તુવેરની દાળના ભાવ મુદ્દે ગૃહ ગાજ્યું, પ્રશ્નોત્તરીમાં સરકાર પર પડેલી ભીંસથી CM એ અધિકારીઓનો ઉધડો લીધો
Trending Photos
- તુવેરના ભાવના મુદ્દા ઉપર કોંગ્રેસે આજે ગૃહમાં સરકારને ધેરી લીધી હતી. ત્યારે તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને દરમિયાનગીરી કરવી પડી હતી
- ગૃહમાં તુવેરદાળના મુદ્દે સરકાર પર પડેલી ભીંસ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓ પર નારાજગી વ્યક્ત કરી
- રૂપાણીએ ગૃહમાં ચેલેન્જ ફેંકી હતી કે, બજારમાં ક્યાંય પણ 39 રૂપે તુવેરની દાળ મળતી હોય તો અમે બધા જવાબ આપવા તૈયાર છીએ
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાત વિધાનસભાનું ગૃહ આજે તુવેર દાળના મુદ્દે ગાજી ઉઠ્યું હતું. તુવેર દાળના મુદ્દા પર ગૃહમાં હોબાળો થયો હતો. તુવેર દાળના ભાવને લઈને ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ સામસામે આક્ષેપબાજી કરી હતી. ત્યારે આ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહમાં ચેલેન્જ ફેંકી હતી કે, બજારમાં ક્યાંય પણ 39 રૂપે તુવેરની દાળ મળતી હોય તો અમે બધા જવાબ આપવા તૈયાર છીએ. આ મુદ્દે ધમાસાણ થતા કોંગ્રેસના ધારાસભ્યો ઋત્વિક મકવાણા અને અમરીશ ડેર તેમજ ભાજપના શશીકાંત પંડ્યાને ગૃહમાં ખલેલ ઉભા કરવાના મુદ્દે અધ્યક્ષે ગૃહની બહાર મૂક્યા હતા.
તુવેરના ભાવના મુદ્દા ઉપર કોંગ્રેસે આજે ગૃહમાં સરકારને ધેરી લીધી હતી. ત્યારે તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને દરમિયાનગીરી કરવી પડી હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ તુવેર દાળના મુદ્દા ઉપર ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. પરંતુ મુખ્યમંત્રીના જવાબથી પણ સંતોષ નહીં થતા કોંગ્રેસ આક્રમક મોડમાં આવી ગઈ હતી. તુવરે અને તુવેર દાળના ભાવને લઈને ગૃહમાં કોંગ્રેસના કિરીટ પટેલે કહ્યું કે, સરકાર તુવેર ટેકાના ભાવે 39 રૂપિયા ખરીદે છે, તો લોકોને કેમ 61 રૂપિયે આપે છે. આ તફાવત બે મહિનાના ગાળા માટે આવી રહ્યો છે. ત્યારે તેના જવાબમાં મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર કોઇ ખરીદી કરતુ નથી. કેન્દ્ર સરકાર અને નાફેડ ખરીદી કરે છે. તમારા આંકડા ખોટા છે. સરકારે ફેબ્રુઆરી 2021 માં ખરીદી માટે પરીપત્ર કર્યો છે. તુવર અને તુવર દાળ અલગ છે. તુવેરને ખરીદીને એના પર પ્રોસેસ કરીને દાળ બનાવાય છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે તુવેરની દાળની ખરીદીમાં સરકારના પરિપત્રમાં 39 રૂપિયા ખરીદી અને મુખ્યમંત્રી અને મંત્રીના નિવેદનમાં 91 રૂપે ખરીદીની વાત છે એટલે તફાવત 52 રૂપિયાનો પડે છે તેવું જણાવ્યું હતું.
