વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, GUJCET ની પરીક્ષાની તારીખ આવી ગઈ
ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર... 3 એપ્રિલ 2023ના દિવસે સોમવારે યોજાશે પરીક્ષા
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર : ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. 3 એપ્રિલ 2023 ને સોમવારે ગુજકેટની પરીક્ષા યોજાશે. ગુજકેટની પરીક્ષા ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી ડિપ્લોમા અને ફાર્મસીના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવાય છે.
ગુજકેટની પરીક્ષાઓ લેવા માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાની તારીખની જાહેરાત કરવામાં આવી છે. 3 એપ્રિલ, 2023 સોમવારના રોજ ગુજકેટ (GUJCET 2021) ની પરીક્ષાઓ લેવાશે. આ પરીક્ષાનો સમય 10 થી સાંજે 4 વાગ્યા સુધીનો રહેશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનીયરીંગ જેવા અભ્યાસક્રમ માટે ગુજકેટ ફરજીયાત છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડીગ્રી એન્જિનિયરિંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A,B અને AB ગ્રુપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજકેટ ની પરીક્ષા લેવામાં આવે છે. ધોરણ 12 સાયન્સ બાદ ડિગ્રી એન્જીનીયરીંગ તેમજ ડિગ્રી / ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ગુજકેટની પરીક્ષા ફરજિયાત છે. ગુજકેટ 2022ની પરીક્ષા સાયન્સના એ, બી અને એબી ગ્રુપના વિદ્યાર્થીઓ આપશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે