વિદેશના અને ગોવાના બીચોને પણ પાછળ પાડે તેવો છે ગુજરાતનો આ અત્યંત સુંદર બીચ, જુઓ Photos

Gujarat Tourisam : ગુજરાતમાં આમ તો અનેક બીચ આવેલા છે પરંતુ આ બીચ એવો છે કે જે સુંદરતા તથા સ્વસ્છતામાં ભલા ભલા બીચને પાછળ પાડે તેવો છે. વિદેશના બીચો અને ગોવા સુધી લાંબા થતા લોકો માટે ગુજરાતનો આ બીચ અદભૂત સૌંદર્ય પૂરું પાડે તેવો છે. ભારતે પહેલીવાર દુનિયાના બ્લુ ફ્લેગ બીચ ધરવતા દેશોમાં સ્થાન મેળવી લીધું છે. ગુજરાતના આ 2 બીચો તમે જોયા નથી તો કંઈ નથી જોયું..

વિદેશના અને ગોવાના બીચોને પણ પાછળ પાડે તેવો છે ગુજરાતનો આ અત્યંત સુંદર બીચ, જુઓ Photos

Gujarat Tourisam : ગુજરાતમાં આમ તો અનેક બીચ આવેલા છે પરંતુ આ બીચ એવો છે કે જે સુંદરતા તથા સ્વસ્છતામાં ભલા ભલા બીચને પાછળ પાડે તેવો છે. વિદેશના બીચો અને ગોવા સુધી લાંબા થતા લોકો માટે ગુજરાતનો આ બીચ અદભૂત સૌંદર્ય પૂરું પાડે તેવો છે. ભારતે પહેલીવાર દુનિયાના બ્લુ ફ્લેગ બીચ ધરવતા દેશોમાં સ્થાન મેળવી લીધું છે. ભારતના 8 બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે. જેમાંથી એક બીચ તો ગુજરાતમાં છે. જ્યારે બીજો દીવમાં છે. ખાસ જાણો તેના વિશે. હવે ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. તમારા માટે આ ઉત્તમ પ્રવાસન સ્થળ સાબિત થઈ શકે છે. તમને આ બીચો ઉત્તમ આનંદ આપી શકે છે. 

શિવરાજપુર બીચ
દેવભૂમિ દ્વારકાથી માત્ર 12 કિલોમીટરના અંતરે આવેલો આ બીચ તમને વિદેશના કોઈ પણ બીચની યાદ અપાવી દે તેવો અદભૂત અને સુંદર બીચ છે. ગુજરાતના પ્રખ્યાત બીચમાંથી એક છે જેને બ્લુ ફ્લેગનો દરજ્જો મળેલો છે. તે સફેદ રેતીનો બીચ છે. આ બીચ એકદમ રળિયામણો, શાંત અને કુદરતના અદભૂત સૌંદર્યનો સમન્વય ધરાવતો બીચ છે. 

શુ છે આ બ્લુ ફ્લેગ બીચ, આ કારણે મળે છે માન્યતા

બ્લુ ફ્લેગ બીચ એક સર્ટિફાઈડ પ્રોગ્રામ છે. જેમાં એવું નક્કી થાય છે કે બીચ સંપૂર્ણ રીતે સાફ અને સુરક્ષિત હોય તથા લોકોને પૂરતી સુવિધાઓ મળી રહે. આ માટે કુલ 32 ક્રાઈટેરિયા હોય છે. જે પૂરા થાય પછી તેની દરખાસ્ત મૂકાય છે. જે 32 પેરામીટર હોય છે જેને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ નક્કી કરતી હોય છે. ત્યારબાદ તે સ્થળને બ્લુ ફ્લેગની માન્યતા મળતી હોય છે. આ બીચ માટે વિઝિટિંગ અવર્સ સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીના હોય છે. તેની એન્ટ્રી ફી 30 રૂપિયા છે. 

કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે
આ બીચ પર સ્કુબા ડાઈવિંગ, સ્નોર્કલિંગ, બોટિંગ, અને આઈલેન્ડ ટુર જેવી પ્રવૃત્તિઓ થાય છે. શિવરાજપુર બીચ નજીક દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, રુકમણી દેી મંદિર અને દ્રારકા સનસેટ પોઈન્ટ જેવા પ્રવાસન સ્થળો પણ આવેલા છે. 