આ પણ વાંચો : ગુજરાતમાં ધૂળેટીની ઉજવણીને લઈને DGP એ આપ્યા મોટા અપડેટ
ત્યારે ભાવ મામલે દરમિયાનગીરી કરીને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અમે તુવેરદાળ 91 રૂપિયે ખરીદીને ગરીબોને 61 રૂપિયે આપી છે. પ્રતિ કિલો 30 રૂપિયાની સબસીડી કે સહાય સરકારે ભોગવી છે. જે ભાવથી માલ આવ્યો એ ભાવથી વેચાણ કરીએ છીએ, ગરીબોને ઓછા ભાવ મળે તે માટે 91 રૂપિયા દાળ ખરીદી 61 રૂપીએ દાળ વિતરણ કરી છે. પ્રતિ કિલો 30 રૂપિયાની સહાય આપી છે. જે તે સમયે ભાવ વધારે હતો, અમે ગરીબોને સસ્તું અનાજ મળે માટે ઓછા ભાવે વિતરણ થયું. ત્યારે આ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહમાં ચેલેન્જ ફેંકી હતી કે, બજારમાં ક્યાંય પણ 39 રૂપે તુવેરની દાળ મળતી હોય તો અમે બધા જવાબ આપવા તૈયાર છીએ. આ મુદ્દે ધમાસાણ થતા કોંગ્રેસના ધારાસભ્યો ઋત્વિક મકવાણા અને અમરીશ ડેર તેમજ ભાજપના શશીકાંત પંડ્યાને ગૃહમાં ખલેલ ઉભા કરવાના મુદ્દે અધ્યક્ષે ગૃહની બહાર મૂક્યા હતા.
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, પરિપત્ર 39 નો હશે, નાફેડના ભાવ મુજબ પરિપત્ર કાઢ્યો હશે, બજારમાં ભાવ આજે જાણી લેવામાં આવે. મારી ચલેન્જ છે કે, 39 માં દાળ મળતી હોય તો અમે ગૃહમાં જવાબ આપવા તૈયાર છીએ. બજારમાં ક્યાંય 39 રૂપિયામાં દાળ નથી મળતી. અમે દાળ ખરીદી ગરીબોને સસ્તામાં અપીએ છીએ.
ત્યારે મુખ્યમંત્રીના જવાબથી પણ સંતોષ ન થતા કોંગ્રેસ આક્રમક મોડમાં આવી ગયું હતું. કોંગ્રેસના સભ્યોએ વિધાનસભા ગૃહમાં સૂત્રોચાર કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ‘ભાજપવાળા દાણચોરી’ના સૂત્રોચ્ચારો કર્યા હતા. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, પડતર ભાવમાં વિતરણ થતું નથી. વચ્ચેની મલાઈ કોણ તારવી જાય છે. આમ, તુવેર દાળના પ્રશ્નો ઉપર અડધો કલાકની ચર્ચા દરમિયાન ગૃહમાં હોબાળો થયો હતો.
તુવેર દાળ મુદ્દે પ્રશ્નોત્તરી કાળ બાદ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અને નિગમના અધિકારીઓને મુખ્યમંત્રીનું તેડુ આવ્યું હતું. મંત્રી જયેશ રાદડિયા પણ મુખ્યમંત્રીના ચેમ્બરમાં પહોંચ્યા હતા. સરકારના પરિપત્રથી સરકાર પ્રશ્નોત્તરી કાળ સમયે સરકાર ભરાઈ હતી. તાત્કાલિક ગૃહમાંથી જ બધાને બોલાવાયા હતા. જોકે, ગૃહમાં તરત યોગ્ય જવાબ ન મળતા હોવાથી મુખ્યમંત્રીએ ઉઘડો લીધો. ગૃહમાં તુવેરદાળના મુદ્દા ઉપર સરકાર પર પડેલી ભીંસ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નારાજગી વ્યક્ત કરી હતી. વિધાનસભા પ્રશ્નોત્તરી પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અન્ન અને નાગરિક પુરવઠાના કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા, રાજ્યકક્ષાના મંત્રી હકુભા જાડેજા અને નાગરિક પુરવઠાના ઉચ્ચ અધિકારીઓને પણ મુખ્યમંત્રીએ બોલાવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાગરિક પુરવઠા વિભાગના 26 ફેબ્રુઆરી 2021 ના પરિપત્ર અને ગૃહમાં જવાબ ન આપી શકવાના મુદ્દા ઉપર મુખ્યમંત્રીએ આકરું વલણ દાખવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે