Teesta Setalvad case: તીસ્તા વિરુદ્ધ SITએ ફાઈલ કરી ચાર્જશીટ, PM મોદીને મોતની સજા અપાવવાનું હતું ષડયંત્ર
તીસ્તા સહિત બન્ને અધિકારીઓએ ખોટા દસ્તાવેજો ઉભા કરી ષડયંત્ર ઘડ્યું હતું. ખોટા દસ્તાવેજ ઉભા કરવામાં તીસ્તાને ભટ્ટ અને શ્રીકુમારે મદદ કરી હતી.
Trending Photos
અમદાવાદ: ગુજરાતમાં તીસ્તા સેતલવાડ વિરુદ્ધના કેસમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તીસ્તા સેતલવાડ સામે SITએ ચાર્જશીટ ફાઈલ કરી છે. ગુજરાત વિરોધી તિસ્તા સેતલવાડના ષડયંત્રનો SITએ પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તીસ્તા વિરુદ્ધ ગંભીર આરોપોના પુરાવા કોર્ટમાં રજૂ કરાયા હતા. તીસ્તા સેતલવાડે પીએમ નરેન્દ્ર મોદીને મોતની સજા અપાવવાનું ષડયંત્ર રચ્યું હતું. જેમાં સંજીવ ભટ્ટ અને આર.બી.શ્રીકુમારે પણ સાથ આપ્યો હતો.
તીસ્તા સહિત બન્ને અધિકારીઓએ ખોટા દસ્તાવેજો ઉભા કરી ષડયંત્ર ઘડ્યું હતું. ખોટા દસ્તાવેજ ઉભા કરવામાં તીસ્તાને ભટ્ટ અને શ્રીકુમારે મદદ કરી હતી. એટલું જ નહીં, તીસ્તા પીડિત સાથ ન આપે તો ધમકી પણ આપતા હતા. મહત્વનું છે કે, ગુજરાતમાં તીસ્તા સેતલવાડ દ્વારા કોમી તોફાનોમાં કેસમાં ખોટા દસ્તાવેજ ઉભા કરવાનો મામલે હાલ SIT તપાસ કરી રહી છે.
શું છે તીસ્તા સેતલવાડ વિરુદ્ધ આરોપો?
આરોપ છે કે ઝાકિયા જાફરીની અરજીના આધારે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરીને અલગ-અલગ કમિશનમાં નકલી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં તિસ્તા સેતલવાડની મુંબઈમાં તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટને સમન્સ પાઠવવામાં આવ્યા હતા.
25 જૂને થઇ હતી ધરપકડ
ગુજરાત ATSની ટીમે તિસ્તા સેતલવાડની મુંબઈના જુહુ સ્થિત તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. તિસ્તા સેતલવાડ અને પૂર્વ IAS અધિકારી આરબી શ્રીકુમારની 25 જૂને ધરપકડ કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધ્યા બાદ ગુજરાતના પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારને ક્રાઇમ બ્રાન્ચ બોલાવવામાં આવ્યા હતા અને તેમની પુછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે