river

નદી માત્ર ગુજરાત નહી સમગ્ર વિશ્વની માતા છે, તેનો ઉપકાર માનો તેટલો ઓછો છે: CM પટેલ

તાપી નદી પર ઝડપભેર રિવરફ્રન્ટનું નિર્માણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાતને ગ્રીન કવરથી આચ્છાદિત કરવા તેમજ ઉદ્યોગો દ્વારા ટ્રીટેડ વોટર જ નદીઓમાં છોડવામા આવે તે દિશામાં રાજ્ય સરકાર નક્કર આયોજન કરશે. એમ સુરતની તાપીનદીના તટેથી આજે રાજ્યવ્યાપી 'નદી ઉત્સવ'નો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું. દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણતાના અવસરે દેશભરમાં ઉજવાઈ રહેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે દેશની પ્રગતિ અને પ્રકૃત્તિમાં મહત્વનું યોગદાન આપતી નદીઓનું ગૌરવગાન અને સન્માન કરવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સુરતના સિંગણપોર વિયર કમ કોઝવે ખાતે રાજ્યકક્ષાનો “નદી ઉત્સવ” યોજાયો હતો. 

Dec 26, 2021, 04:30 PM IST

સાબરમતી નદીને પ્રદૂષિત કરતી સોસાયટીઓનો આજે હાઈકોર્ટમાં વારો પડ્યો, શું તમારું પાણી કનેક્શન કપાઈ જશે?

સાબરમતી નદીને પ્રદુષિત કરતા અટકાવવા મામલે આજે હાઈકોર્ટમાં AMC ને ટકોર કરવામાં આવી હતી. Amc એ કાપેલા કનેક્શન પર ફરી ઇન્ડસ્ટ્રીઝ શરૂ થયાનો gpcbએ જવાબ રજૂ કર્યો હતો.

Dec 24, 2021, 10:37 PM IST

નદીઓ ગાંડીતૂર બની, ઉત્તરાખંડમાં ભારે તબાહી પછી હવે નવો પડકાર, ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં આવી શકે છે ભયાનક પૂર

ઉત્તરાખંડના તમામ વિસ્તારોમાં વરસાદના કારણે નદીઓ તોફાને ચઢી હતી. વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં અનેક ભૂસ્ખલનની ઘટનાઓ બની. ભારે વરસાદના કારણે દહેરાદૂનમાં રાનીપોખરી-ઋષિકેશ હાઈવે પર એક પુલ પૂરના પાણીમાં વહી ગયો હતો.

Oct 29, 2021, 05:32 PM IST

સૌરાષ્ટ્ર બાદ દક્ષિણમાં બારેમેઘ ખાંગા, તમામ નદીઓ 2 કાંઠે, સેંકડો લોકોની કફોડી સ્થિતિ

મેઘરાજાએ સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાત ખાસ કરીને વલસાડમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી હતી. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધારે 7.5 ઇંચ, ધરમપુર તાલુકામાં 6.5, ઉમરગામમાં 4 ઇંચ અને વાપી તાલુકામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડ તાલુકા અને પારડીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મધુબન ડેમની સપાટી 78.20 મીટર નોંધાઇ છે. જ્યારે ઉમરગામ તાલુકાના સંજાણ નજીક આવેલા ટીંભી ગામ પાસે ખાડી નજીક પસાર થતી કાર ખાડીના પાણીમાં ઘસડાઇ હતી. 

Sep 14, 2021, 05:50 PM IST

Selfie લેવા જતાં મોતને હાથતાળી આપી પાછો આવ્યો તરૂણ, ઘટનાનો લાઇવ વિડીયો આવ્યો સામે

દુર્ઘટના સ્થળે અનેક લોકો આ ઘટનાને જોઇ રહ્યા હતા ત્યારે કેટલાકે તેમના કેમેરામાં ઘટનાનું રેકોર્ડિંગ કરી તેને સોશિયલ મીડિયા (Social Media) પર ફરતો કર્યો હતો.

Jun 28, 2021, 03:47 PM IST

Amreli જિલ્લામાં વરસાદથી સ્થાનિક નદીમાં પૂર, નદીના પ્રવાહમાં બાઇક તણાયું

લીલીયા અને આસપાસના ગ્રામ્યવિસ્તારોમાં વરસાદ થતા લીલીયાની નાવલી નદીમાં પુર આવ્યું હતું.

Jun 18, 2021, 12:01 PM IST

PM મોદીને લઇ જનારુ પ્લેન નદીમાં ઉતરે તે પહેલા જ અચાનક થવા લાગ્યા વિસ્ફોટો, પોલીસ દોડતી થઇ

વડાપ્રધાન મોદી સી પ્લેનન દ્વારા નર્મદા જવા માટે અમદાવાદના મહેમાન બનવા જઇ રહ્યા છે. ત્યારે સુરક્ષાની દ્રષ્ટીએ પોલીસ સહિતની તમામ સુરક્ષા એજન્સીઓ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહી છે. જો કે માલદીવથી વડાપ્રધાનને લઇ જનારા બે પ્લેન રવાના થઇને એક પ્લેન અમદાવાદ જ્યારે એક પ્લેન કેવડિયા ખાતે ગયું હતું. વડાપ્રધાન મોદી અમદાવાદથી જ પ્લેનમાં કેવડિયા જશે એ પ્લેન જ્યારે અમદાવાદ ઉતર્યું ત્યારે અચાનક જમાલપુર બ્રિજ પર તબક્કાવાર વિસ્ફોટો થવા લાગ્યા હતા. 

