ફરી એકવાર ગુજરાત થથરશે: હવામાન વિભાગે કોલ્ડવેવની આગાહી કરી, નાગરિકોને ખાસ અપીલ

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર થથરાવી દે તેવી આગાહી કરવામાં આવી છે. ફરીથી ઠંડી વધવાની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 48 કલાક તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. અમદાવાદ આસપાસના સ્થળોએ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડીનો ફરી એક રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા હવામાન વિભાગે કરી છે. આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે તેવી શક્યતા છે. આગામી બે દિવસ સુધી તાપમાનમાં 2 થી 5 ડિગ્રી સુધી ઘટે તેવી શક્યતા છે. 3 ફેબ્રુઆરી બાદ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વધુ ઠંડી પડવાની શક્યતા છે.
ફરી એકવાર ગુજરાત થથરશે: હવામાન વિભાગે કોલ્ડવેવની આગાહી કરી, નાગરિકોને ખાસ અપીલ

ગાંધીનગર : ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર થથરાવી દે તેવી આગાહી કરવામાં આવી છે. ફરીથી ઠંડી વધવાની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 48 કલાક તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. અમદાવાદ આસપાસના સ્થળોએ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડીનો ફરી એક રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા હવામાન વિભાગે કરી છે. આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે તેવી શક્યતા છે. આગામી બે દિવસ સુધી તાપમાનમાં 2 થી 5 ડિગ્રી સુધી ઘટે તેવી શક્યતા છે. 3 ફેબ્રુઆરી બાદ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વધુ ઠંડી પડવાની શક્યતા છે.

બીજી તરફ લોકોને સાવચેતી રાખવા બદલ હવામાન વિભાગે અપીલ કરી છે. બાળકો, સગર્ભા અને વૃદ્ધો તેમજ બીમાર લોકોને સાવચેત રહેવા સૂચના આપાઇ છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી હવામાનમાં સતત ઉથલપાથલ જોવાઇ રહી છે. ગુજરાતમાં તાપમાન વધારો ઘટાડો મોટા પ્રમાણમાં જોવા મળે છે. સતત બદલાતા વાતાવરણને કારણે લોકોમાં શરદી-ઉધરસ સહિતની બીમારીઓ ફેલાઇ છે. ત્યાર બાદ કમોસમી વરસાદ પણ ઘણી વાર પડી ચુક્યો છે. હવે ફરીથી રાજ્યમાં ઠંડીની આગાહી આપવામાં આવી છે.

આ ઉપરાંત માછીમારોને દરિયો પણ નહી ખેડવા માટે પણ અપીલ કરવામાં આવી છે. દરિયા પર પવનો ફૂંકાવાની શક્યતાને કારણે દરિયો તોફાની બને તેવી શક્યતાને જોતા દરિયો નહી ખેડવા માટે અપીલ કરવામાં આવી છે. 3 દિવસ તાપમાનનો પારો ચઢ્યા બાદ ફરી એકવાર પારો ગગડે તેવી શક્યતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news