કેવી રીતે જવાય આ બીચ પર
બાય રોડ જવું હોય તો આ બીચ જામનગરથી 142 કિમી, રાજકોટથી 236 કિમી અને અમદાવાદથી 462 કિમીના અંતરે છે. તે મહત્વના સ્થળોથી રોડમાર્ગે જોડાયેલો બીચ છે. આ ઉપરાંત ટ્રેન દ્વારા જવું હોય તો સૌથી નજીકનું રેલવે સ્ટેશન દ્વારકા છે. જે બીચથી આશરે 14 કિમીના અંતરે છે. ત્યાં પહોંચવા માટે 25 મિનિટ જેટલો સમય થાય છે. બાય એર જવા માટે નજીકનું એરપોર્ટ જામનગર છે. જે દેશના અન્ય મહત્વના શહેરો જેમ કે મુંબઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ સાથે કનેક્ટેડ છે. શિવરાજપુર બીચથી એરપોર્ટ લગભગ 138 કિમીના અંતરે છે અને આશરે પોણા ત્રણ કલાક જેટલો સમય થાય છે. 

ઘોઘલા બીચ : દીવના મુખ્ય શહેરથી 15 કિલોમીટર જેટલો દૂર

બીજો અદભૂત બીચ છે ઘોઘલા બીચ જે ઘોઘલા ગામમાં આવેલો છે. આ બીચ ગુજરાત નજીક સંઘ પ્રદેશ દીવના મુખ્ય શહેરથી 15 કિલોમીટર જેટલો દૂર છે. અહીં ખોરાક અને રહેવાની સગવડ જેવી જરૂરી સુવિધાઓ મળી રહે છે. દીવ જિલ્લાનો એક એક અદભૂત અને સુંદર બીચ ગણાય છે. બીચ એક ટુરિસ્ટ કોમ્પ્લેક્સ છે જે તમામ પાયાની સુવિધાઓ પૂરી પાડે છે. આ બીચ પર બે સૌથી લોકપ્રિય સાહસીક પ્રવૃત્તિઓ જોવા મળે છે. 1 પેરાસેલિંગ અને બીજી પાણીના સ્કૂટર્સ. 

દીવનું સૌથી રમણીય સ્થળ છે ઘોઘલા બીચ,  દીવ શહેરની ઉત્તરે ઘણાં લોકો રહે છે, તે પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત કરે છે જેઓ ભીડ સાથે નહીં પણ એકાંતમાં રહેવાનું પસંદ કરે છે. જળની રમતની સાથે આજુબાજુના પ્રમાણભૂત રેસ્ટોરન્ટ સાથે આ બીચ પૂર્ણ છે. ઘોઘલા બીચ ઓછા પ્રવાસીઓના કારણે શહેરના અન્ય દરિયાકિનારાની તુલનામાં ખૂબ સ્વચ્છ છે. આ બીચ શહેરની સીમમાં આવેલો છે એટલે ઘણાને તેના વિશે જાણ હોતી નથી. જેઓ એકલતાનો આનંદ માણવા માંગે છે તેમના માટે આ બીચ સ્વચ્છ અને સલામત પાણીની રમત જેમ કે પેરાસેલિંગ, સર્ફિંગ અને કેળાની હોડીમાં ભાગ લે છે તે એક શ્રેષ્ઠ સ્થળ છે. બીચ સારી રીતે જાળવવામાં આવે છે અને આ બીચ કૌટુંબિક રજા માટે શ્રેષ્ઠ પસંદગીનું સ્થળ છે. 

કેવી રીતે જવાય
જો બાય એર જવું હોય તો દીવનું નાગોઆ ખાતે એક એરપોર્ટ છે જે મુંબઈથી દીવ અને અમદાવાદથી દીવ સુધીની ફ્લાઈટ દ્વારા જોડાયેલું છે. ટ્રેન દ્વારા જવું હોય તો નજીકનું રેલવે સ્ટેશન વેરાવળ છે. જે દીવથી 90 કિમી દૂર છે. મુંબઈ, અમદાવાદ, પુણે, જબલપુર, દ્વારકા અને તિરુવનંતપુરમ જેવા મોટા શહેરો વેરાવળ રેલવે સ્ટેશન સાથે સીધી રીતે જોડાયેલા છે. વળી દેલવાડામાં એક મીટરગેજ દીવથી માત્ર 8 કિમી દરરોજ બે ટ્રેનો જૂનાગઢ અને વેરાવળને દેલવાડા સ્ટેશન સાથે જોડે છે. ગુજરાત અને મહારાષ્ટ્ર હવાઈ માર્ગે જોડાયેલા છે. જે દેશના મુખ્ય નેશનલ હાઈવેને જોડે છે. વડોદરા 595 કિમી, દમણ 768 કિમી, અમદાવાદ 370 કિમી અને મુંબઈ 950 કિમી છે. રાજ્ય સંચાલિત અને ખાનગી બસો દોડે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news