Oct 26, 2020, 04:42 PM IST

મંગેતર સાથે બોલાચાલી થતા યુવકે નદીમાં ઝંપલાવી કરી આત્મહત્યા

ઘરેથી નીકળી ગયેલા યુવકની બીજા દિવસે બેડીના પુલ નજીક નદીમાંથી મળી લાશ. રાજકોટ શહેરના મોરબી રોડ પર રહેતા પરપ્રાંતીય યુવકની બેડી નજીક પુલ નીચે નદીમાંથી લાશ મળી આવી હતી. યુવકને તેની મંગેતર સાથે બોલાચાલી થતા શનિવારના રોજ ઘરેથી નીકળી જઇ આજી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

Oct 5, 2020, 11:47 PM IST

અમરેલી: સાવરકુંડલાના નેસડી ગામે નદીમાં ન્હાવા પડેલા સગા ભાઇ બહેનનું પિતાની નજર સામે ડુબી જતા મોત

અમરેલીના સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે સગા ભાઇ બહેન પિતાની નજર સામે જ પાણીમાં ડુબી ગયા હતા. જેથી ફાયર વિભાગ દ્વારા ભાઇ બહેનની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઘટના અંગે જાણ થતા સ્થાનિક તરવૈયાઓ પણ એકત્ર થઇ ગયા હતા અને બંન્નેનાં મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.

Aug 22, 2020, 06:30 PM IST

7 દિવસ પહેલા ગુમ થયેલી સગીરાનો મૃતદેહ વાત્રક નદીમાંથી મળતા ચકચાર

બાયડથી અપહરણ થયેલી સગીરાનો મૃતદેહ વાત્રક નદીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ગત 7 ફેબ્રુઆરીનાં દિવસે ચોઇલાનાં યુવાન દ્વારા તરૂણીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ખડબી ગામનાં સગીરાનાં પરિવારમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સગીરાને ભગાડી જનાર યુવકની અયકાયત કરવાની માંગ સાથે તેના સમગ્ર પરિવાર દ્વારા હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. બાયડ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને સગીરાને ભગાડનાર યુવકની અટકાયત કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે. 

Feb 14, 2020, 10:14 PM IST
People Started Self-Financing And Started Digging In River In Aravalli PT6M49S

અરવલ્લીમાં લોકોએ ભેગા મળીને સ્વ ખર્ચે શરૂ કર્યું નદીમાં ડીપ બનાવવાનું કામ

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ખડોલ ગામની જ્યાં 40 વર્ષોથી જૂની પુલની માંગણી કરી રહેલા લોકોએ હવેના છૂટકે જાત મહેનત જીંદા બાદ સુત્ર અપનાવ્યું છે. ખડોલ ગામ નજીકથી વાત્રક નદી પસાર થાય છે અને નદી આ નદીની સામે પાર બાયડ તાલુકાનું રડોદરા ગામ આવેલું છે. જ્યાં ધનસુરાથી બાયડ ફરીને જતા 22 કિલો મીટરનું અંતર કાપવું પડે છે. જ્યારે નદીમાં પુલ બનવાથી માત્ર 5 કિલોમીટરમાં જ આ અંતર પૂરું થશે.

Dec 22, 2019, 03:55 PM IST
Two people drawn at Bhadar PT1M31S

જેતપુરના દેરડી નજીક ભાદર નદીના બેઠા પુલ પર 2 લોકો તણાયા

જેતપુરના દેરડી નજીક ભાદર નદીના બેઠા પુલ પર 2 લોકો તણાયા હોવાની ઘટના બની છે. તેમની શોધખોળ માટે NDRFની ટીમ બોલાવવામાં આવી છે. હકીકતમાં ડેમના દરવાજા ખોલવાથી ભાદર નદીમાં પાણી આવી ગયું હતું.

Oct 7, 2019, 01:15 PM IST
Mahisagar river cause problem PT1M7S

મહીસાગર નદીના પાણીથી ખેતીને થઈ શકે છે નુકસાન

મહીસાગર નદીના પાણીથી ખેતીને નુકસાન થઈ શકે છે. આ સ્થિતિમાં લીલા દુષ્કાળની પરિસ્થિતિ પણ ઉભી થઈ શકે છે.

Sep 16, 2019, 10:00 AM IST
Mahisagar river overflow PT1M36S

મહીસાગર નદી ઓવરફ્લો થતા લીલા દુકાળની ભીતિ

ઉપરવાસમાં મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદીમા પૂરની સ્થિતિ પેદા થઇ છે. મહીસાગર નદી બે કાંઠે થતા આંકલાવના ઉમેટા ચમારા માર્ગ પર મહીસાગર નદીના પાણી ફરી વળ્યા છે. જેના કારણે ઉમેટા ચમારા માર્ગ બંધ કરવામાં આવ્યો છે.

