ઘરે બેઠા કરો દર્શન: કૃષ્ણ જન્મ પહેલા શામળાજી મંદિરમાં કેવો છે માહોલ! જુઓ ભવ્ય ડ્રોન નજારો

વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈન મંદિરમાં જોવા મળી રહી છે. તો રાજ્યના અન્ય બે પ્રસિદ્ધ મંદિરો ડાકોર અને શામળાજીમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ડાકોરમાં રણછોડરાય અને શામળાજીમાં શામળિયા શેઠના દર્શન માટે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.

 ઘરે બેઠા કરો દર્શન: કૃષ્ણ જન્મ પહેલા શામળાજી મંદિરમાં કેવો છે માહોલ! જુઓ ભવ્ય ડ્રોન નજારો

ઝી ન્યૂઝ/અરવલ્લી: આજે સમગ્ર દેશમાં નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીનો જયઘોષ સાંભળવા મળી રહ્યો છે. કારણ કે આજે રાત્રે 12 વાગ્યે જગતના ગુરુ એવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થશે. ત્યારે અરવલ્લીના શામળાજી મંદિરનો ભવ્ય ડ્રોન નજારાનો વીડિયો હાલ સામે આવ્યો છે. ગુજરાતના મોટાભાગના  કૃષ્ણ મંદિરોમાં લાખો ભાવિક ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. જેમ કે શામળાજી, ડાકોર, દ્વારકા, ઇસ્કોન અને ભાડજ હરેકૃષ્ણ મંદિર..

વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈન મંદિરમાં જોવા મળી રહી છે. તો રાજ્યના અન્ય બે પ્રસિદ્ધ મંદિરો ડાકોર અને શામળાજીમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ડાકોરમાં રણછોડરાય અને શામળાજીમાં શામળિયા શેઠના દર્શન માટે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. તો મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. રાજ્યના આ ત્રણેય મંદિરોમાં આજે જન્માષ્ટમીની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, શામળાજી મંદિરમાં જન્માષ્ટમી મહોત્સવમા સોનાના આભૂષણોથી ભગવાનને શણગાર કરવામાં આવ્યો છે, જેના દર્શન કરવા માટે ભકતોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાને સોનાનો મુગટ વાંસળી સહિતના આભૂષણોનો શણગાર કરીને જન્માષ્ટમી પર્વની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ દૂર દૂર થી ભકતોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. 

આદિવાસી જનતાના પ્રિય એવા શામળિયા ભગવાનને લોકો કળિયા ઠાકોરથી ઓળખાતા મંદિરમાં શામાળીયાને વિશિષ્ટ સોનાના આભૂષણ પહેરાવવામાં આવ્યા. કાળીયા ઠાકોરને સોનાના આભૂષણો, મુઘટ અને સોનાની વાંસળી સહીત અનેક શણગાર કરવામાં આવ્યો તેમજ મંદિરમાં શામાળીયાની શણગાર આરતી કરવામાં આવી. શામળાજી પરિસર હાથીઘોડા પાલાકી જય કનૈયા લાલકી થી ગુંજી ઉઠ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news