medical college
આજથી રાજકોટ AIIMS મેડિકલ કોલેજની પ્રથમ બેચનો પ્રારંભ, સીએમ ઓનલાઈન જોડાયા
- પ્રથમ બેચ માટે 50 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું
- રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઈ-શુભારંભ કરાવ્યો
- 1195 કરોડના ખર્ચે રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલ બનાવાશે
21 ડિસેમ્બરથી રાજકોટ AIIMSની મેડિકલ કોલેજનું શિક્ષણ કાર્ય થશે શરૂ
આવતીકાલથી શરૂ થતી AIIMS ની પ્રથમ બેચના 50 વિદ્યાર્થીઓને પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ ખાતે અભ્યાસ કરાવવામાં આવશે.
Dec 20, 2020, 03:59 PM ISTવડોદરા મેડિકલ કોલેજના લંપટ બાબુનો એક કેસ ખોલ્યો અને પાછળ નિકળી આખી વણઝાર
સામાન્ય રીતે એસીબી દ્વારા સરકારી બાબુઓ સામે લાંચ માંગવા અંગેની ફરિયાદ નોંધવમાં આવતી હોય છે. જો કે એસીબીમાં જાતીય સતામણી બદલ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે એસીબીના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. એસીબીએ વડોદરા મેડિકલ કોલેજના એનોટોમી વિભાગના તત્કાલીન પ્રાધ્યાપક શૈલેષ નાગર વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને આઇપીસીની કલમ 354 (ક) અંતર્ગત ગુનો દાખલ કર્યો છે.
Nov 25, 2020, 10:12 PM ISTભરૂચવાસીઓને સરકારે આપી મોટી ભેટ, નવી મેડિકલ કોલેજ માટે આપી મંજૂરી
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યુ કે, આ કોલેજે એમ.બી.બી.એસ.ની ૧૫૦ બેઠકો મેળવવા અને દર્દીઓને વધુ સારી સારવાર-સુવિધા મળે તે માટે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરી હતી, જેને મંજૂરી મળતાં ભરૂચ ખાતે આ નવી કોલેજ કાર્યરત થશે
Oct 21, 2020, 06:57 AM ISTગુજરાતના ગોધરાને મેડિકલ કોલેજની ભેટ, 325 કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક હોસ્પિટલ
મેડિકલ કોલેજ ના સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ લાઈવ આવ્યા હતા. ભારત સરકારના આરોગ્ય મંત્રાલય તરફથી ગુજરાત આરોગ્ય વિભાગ ને એક પત્ર મળ્યો છે. આ પત્રની વિગતો પ્રમાણે ગુજરાત સરકારે અગાઉ ભારત સરકારની યોજના અંતર્ગત 75 જિલ્લા માં મેડિકલ કોલેજો નથી ત્યાં મેડિકલ કોલેજ શરૂ કરવા ની જાણકારી છે. કેન્દ્ર સરકારે આપણી પાસે દરખાસ્ત માંગી હતી રાજ્ય સરકાર તરફથી પ્રથમ ત્રણ શહેરોમાં નવી મેડિકલ કોલેજ બનાવવા માટે દરખાસ્ત કરી હતી. જેમાં નવસારી રાજપીપળા અને પોરબંદર નો સમાવેશ થાય છે મને આનંદ છે ભારત સરકાર આવ અગાઉ આ ત્રણેય કોલેજને મંજૂરી આપી હતી.
Sep 19, 2020, 08:03 PM ISTમેડિકલ સ્ટુડન્ટ્સની ફી માફી આપવા માંગ, વાલી-વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી વ્યથા
મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી માફી અને છૂટ આપવા માંગ કરવામાં આવી છે. ગુજરાત સેલ્ફ ફાયનાન્સ મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન હવે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની માંગ સરકાર સુધી પહોંચાડશે. સવારે 10 વાગ્યાથી #saynotofees હેસટેગ સાથે ટ્વિટર ટ્રેન્ડ શરૂ કર્યો છે.
Aug 11, 2020, 11:18 AM ISTજૂનાગઢની મેડીકલ કોલેજમાં દીપડો દેખાયો
જૂનાગઢની મેડીકલ કોલેજમાં દીપડો દેખાયો હતો. મોડી રાત્રીના કોલેજના પટાંગણમાં દીપડો આવ્યો હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં જોવા મળ્યા હતા. 29 ફેબ્રુઆરીએ રાત્રીના સમયે દીપડો દેખાયો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. મેડીકલ કોલેજમાં દીપડો આવી ચડયો હોય તેવી પ્રથમ ઘટના જોવા મળી હતી.
Mar 3, 2020, 05:05 PM ISTઅમદાવાદ : દર્દીઓની સારવાર કરતા કરતા ડોક્ટરો ડેન્ગ્યુની ઝપેટમાં
રાજ્યભરમાં ડેન્ગ્યુ (Dengue)નો કહેર યથાવત છે. ગુજરાત (Gujarat)માં ડેન્ગ્યુનો રોગચાળો બેકાબૂ બન્યો છે અને ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે જેટ સ્પીડે વધી રહી છે. તેને કાબૂ કરવું પણ હાલ તંત્ર માટે એક ચેલેન્જ સમાન બની રહ્યું છે. જેમાં હવે લોકોની સાથે તબીબો પણ ડેન્ગ્યુના ભરડામાં આવી રહ્યાં છે. મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરો (Doctors) પોતે જ ડેન્ગ્યુના શિકાર બન્યા છે. દર્દીઓની સારવાર કરી રહેલા અમદાવાદની જુદી જુદી મેડિકલ કોલેજો (Medical College) ના આશરે 100 જેટલા રેસિડેન્ટ ડોકટરો બીમાર થયા છે.
Oct 18, 2019, 10:32 AM ISTનવી મેડિકલ કોલેજ શરૂ કરવાની કરાઈ જાહેરાત
નવી મેડિકલ કોલેજ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. આ જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે.
Oct 12, 2019, 10:40 AM ISTગુજરાતમાં આ સ્થળે શરૂ થશે નવી મેડિકલ કોલેજ, Dy.CM નીતિન પટેલે કરી જાહેરાત
ગુજરાના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યના અનેક વિસ્તારોમાં નવી મેડિકલ કોલેજો શરૂ કરવાની દરખાસ્ત કરી હતી. જેમાં નર્મદા, નવસારી અને પોરબંદરમાં નવી મેડકિલ કોલેજો શરૂ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં પ્રજાજનો માટે આરોગ્યની સવલતો વધે તે માટે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.
Oct 11, 2019, 07:22 PM ISTમેડિકલ કોલેજની હોસ્ટેલના ધાબા પર મળી દારૂનો બોટલ્સ
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અમદાવાદની જાણીતી બી. જે. મેડીકલ કોલેજના હોસ્ટેલના ધાબા પરથી અનેક વિદેશી બ્રાન્ડેડ દારૂની બોટલ મળી આવી છે. બી. જે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ બોલિવૂડના કબીર સિંગ બનાવા માગતા હોય તેમ દારૂનું સેવન કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.
Oct 7, 2019, 12:10 PM ISTસમગ્ર દેશમાં ખુલશે 75 નવી મેડિકલ કોલેજ, 15,700 સીટ વધશેઃ મોદી કેબિનેટની મંજુરી
કેન્દ્ર સરકાર નવી મેડિકલ કોલેજો ખોલવા પાછળ રૂ.24 હજાર કરોડનો ખર્ચ કરશે અને આગામી 3 વર્ષમાં એટલે કે 2020-21 સુધીમાં આ કોલેજો બનીને તૈયાર થઈ જશે
જામનગર: એમપી શાહ મેડિકલ કોલેજમાં રેગિંગના કિસ્સામાં બે વિરૂદ્ધ નોધાઇ ફરિયાદ
જામનગરની વિખ્યાત એમપી શાહ મેડિકલ કોલેજમાં રેગિંગની ચકચાર જગાવનારી ઘટનામાં આજે આખરે રેગિંગનો ભોગ બનેલ વિદ્યાર્થી દ્વારા બે સિનિયર વિદ્યાર્થીઓ વિરુદ્ધ સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. હવે સમગ્ર ઘટનાને લઈને એન્ટી રેગિંગ કમિટીની તપાસ બાદ પોલીસ પણ આ મામલે બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરશે. જ્યારે રેગિંગની ઘટનામાં પોલીસ ફરિયાદ બાદ હવે નવો વળાંક આવ્યો છે.
Jun 5, 2019, 07:51 PM ISTદેશમાં મેડિકલ અભ્યાસનું હબ બનશે ગુજરાત: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
150 બેઠકો વાળી કોલેજમાં હવે 185 બેઠકો બનશે જેમાં 185 બેઠકમાંથી 28 બેઠક ઓલ ઇન્ડિયાના ક્વોટામાં જશે. ગુજરાતમાં મેડિકલ બેઠકોમાં 10 ટકા ઈબીસીને કારણે બેઠકોમાં વધારો થશે.
May 29, 2019, 05:23 PM ISTવિસનગરમાં આવેલી નૂતન મેડીકલ કોલેજને 150 બેઠકોની મંજૂરી
વિસનગરમાં આવેલી નૂતન મેડીકલ કોલેજને 150 બેઠકોની મંજૂરી મળી છે, આ તમામ 150 બેઠકો આ વર્ષથી ભરવામાં આવશે, આ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે
Apr 26, 2019, 08:10 PM ISTરાજકોટમાં AIIMS બનાવા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત
રાજકોટના ખંઢેરીમાં બનશે AIIMS
Jan 3, 2019, 05:20 PM IST