશીન, 461 બીયુ મશીન ઉપયોગમાં લેવાશે. 1775 પોલિંગ સ્ટાફ મતદાનની કામગીરી સંભાળશે. મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા માટે 1270 પોલીસ કર્મચારીઓ હાજર રહેશે. આજે મતદાન બાદ 5 ઓક્ટોબરના રોજ 5 સ્થળોએ મત ગણતરી થશે.
અમદાવાદમાં ઈસનપુર બેઠક પર ચૂંટણી
અમદાવાદ મહાનગરપાલિકાની ઈસનપુર બેઠક પર પણ આજે પેટાચૂંટણીનો જંગ ખેલાઈ રહ્યો છે. ચાલુ કોર્પોરેટર ગૌતમ પટેલના નિધન બાદ ખાલી પડેલી બેઠક આજે મતદાન થઈ રહ્યુ છે. ગૌતમ પટેલના પુત્ર મૌલિક પટેલને ઉમેદવાર બનાવાયા છે. ઈસનપુરની બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. ભાજપના મૌલિક પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભાવેશ દેસાઈ છે. તો ચાંદખેડા બેઠક પર રીના પટેલ ભાજપના ઉમેદવાર અને દિવ્યા રોહિત કોંગ્રેસના ઉમેદવાર છે. ભાજપના પ્રતિભાબેને નાદુરસ્ત તબિયતના રાજીનામુ આપ્યુ છે. પરંતુ આજે રવિવાર હોઈ અમદાવાદમાં મતદાન મથકો પર લોકોને રસ ઓછો છે. રવિવાર હોવાથી લોકો મતદાન મોડા કરી શકે તેવી આશા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે