ગુજરાત યુનિમાં GUSEC દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે વિશેષ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન સેન્ટર શરૂ કરાશે


17 ફેબ્રુઆરીની આસપાસ સત્તાવાર રીતે વિક્રમ સારાભાઇ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર શરૂ કરાશે. સેન્ટરની બાળકો રૂબરૂ મુલાકાત કરી શકશે અને પોતાના વિચારોને આગવી ઉડાન આપી શકશે. 
 

ગુજરાત યુનિમાં GUSEC દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે વિશેષ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન સેન્ટર શરૂ કરાશે

અતુલ તિવારી, અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં GUSEC દ્વારા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિશેષ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન સેન્ટર શરૂ કરાશે. સ્કૂલના બાળકો માટે 'વિક્રમ સારાભાઇ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર' ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં શરૂ કરાશે. કોલેજના વિદ્યાર્થીઓની જેમ સ્કૂલમાં ભણતાં બાળકો તેમના અવનવા વિચારોથી નવા સંશોધન કરે છે, એ હેતુથી યુનિસેફના સહયોગથી વિક્રમ સારાભાઇ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર શરૂ થશે. 

17 ફેબ્રુઆરીની આસપાસ સત્તાવાર રીતે વિક્રમ સારાભાઇ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર શરૂ કરાશે. સેન્ટરની બાળકો રૂબરૂ મુલાકાત કરી શકશે અને પોતાના વિચારોને આગવી ઉડાન આપી શકશે. સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિક્રમ સારાભાઇ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર ખાતે અરજી કરી શકશે, ત્યારબાદ પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી વિદ્યાર્થીને જરૂરી તમામ મદદ તજજ્ઞોના માધ્યમથી પુરી પાડવામાં આવશે. 

વિક્રમ સારાભાઇ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર દ્વારા બાળકોના સારા ઈનોવેશનને ફંડિંગ કરવું, પેટન્ટ કરાવવા જેવી તમામ જરૂરી મદદ કરાશે. વિક્રમ સારાભાઇ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટરની જાણકારી મેળવવા વિદ્યાર્થીઓ સેન્ટરની મુલાકાત લઈ શકશે. 
GUSEC દ્વારા મે મહિનામાં સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો માટે વિશેષ ઓનલાઇન કોર્ષ શરૂ કરાશે. 

બાળકો ઇનોવેશન, સ્ટાર્ટઅપ વિશે સમજી શકે અને ચોક્કસ દિશામાં મદદ મેળવી શકે એ માટે વિશેષ કોર્ષ શરૂ કરાશે. ટૂંકાગાળાનો આ કોર્ષ બાળક રોજ ઓનલાઈન 15 મિનિટનો સમય ફાળવી કરી શકશે, જે સંદર્ભે એક ટેસ્ટ પણ લેવાશે. GUSEC ના રાહુલ ભાગચંદાની, ગ્રુપ CEO અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, રાહુલ ભાગચંદાનીએ જણાવ્યું હતું કે આપણી આસપાસમાં અનેક એવા નાના બાળકો છે જેમની પાસે અનેક ઈનોવેશન અને સ્ટાર્ટઅપ ઉપલબ્ધ છે. 

વિક્રમ સારાભાઇ ઇનોવેશન સેન્ટરના માધ્યમથી અમારું ફોક્સ ધોરણ 3 થી 10માં એટલે કે 8 થી 15 વર્ષના બાળકો પર રહેશે. સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો ઇનોવેશન અને સ્ટાર્ટઅપ કરી શકે એ માટે અમે યુનિસેફ સાથે મળીને છેલ્લા બે વર્ષથી કામ કરી જ રહ્યા છીએ. GUSEC સાથે અત્યારે પણ 100 જેટલા વિદ્યાર્થીઓ અત્યારે પણ જોડાયેલા છે, જેઓ કામ કરી રહ્યા છે. પરંતુ હવે વિક્રમ સારાભાઇ ઇનોવેશન સેન્ટર શરૂ કરીશું જેની મદદથી સ્કૂલનું બાળક કોઈપણ સમયે અમારી પાસે આવી શકે છે અને અમે તેને યોગ્ય મદદ પુરી પાડીશું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news