રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. મોટાભાગના વિસ્તારમાં વરસાદનું આગમન થઈ ગયું છે.
Trending Photos
અમદાવાદઃ આમ તો રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદનું આગમન થઈ ગયું છે. ઘણી જગ્યાએ ભારે તો ક્યાંક હળવો વરસાદ થયો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુરત, વલસાડ, દાદરાનગરહવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદરમાં ભારે વરસાદ વરસી શકે છે.
તો બીજીતરફ રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈ વેધર વોચ કમિટીની બેઠક મળી હતી. બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, સાયક્લોનિક સરક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે. બેઠકમાં નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સની ૧૫ ટીમને એલર્ટ કરાઇ છે જે પૈકી અમરેલી, બનાસકાંઠા, જામનગર, સુરત, વલસાડ અને તાપી એમ છ સ્થળે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. જ્યારે વધારાની છ ટીમ વડોદરા અને ૩ ટીમ ગાંધીનગર ખાતે સ્ટેન્ડ બાય રખાઈ છે. આ બેઠકમાં માર્ગ-મકાન, સિંચાઇ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, વીજ કંપનીઓ, વાહનવ્યવહાર વગેરે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિભાગની સજ્જતા વિશે માહિતી આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે