IND vs ZIM: જીત બાદ કેપ્ટન રાહુલે ખોલ્યું દિલ, ટીમના આ ખેલાડીઓને કહ્યા અસલી હીરો
IND vs ZIM: ભારતીય ટીમનો કેપ્ટન કેએલ રાહુલ તેના બોલિંગ યુનિટથી ખૂબ જ પ્રભાવિત જોવા મળ્યો જેણે ગુરુવારે અહીં પ્રથમ વન-ડેમાં ઝિમ્બાબ્વેને 200 રનની અંદર સમેટી 10 વિકેટથી જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
Trending Photos
IND vs ZIM: ભારતીય ટીમનો કેપ્ટન કેએલ રાહુલ તેના બોલિંગ યુનિટથી ખૂબ જ પ્રભાવિત જોવા મળ્યો જેણે ગુરુવારે અહીં પ્રથમ વન-ડેમાં ઝિમ્બાબ્વેને 200 રનની અંદર સમેટી 10 વિકેટથી જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. રાહુલ બે મહિના કરતા વધુ સમય બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે, પરંતુ તેણે શુભમન ગિલ અને શિખર ધવનની જોડી સાથે ઇનિંગ્સની શરૂઆત કરવો નિર્ણય કર્યો છે. જેણે 192 રનની અતૂટ ભાગીદારીથી ટીમને સરળ જીત અપાવી હતી.
રાહુલનું મોટું નિવેદન
કેપ્ટન રાહુલે મેચ બાદ કહ્યું- વિકેટ ઝડપવાનું ખૂબ જ મહત્વનું હતું. સ્વિંગ અને સીમ મૂવમેન્ટ પણ હતી. પરંતુ બોલરોને યોગ્ય જગ્યા પર બોલ નાખી શિસ્તબદ્ધ બોલિંગ કરતા જોવું સારું લાગ્યું. છેલ્લા 11 માં ત્રણ ખેલાડી રાહુલ, દીપક ચહર અને કુલદીપ યાદવ લાંબા રિહેબ બાદ વાપસી કરી રહ્યા હતા. રાહુલે કહ્યું-હું મેદાન પર છું, આનાથી સારું શું હોઈ શકે અને હું ખુશ છું. અમે ઘણી ક્રિકેટ રમીએ છીએ અને ઇજાઓ તેનો ભાગ રહી છે.
પોતાની વાપસી પર બોલ્યો રાહુલ
તેણે કહ્યું- રમતથી દૂર રહેવું મુશ્કેલ છે. રિહેબિલિટેશન અને સારી વસ્તુ દરરોજ કરવા માટે કંટાળાજનક બની જાય છે. ફિઝિયો સાથે સમય વિતાવવા કરતા 365 દિવસ રમવું પસંદ કરીશ. કેટલાક ખેલાડીઓ માટે ભારતીય ડ્રેસિંગ રૂમમાં વાપસી કરવી સારી વાત છે. 6 મહિનાના સમયગાળા બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી રહેલા ફાસ્ટ બોલર ચહરે વાપસીમાં 27 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. તેણે પોતાનો સ્પેલ શરૂ કરવા વિશે વાત કરતા કહ્યું- જ્યારે તમે સાડા 6 મહિના બાદ ઇન્ટરનેશનલ મેચ રમો છો તો તમે હંમેશા નર્વસ રહો છો. અહીં આવતા પહેલા મેં ચાર-પાંચ વખત અભ્યાસ મેચ રમી હતી. પરંતુ દેશ માટે રમવા માટે તમે સારું કરવા ઇચ્છો છો, મગજ અને શરીર એક સાથે કામ નથી કરી રહ્યું. ત્યારે ધવન વન-ડે ક્રિકેટમાં પોતાની શાનદાર લયનો આનંદ માણી રહ્યો છે અને ગિલ સાથે તેની ભાગીદારી પણ ઘણી સારી રહી છે.
ધવને પણ કહી આ વાત
ધવને 113 બોલમાં અણનમ 81 રન બનાવ્યા બાદ કહ્યું- હું યુવા (ગીલ) ખેલાડીની સાથે બેટિંગનો આનંદ લઈ રહ્યો છે. જેનાથી મને પણ એક યુવાન જેવો અનુભવ થયા છે. હું વેસ્ટ ઇન્ડિઝ તરફથી જ સાતત્યનો આનંદ માહી રહ્યો છું. હું જાણું છું કે, એકવાર હું ક્રિઝ પર સ્થિર થઈ જઇશ, હું બોલરને તોડી શકીશ. હું સ્ટ્રાઈક રોટેટ કરવા માંગતો હતો અને યોજના ઝડપી રન બનાવવાની હતી. મારી ગિલ સાથે સારી લય છે. તે જે રીતે બેટિંગ કરે છે અને બોલને ટાઈમિંગ કરે છે તે જોવું ખુબ જ સારું છે. તેણે અર્ધસદીને સેન્ચ્યુરીમાં પરિવર્તિત કરવાની સાતત્યતા દર્શાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે