રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના, પિતા-પુત્રના મોત, માતા-પુત્રી ઈજાગ્રસ્ત

રાજકોટમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં પિતા-પુત્રના મોત થયા છે. 

રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના, પિતા-પુત્રના મોત, માતા-પુત્રી ઈજાગ્રસ્ત

રાજકોટઃ રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક જ પરિવારના ચાર સભ્યોને કોમર્શિયલ વાહન ચાલકે અડફેટે લીધા છે. જેમાં પિતા-પુત્રનું મોત થયું છે, જ્યારે માતા-પુત્રિને ઈજા પહોંચી છે. પરિવારના સભ્યો બાઇક પર સુરાપુરાના દર્શન કરી પરત ફરી રહ્યાં હતા. આ દરમિયાન એક વાહને તેમને અડફેટે લીધા હતા. આ ઘટના રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલા ખારચીયા ગામની પાસે બની છે. આજીડેમ પોલીસ દ્વારા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

પ્રાપ્ત વિગત અનુસાર એક પરિવારના ચાર સભ્યો સુરાપુરાના દર્શન કરી બાઇક પર પરત ફરી રહ્યાં હતા. આ દરમિયાન રાજકોટ-ભાવનગર હાઈવે પર આવેલા ખારચીયા ગામ પાસે એક કોમર્શિયલ વાહને બાઇક સવાર પરિવારને અડફેટે લીધો હતો. આ દુર્ઘટનામાં પિતા-પુત્રના મોત થયા છે. જ્યારે માતા-પુત્રીને ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રાજકોટ આજીડેમ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news