Sep 16, 2019, 09:50 AM IST

આણંદ: ઉપરવાસમાં વરસાદથી મહિનદી છલોછલ, લોકો દર્શન કરવા પહોંચ્યા

 સમગ્ર ગુજરાતમાં મેધરાજની મહેર છેલ્લા ઘણા વર્ષો પછી જોવા મળી છે. ત્યારે આણંદ જીલ્લામાંથી પસાર થતી મહિનદી આ વિસ્તારના લોકો માટે માતા સમાન છે. ત્યારે વહેરાખાડીથી પસાર થતી અને દરિયા સાથે લગ્ન કર્યા તે જગ્યાએ આજે મહિસાગર બે કાંઠે વહેતી હોય તો આસપાસના લોકો તેના દર્શન કરવા માટે પરિવાર સાથે આવી રહ્યા છે.
 

Sep 14, 2019, 06:29 PM IST
Youngster drawn at Valsad PT2M12S

વલસાડ પાસે કોલક નદીમાં તણાયો યુવાન

વલસાડ પાસે કોલક નદીમાં તણાયો યુવાન

Sep 9, 2019, 04:55 PM IST
Youngsters drawn in Vatrak river PT1M35S

વિસર્જન કરવા ગયેલા 6 યુવકો ડુબ્યા, વિગતો જાણવા કરો ક્લિક

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં વાત્રક નદીમાં ગણપતિ વિસર્જન કરતા ગયેલા 7 યુવકો ડૂબ્યા હતા. જેમાંથી માત્ર એક યુવકને જ જીવતો બચાવી શકાયો હતો. બાકીના 6 યુવકો વાત્રક નદીમાં ડૂબ્યા હતા. યુવાનોની બચાવ કામગીરીમાં એનડીઆરએફની ટીમ પણ જોડાઈ હતી. ઘટનાને પગલે અરવલ્લી કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તો બીજી તરફ, યુવાનોના મોતથી કેસરપુરા પંથકમાં શોકનો માહોલ છવાયો છે. જે યુવકો ડૂબ્યા હતા, તેમના સ્વજનોના આક્રંદથી માહોલ વધુ ગમગીન બન્યો હતો. બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ ઘટનાસ્થળે પહોંચીને પરિવારજનોને સાંત્વના આપી હતી.

Sep 7, 2019, 01:05 PM IST
Junagadh Flood At Jatashankar PT2M48S

ગિરનારના પહાડ પર નદીઓમાં પૂર આવ્યું, પૂરમાં ફસાયેલા 50 લોકોને બચાવાયા

હાલ સૌરાષ્ટ્રમાં મન મૂકીને મેઘો વરસી રહ્યો છે. જુનાગઢમાં પણ ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે ગરવા ગિરનારનો એક વીડિયો સામે આવ્યો છે. ભારે વરસાદને કારણે પહાડી પરથી ધોધમાર વરસેલા વરસાદી પાણી પડ્યુ હતું, જેમાં કેટલાક લોકો ફસાયા હતા. આ વીડિયો ગઈકાલનો છે. જુનાગઢમાં ધોધમાર વરસાદને પગલે ગિરનારના પહાડ ઉપર નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. પહાડી ઉપર આવેલા જટાશંકર પાસે પૂરના પાણીમાં કેટલાક લોકો ફસાયા હતા. નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા લોકોને પૂરથી બચાવાયા હતા. સ્થાનિક યુવાનો દ્વારા દોરડા વડે તમામ પર્યટકોને બચાવી લેવાયા હતા. જટાશંકર મંદિરે દર્શન કરવા આવેલા 50થી વધુ લોકો ફસાયા હતા હતા. એકબીજાને મદદ કરી તમામ લોકો હેમખેમ પૂરના પાણીમાંથી બહાર આવ્યા હતા.

Sep 4, 2019, 12:40 PM IST
Tough situation of chhota udaipur village PT4M17S

છોટા ઉદેપુરના લોકોની હાલત છે ભારે કફોડી કારણ કે...

છોટા ઉદેપુરના ક્વાંટ પાસેના નાના ગામની હાલત ભારે કફોડી છે. અહીં વરસાદમાં નદીને પાર કરવાનું મુશ્કેલ થઈ જાય છે અને એટલે લોકો પુલ બાંધવાની માગણી કરી રહ્યા છે.

Aug 22, 2019, 10:40 AM IST

વિશ્વામિત્રીના પાણી વડસર ગામમાં ઘૂસ્યા, NDRFની ટીમે કર્યું 28 લોકોનું રેસ્ક્યું

વિશ્વામિત્રી નદીની સપાટી વધતા જ વડસરમાં પાણી ઘુસ્યા છે. વડસર ગામમાં આવેલી કાસા રેસીડન્સીમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘુસતા અનેક પરિવારો ફસાયા છે. જેમાંથી એસડીઆરએફની ટીમે 28 જેટલા લોકોનુ રેસકયુ કરી તેમને સુરક્ષિત જગ્યાએ ખસેડયા છે.

Aug 10, 2019, 07:25 PM IST