આ ગુજરાતી યુવકનું ટેલન્ટ ગજબનું છે, 7 સેકન્ડમાં મોઢાથી છોલ્યું નારિયેળ

Trending Video : હોળીની પડકારરૂપ રમતમાં માહેર છે નવસારીનો યુવક, 7 સેકન્ડમાં યુવાને મોઢાથી છોલ્યું નારિયળ

આ ગુજરાતી યુવકનું ટેલન્ટ ગજબનું છે, 7 સેકન્ડમાં મોઢાથી છોલ્યું નારિયેળ

Viral Video ધવલ પારેખ/નવસારી : હોળીનો તહેવાર મનોરંજનથી ભરેલો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ઘણા સમાજોના યુવાનો હોળી ગીતો સાથે વિભિન્ન રમત શરતોને આધીન રમીને હોળી ઉજવતા હોય છે. ત્યારે હોળી પહેલા જ નવસારીમાં રહેતા પુરોહિત સમાજના યુવાનનો હોળીની રમતનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આ યુવક 11 સેકન્ડમાં નારિયળ (શ્રીફળ) ની છાલ છોલતો દેખાઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવાનના દાંતની મજબૂતાઈ સાથે નારિયળ છોલવાની ઝડપ અને ચોક્કસાઈ જોઈ શકાય છે.

નવસારી જિલ્લામાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાલનપુર સહિત રાજસ્થાનથી પણ મોટી સંખ્યામાં લોકો રોજગારની શોધમાં આવીને વસ્યા છે. જેમાં ગુજરાતના પુરોહિત, પ્રજાપતિ, ચૌધરી સમાજમાં હોળીના પર્વનો અદકેરું મહત્વ છે. ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના યુવાનો અગિયારસથી હોળી સુધી તહેવાર ઉજવે છે. જેમાં ભેગા થઈ હોળીના ગીતો ગાવા સાથે જ એકબીજાને પડકાર ફેંકતી રમતો પણ રમતા હોય છે. જેમાંની એક રમત નારિયળ સાથે હોય છે. જેમાં કેટલી ઝડપમાં નારિયળ છોલી શકાય, નારિયળ હવામાં ઉછળી કેટલા ટુકડા કરશે, નારિયળ દૂર પાડેલા કુંડાળામાં નારિયળ કેટલા સમયમાં અને કેટલા પ્રયાસમાં ફેંકી શકશે, જેવી રમતો હોય છે. 

આ પણ વાંચો : 

બનાસકાંઠાના ધાનેરા તાલુકાના રવિધામ ગામના વતની અને નવસારીમાં સ્થાયી થયેલા 40 વર્ષીય લક્ષ્મણ પુરોહિત પણ મિત્રો સાથે હોળીની પડકાર રૂપ રમતો તમે છે. 20 વર્ષોથી હોળીમાં રમતો રમતા લક્ષ્મણ પુરોહિતનો મોઢેથી સેકંડોમાં નારિયળ છોલતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

33.JPG

સામાન્ય રીતે નારિયેળના છોટલા છોલવામાં માણસને પરસેવો પડી જાય છે, ત્યારે લક્ષ્મણ 4 સેકન્ડથી 11 સેકન્ડ સુધીમાં નારિયેળની છાલ તેના દાંતની મજબૂત પકડ સાથે મોઢાથી છોલી નાંખે છે. જે જોઈને સૌ કોઈ અચંબિત કરે તેવું છે. 

લક્ષ્મણ કહે છે કે પરંપરાગત આ રમત વર્ષોથી અમારા ગામ અને અહીં નવસારીમાં પણ રમાય છે. મારી નારિયળ છોલવામાં ઝડપ છે અને હજી સુધી કોઈ હરાવી શક્યું નથી. નારિયળ છોલવા માટે દાંત મજબૂત હોવા જોઈએ. સાથે જ મોઢામાં છાલને દબાવવાની ટેકનિક મહત્વની છે, જો છાલ પકડવામાં ભૂલ થઈ તો હોઠમાં ઈજા થઈ શકે છે. જેની મજબૂત દાંત સાથે પ્રેક્ટિસ પણ એટલી જ જરૂરી છે. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news