Realme C11 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત

Realme C11 માં મીડિયાટેક હીલિયો જી35 પ્રોસેસર આપવામાં આવ્યું છે. હેન્ડસેટને દેશમાં 8 હજારથી ઓછા રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. 

Realme C11 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત

નવી દિલ્હીઃ Realme C11 સ્માર્ટફોને આખરે મંગળવારે ભારતમાં એન્ટ્રી કરી લીધી છે. રિયલમીનો આ લેટેસ્ટ હેન્ડસેટ પાછલા મહિને મલેશિયામાં લોન્ચ થયો હતો. આ ફોનની ખાસિયતની વાત કરીએ તો તેમાં મીડિયાટેક હીલિયો જી35 પ્રોસેસર અને 5000mAh બેટરી આપવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે 
AI ફીચર્સ વાળા કેમેરાથી શાનદાર ફોટોગ્રાફી કરી શકાય છે. રિયલમી સી11 સિવાયકંપનીએ ઇવેન્ટમાં નવી પારવબેન્ક પણ લોન્ચ કરી છે. 

Realme C11: ભારતમાં ઉપલબ્ધતા
રિયલમી સી11ને દેશમાં 7499 રૂપિયાની કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોન રિચ ગ્રીન તથા રિચ ગ્રે કલરમાં ઉપલબ્ધ છે. ફોનનું વેચાણ ફ્લિપકાર્ડ પર 22 જુલાઈથી શરૂ થશે. 

Realme C11: સ્પેસિફિકેશન અને ફીચર્સ
રિયલમીનો આ લેટેસ્ટ બજેટ એન્ડ્રોઇડ 10 પર રન કરે છે. ફોનમાં 6.5 ઇંચ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોન ઓક્ટા-કોર મીડિયાટેક હીલિયો  G35 પ્રોસેસરની સાથે આવે છે. ફોનમાં 2 જીબી રેમ આપવામાં આવી છે. ફોનમાં 13MP પ્રાઇમરી કેમેરા વાળો ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. વીડિયો કોલ અને સેલ્ફી માટે ફોનમાં 5MP કેમેરા આપવામાં આવ્યો છે. ફોન  AI બ્યૂટી, ફિલ્ટર મોડ,  HDR, પોટ્રેટ મોડ અને ટાઇમલેપ્સ જેવા પ્રીલોડેડ કેમેરા ફીચર્સની સાથે આવે છે. ફોનમાં 32GB ઓનબોર્ડ સ્ટોરેજ આપવામાં આવી છે. 

ગભરાયેલા ચીને ઉઠાવ્યો 59 Chinese Apps બેનનો મુદ્દો, ભારત આપ્યો આકરો જવાબ

પાવરફુલ બેટરીથી લેસ છે ફોન
આ ફોનમાં યૂઝરને 5000mAhની દમદાર બેટરી મળશે. આ બેટરી 12.1 કલાકના ગેમિંગ બેકઅપ અને 31 કલાકનો ટોકટાઇમ બેકઅપ આપે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, Wi-Fi 802.11 b/g/n, બ્લૂટૂથ v5.0, GPS/ A-GPS અને 3.5mm હેડફોન જેક આપવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news