સાવધાન: હિંમતનગર-રાયગઢ હાઈવે પર ACBની મોટી કાર્યવાહી, 15 હજારની લાંચમાં 10 લાખની મત્તા મળી

હિમતનગર-રાયગઢ હાઈવે પર પેટ્રોલ પંપનું સ્ટેમ્પિંગ કરવા મામલે તોલમાપ કર્મચારીએ રૂ 15 હજારની લાંચ લીધી હતી, ત્યારે એસીબીએ રંગેહાથ ઝડપી પાડી કર્મચારીના રીમાન્ડ મેળવ્યા હતા.

  • પાચ દિવસ પહેલા રૂ 15 હજારની લાંચ લેનાર તોલમાપ કર્મીચારીના લોકરમાંથી રૂ 5.70 લાખ રોકડ મળી 
  • હિમતનગર-રાયગઢ હાઈવે પર પેટ્રોલ પંપનું સ્ટેમ્પિંગ કરવા મામલે લાંચ લીધી હતી 
  • હેમંતકુમાર વાવણીને લાંચ લેતા હિમતનગર એસીબીએ ઝડપી લીધો હતો 

Trending Photos

 સાવધાન: હિંમતનગર-રાયગઢ હાઈવે પર ACBની મોટી કાર્યવાહી, 15 હજારની લાંચમાં 10 લાખની મત્તા મળી

શેલૈષ ચૌહાણ/સાબરકાંઠા: આજે હિંમતનગર રાયગઢ હાઇવે પર આવેલ એક પેટ્રોલપંપ પર એસીબી દ્વારા એક કાર્યવાહી કરવામાં આવી છે. હિમતનગર-રાયગઢ હાઈવે પર પેટ્રોલ પંપનું સ્ટેમ્પિંગ કરવા મામલે તોલમાપ કર્મચારીએ રૂ 15 હજારની લાંચ લીધી હતી, ત્યારે એસીબીએ રંગેહાથ ઝડપી પાડી કર્મચારીના રીમાન્ડ મેળવ્યા હતા. ત્યારબાદ કાર્યવાહી કરતા તેના બેંકમાં ખાતાકીય તપાસ અને લોકરની તપાસ કરતા તેમાંથી 5.70 લાખ રોકડા અને 4.67 લાખના દાગીન સહિ કુલ 10 લાખની મત્તા મળી આવી હતી. 

આ ઘટનામાં એસીબી સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હિમતનગર-રાયગઢ હાઈવે પર પેટ્રોલ પંપનું સ્ટેમ્પીંગ કરાવવા તોલમાપ વિભાગનો સંપર્ક કરતા સીનીયર નિરીક્ષક હેમંતકુમાર વાવણીએ સ્ટેમ્પીંગ માટે ચકાસણી કરી તેને સીલ મારવાની કામગીરીના રૂપિયા 15 હજારની માંગ કરી હતી. પરંતુ પેટ્રોલપંપ માલિકને આ મંજૂર નહોતું. તેણે આ ઘટના બાદ સાબરકાઠા એસીબીનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર માહિતી જણાવી હતી. ત્યારે પેટ્રોલપંપના માલિક અને એસીબી દ્વારા એક છટકું ગોઠવવામાં આવ્યું હતું, અને તોલમાપ વિભાગના સીનીયર નિરીક્ષક હેમંતકુમાર વાવણી લાંચની રકમ આપતાં જ એસીબી ટીમે લાંચ લેતા અધિકારીને રંગેહાથ ઝડપ્યો હતો અને એસીબી કચેરી લાવી તેમની વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

વૈજ્ઞાનિકોની મોટી ડરામણી ચેતવણી...આ સદીના અંતમાં આવશે 'મહાપ્રલય', કારણ જાણીને ચોંકશો

ત્યારબાદ એસીબી પીઆઇએ રીમાન્ડ મેળવી હેમંતકુમાર ખીમજીભાઇને સાથે રાખી તેમના બેંકમાં આવેલ એકાઉન્ટ અને લોકરની તપાસ કરી હતી. જેમાંથી સોના ચાંદીના દાગીના, સોનાની લગડીઓ કુલ 140 ગ્રામ, ચાંદીની લગડીઓ કુલ 1860 ગ્રામ મળી કુલ કિં.રૂ.4,67,203 તેમજ રોકડ રકમ રૂ.5,70,000 મળી આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

Trending news