head clerk paper leak : વધુ 3 આરોપી પકડાયા, જેમાં 2 ઉમેદવારો નીકળ્યાં

હેડ ક્લાર્કની પરીક્ષા લીક કાંડ (head clerk paper leak) મુદ્દે ધરપકડનો સિલસિલો હજુ ચાલુ જ છે. ગૌણ સેવા પસંદગી દ્વારા લેવાયેલી હેડકલાર્ક પેપર લીક (paper leak) મામલે પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. સાબરકાંઠા પોલીસે રવિ પટેલ, અંકિત પટેલ અને વિપુલ પટેલની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલાઓમાં બે વિદ્યાર્થી અને એક પેપર માટે લી જનારા શખ્સ છે. 
head clerk paper leak : વધુ 3 આરોપી પકડાયા, જેમાં 2 ઉમેદવારો નીકળ્યાં

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :હેડ ક્લાર્કની પરીક્ષા લીક કાંડ (head clerk paper leak) મુદ્દે ધરપકડનો સિલસિલો હજુ ચાલુ જ છે. ગૌણ સેવા પસંદગી દ્વારા લેવાયેલી હેડકલાર્ક પેપર લીક (paper leak) મામલે પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. સાબરકાંઠા પોલીસે રવિ પટેલ, અંકિત પટેલ અને વિપુલ પટેલની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલાઓમાં બે વિદ્યાર્થી અને એક પેપર માટે લી જનારા શખ્સ છે. 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડક્લાર્કના પેપરલીક કરવાના આરોપમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે ગત શુક્રવારે 11 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. આ તમામની અટકાયત કરી લેવાઈ હતી. પ્રાંતિજ પોલીસ મથકે 11 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ હતી. આ 11 આરોપીઓમાંથી 10 આરોપીઓ પકડાયા છે. એક આરોપી પોલીસ પકડથી દુર છે. આ પેપર લીક કૌભાંડમાં અત્યાર સુધીમાં પોલીસે 23 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. પકડાયેલા 20 આરોપીઓમાંથી છ આરોપીઓ રિમાન્ડ નામંજુર થતા તેઓ હાલ સબજેલમાં છે. તો 20 માંથી 14 આરોપીઓ રિમાન્ડ પર છે. 

ત્યારે આ કેસમાં આજે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે. જેમા હિંમતનગરના છાદરડા, પ્રાંતિજના ઊંછા અને રામપુરાના આ ત્રણેયની ધરપકડ કરાઈ છે. ધરપકડ કરાયેલાઓમાં બે વિધાર્થીઓ સામેલ છે તો એક આરોપીએ પેપર માટે લઇ જનારની ભૂમિકા ભજવી હતી. ધરપકડ કરાયેલ ૩ ને આજે પ્રાંતિજ કોર્ટમાં સાંજે રજુ કરાશે. ઉલ્લેખનીય છે કે, આઠ દિવસમાં તપાસમાં પેપર લીક કૌભાંડના આરોપીઓના નામો ખૂલી રહ્યાં છે. 

ઉલ્લેખનીય છે કે, 88 હજાર ઉમેદવારોએ હેડ ક્લાર્કની પરીક્ષા આપી હતી અને 12 તારીખે લેવાયેલી પરીક્ષાનું પેપર 10 તારીખે ફોડવામાં આવ્યું હતું. જેના કારણે હવે રાજ્ય સરકાર બે દિવસમાં સત્તાવાર રીતે આ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે જણાવ્યું કે, પેપર કાંડના આરોપીઓને એવી સજા કરવામાં આવશે કે ભવિષ્યમાં કોઈ હિંમત ના કરે. જે રીતે દુષ્કર્મના કેસમાં ઝડપથી કેસ ચલાવવામાં આવે છે એ જ રીતે આ કેસમાં પણ ઝડપથી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીઓને તેમના અપરાધની સજાના અંજામ સુધી પહોંચાડવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news