ભાજપના સાંસદનો સણસણતો આરોપ, નીતિન પટેલને કારણે સૌની યોજનાનું કામ મોડું થયું

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને સાંસદ નારણ કાછડિયા સામસામે આવી ગયા છે. સોશિયલ મીડિયામાં ભાજપના જ બે નેતા સામસામે આવી ગયા છે. નીતિન પટેલે (Nitin Patel) કહ્યું હતું કે ભાજપમાં જ વિભીષણ પણ છે અને મંથરા પણ છે. નીતિન પટેલને જવાબ આપતા નારાણ કાછડિયા (Naran Kachhadiya) એ બળાપો કાઢતા કહ્યું કે, નીતિન પટેલ તો અમારી સામે પણ નહોતા જોતા.  સોશિયલ મીડિયા પર આ રીતે સાંસદ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સામે આવી જતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે
ભાજપના સાંસદનો સણસણતો આરોપ, નીતિન પટેલને કારણે સૌની યોજનાનું કામ મોડું થયું

ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને સાંસદ નારણ કાછડિયા સામસામે આવી ગયા છે. સોશિયલ મીડિયામાં ભાજપના જ બે નેતા સામસામે આવી ગયા છે. નીતિન પટેલે (Nitin Patel) કહ્યું હતું કે ભાજપમાં જ વિભીષણ પણ છે અને મંથરા પણ છે. નીતિન પટેલને જવાબ આપતા નારાણ કાછડિયા (Naran Kachhadiya) એ બળાપો કાઢતા કહ્યું કે, નીતિન પટેલ તો અમારી સામે પણ નહોતા જોતા.  સોશિયલ મીડિયા પર આ રીતે સાંસદ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સામે આવી જતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે

અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ બળાપો કાઢ્યો છે. સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે, નીતિન પટેલના કારણે સૌની યોજનાનું કામ અટક્યું. નારણ કાછડિયાએ મીડિયા સામે કહ્યું ક, નરેન્દ્ર મોદી તો દિલ્હી જતા રહ્યા હતા, પરંતુ નીતિનભાઈને કારણે સૌની યોજનાનું કામ અટક્યુ છે. નીતિનભાઈને લીધે સૌની યોજના પાઠી ઠેલાઈ હતી. નીતિનભાઈ જે બોલ્યા તે મારા મત વિસ્તાર માટે બોલ્યા હતા. 

તો તેમણે વધુમાં કહ્યું કે, એકવાર નીતિનભાઈએ કહ્યું હતું કે, તેમણે રાજકીય સફર દરમિયાન ઘણુ બધુ જીવનમાં ગુમાવ્યું. પાર્ટી માટે તેમણે સમય આપ્યો. પાર્ટીનો જ્યારે સુવર્ણકાળ આવ્યો ત્યારે આવા કાર્યકર્તાઓને મહત્વ મળવો જોઈએ. ત્યારે નીતિનભાઈએ હવે વિચારવુ જોઈએ કે, હાઈકમાન્ડે જે નિર્ણય લીધો છે તે યોગ્ય છે. તેવા જ લોકોને સ્થાન આપ્યું છે જેઓ યોગ્ય છે. નીતિન પટેલે હવે સામેથી કહેવુ જોઈએ કે, મેં 25 વર્ષ જવાબદારી નિભાવી છે, તો હવે મારે સેકન્ડ કેડર તૈયાર કરવાની મદદ કરવી જોઈએ. નીતિન પટેલ ‘કહી પે નજર, કહી પે નિગાહે અને નિશાના કહી પે...’ જેવુ કરી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news