મોદીના ‘કેન્દ્ર’માં ગુજરાતની સરકાર, 72માંથી 6 એટલે કે દર 12મો મંત્રી ગુજરાતથી

નરેન્દ્ર મોદી ત્રીજીવાર ભારતના પ્રધાનમંત્રી બન્યા છે. રવિવારે તેમણે પ્રધાનમંત્રી પદે શપથ લીધા હતા. પીએમ મોદીના મંત્રીમંડળમાં કુલ 72 મંત્રીઓનો સમાવેશ થાય છે. ગુજરાતનો દબદબો પણ આ મંત્રીમંડળમાં જોવા મળ્યો છે. 

મોદીના ‘કેન્દ્ર’માં ગુજરાતની સરકાર, 72માંથી 6 એટલે કે દર 12મો મંત્રી ગુજરાતથી

નવી દિલ્હીઃ સતત ત્રીજી વખત કેન્દ્રમાં મોદી સરકારે શપથ લઈ લીધા છે.. 2014 અને 2019 કરતાં સૌથી વધુ 72 મંત્રીઓએ મોદી સરકાર 3.0માં શપથ લીધા છે. જેમાં ખૂદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે. જોકે, સવાલ એ છેકે, મોદી સરકાર 3.0માં ગુજરાતને શું મળ્યું.. ચર્ચા ચાલી રહી હતી કે, આ વખતે  મોદી સરકારમાં ગુજરાતનું કદ ઘટશે પરંતુ, હકીકત એ છેકે, ગત બે વખત કરતાં આ વખતે કેન્દ્રમાં ગુજરાતનું કદ વધીને 8.30 ટકા થઈ ગયું છે અને દર 12મો મંત્રી ગુજરાતી છે જુઓ આ રિપોર્ટ..

નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથગ્રહણ કર્યા છે. 2024માં બહુમત મેળવવા માટે ભાજપને નેશનલ ડેમોક્રેટિક અલાયન્સના સાથી પક્ષોનો વધુ સહયોગ લેવાનો હોવાથી મોદી 3.0માં ગુજરાતનું પ્રતિનિધિત્વ ઘટશે એવું અનુમાન હતું પરંતુ આ વખતે અગાઉની બે શપથવિધિ કરતાં રેકોર્ડબ્રેક 5 કેબિનેટ મંત્રી અને 1 રાજ્યમંત્રી મળી 6 મંત્રી ગુજરાતના છે..

મોદી સરકારના નવા મંત્રીમંડળમાં ગાંધીનગરના સાંસદ અમિત શાહ..
પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા 
અને એસ. જયશંકર રિપીટ થયા છે.. 
જ્યારે ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા.. 
નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ.. 
અને ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયાની એન્ટ્રી થઈ છે..

ક્ષત્રિય વિવાદને લઈ ચર્ચામાં આવેલા રાજકોટ બેઠકથી ચૂંટાયેલા પરશોત્તમ રૂપાલાને મોદી કેબિનેટમાંથી પડતા મૂકવામાં આવ્યા છે.. તેઓ જુલાઈ 2021થી જૂન 2024 દરમિયાન કેન્દ્રમાં મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રાલયના કેબિનેટ મંત્રી હતા.. આ ઉપરાંત દેવુસિંહ ચૌહાણ જેઓ અગાઉની સરકારમાં સંચાર રાજ્યમંત્રી હતા તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું..

ગુજરાતમાંથી પાંચ સાંસદોને કેબિનેટ મંત્રીઓ બનાવાયા છે પરંતુ હજુ સુધી વડાપ્રધાને પોર્ટફોલિયો વહેંચ્યા નથી. આ પૈકી અમિત શાહ મંત્રીમંડળમાં ત્રીજા સ્થાને છે, તેમને સંરક્ષણ મંત્રાલય મળે તેવી સંભાવના જોવાઇ રહી છે. આ સિવાય જયશંકર વિદેશ મંત્રી બનશે તે નિશ્ચિત છે. જે પી નડ્ડાને પણ મંત્રીમંડળમાં ચોથું સ્થાન મળ્યું હોવાથી ધરખમ ખાતું મળી શકે. માંડવિયા આરોગ્ય મંત્રાલય મેળવી શકે અથવા કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર મળી શકે. જ્યારે સી.આર. પાટીલને કાપડ મંત્રાલય મળી શકે..

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને પોતાની રાજકીય કારકિર્દીના 36મે વર્ષે રાજયોગ પ્રાપ્ત થયો છે. ચોથી વાર સાંસદ બનેલા પાટીલની સરકારમાં બેસવાની ઇચ્છા ફળી છે અને તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ મંત્રી બનાવ્યા છે.. આ સંજોગોમાં હવે ગુજરાત ભાજપ અધ્યક્ષનું પદ ખાલી પડશે અને ત્યાં જૂલાઇ માસના અંત સુધીમાં નવા પ્રમુખ આવી જશે તેવી સંભાવનાઓ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news