તમને નશાબંધી વિભાગ વિશે કેટલી ખબર છે? અહીં વાંચો આ નગ્ન સત્ય

હાલમાં રાજ્યમાં બનેલી કેમિકલ કાંડની ઘટનાએ આપણે સૌને ફરી એકવાર વિચારવા મજબૂર કરી મૂક્યા છે. કેટલાક પ્રશ્નોનું, સ્વ-મુલ્યાંકન કરીને, ખરેખર શું આપણે નૈતિક સમાજની રચના કરવા સક્ષમ બની રહ્યા છીએ કેમ? એના તરફ વિચારવા મજ્બુર કરવા જ જોઇએ. 

તમને નશાબંધી વિભાગ વિશે કેટલી ખબર છે? અહીં વાંચો આ નગ્ન સત્ય

ઝી ન્યૂઝ/અમદાવાદ: સૌ પ્રથમ તો એ કહીં દઈએ કે જો તમારી પાસે નગ્ન સત્ય વાંચવાની, સમજવાની અને વિચારવાની સહનશકિત ન હોય તો આગળ ન વાંચશો. કારણ કે, આગળની કથાના દરેક-દરેક શબ્દો આપને આપણા સમાજની  હકિકતો દર્શાવતું એક પ્રતિબિંબ જ છે. જે દરેકને પચશે નહિં. હાલમાં રાજ્યમાં બનેલી કેમિકલ કાંડની ઘટનાએ આપણે સૌને ફરી એકવાર વિચારવા મજબૂર કરી મૂક્યા છે. કેટલાક પ્રશ્નોનું, સ્વ-મુલ્યાંકન કરીને, ખરેખર શું આપણે નૈતિક સમાજની રચના કરવા સક્ષમ બની રહ્યા છીએ કેમ? એના તરફ વિચારવા મજ્બુર કરવા જ જોઇએ. 

શું ફક્ત 8 જેટલા પોલીસ અધિકારીઓની બેદકારીના કારણે જ આ કેમિકલકાંડ થયો કે પછી સમાજના લોકોમાં છુપી રહેલ વ્યસનોની ભુખ આનું મુખ્ય કારણ છે? શું કોઇ સરકારી અમલદાર લોકોને આવા વ્યસનો કરવા અને તે તરફ દોરવા મજબુર કરે છે? કે પછી લોકો જાતે જ એના તરફ આકર્ષાય છે? શું આદિ-અનાદી કાળથી ચાલી આવતી આ વ્યસનોની બદ્દી માટે સરકાર, સરકારી અમલદાર કે સરકારી વિભાગો જ જવાબદાર છે? શું સમાજ લોકો પણ એના માટે એટલા જ જવાબદાર નથી? શું આપણે ભુલી ગયા છીએ કે હમણા જ થોડા સમય પહેલા “કોરોના-કાળ” દરમિયાન લોકોને પોતાના સ્વાસ્થયની જાળવણી માટે માસ્કને ફરજિયાત કરતા, માસ્ક ન પહેરે તેવા લોકો જ આનો વિરોધ કરીને સરકારી તંત્ર સાથે ઘર્ષણ ઉભું કરતા નહોતા? નિયમોનો છેડ-ચોક ભંગ કરતા નહોતા? 

No description available.

અમેરીકા અને યુરોપ જેવા દેશોના ઉદાહરણો આપીને આપણે ત્યાંના કાયદાના અમલીકરણની વાહ-વાહી કરી, આપણા દેશના, રાજયના સરકારી તંત્રને અપખોડીને તેનું અપમાન કરીએ છીએ, પણ શું આપણે કોઇ દિવસ ત્યાંના નાગરીકોની કાયદા પાલનની નાગરીક-ભાવના ( CIVIC SENSE ) જેવા શબ્દોનું પાલન તો શું એનો ખરો અર્થ પણ સમજીએ છીએ ખરા? શું આપણે 2009 પછી કાયદો કડક બનાવ્યો પણ એ પછી પણ કેટલા લોકો આવા વ્યસનોને કારણે મર્યા છે, એનો કોઇ દિવસ વિચાર કર્યો ખરો? શા માટે આપણે સમસ્યા વિકરાળ બને પછી જ જાગીએ છીએ.    
      
શું એક નાગરીક તરીકે આપણે તમામ નિતી-નિયમોનું પાલન હર-હંમેશ કરીએ છીએ ખરા? સામાન્ય એવા અને આપણી સુરક્ષા માટે બનેલ હેલ્મેટ અને સીટ-બેલ્ટના કાયદાનો આપણે કેટલી વખત ભંગ કરીએ છીએ એનો કદાપી વિચાર કર્યો છે ખરા? પોલીસ અમલદારો અને અધિકારીઓનો તો ભોગ લેવાય ગયો, પણ એની પોલીસ ફોર્સ ઉપર અને અન્ય સરકારી અમલદારો ઉપર કેટલી નકારાત્મક અસર થાય છે એનો કદાપી વિચાર કર્યો છે? શું કોઇ આતંકવાદી ઘુસી આવે તો કોઇ ભારતીય સેનાના સદસ્યને ઘરભેગા કરાય છે? નહિં ને, તો પછી કોઇ નાગરીક સામે ચાલીને વ્યસનો તરફ દોટ મુકે તો એના માટે ફક્ત  સરકારી તંત્રને જ દોષ દેવો કેટલો વ્યાજબી છે?

No description available.

પોલીસ અમલદારો અને અધિકારીઓનોનો ભોગ લેવાયો, એ જાણે ઓછું હોય તેમ હવે નશાબંધી અને આબકારી ખાતાના કર્મચારીઓનો વાંક-ગુન્હો આપણે શોધીએ છીએ, તો શું આપણે એવું કદાપી વિચાર્યું છે કે, 2009ના લઠ્ઠા કાંડ પછી પણ આ ખાતાને મિથેનોલ માટે કેટ્લી મર્યાદિત સત્તાઓ મળેલ છે? મિથેનોલના પરિવહન, સંગ્રહ, વિગેરેના નિયમો કેટલા ટાંચા છે એનો કદાપી વિચાર કર્યો છે? નશાબંધી ખાતામાં કેટલી જગ્યાઓ ખાલી છે , કેટલા સમયથી ખાલી છે, એનો કદાપી વિચાર કર્યો છે ?

નશાબંધી અને આબકારી જેવા મહત્વના ખાતના અમલદારો, અધિકારીઓને હથિયારોની અને વાહનોની સુવિધા, સરકારી ટેલીફોનની સુવિધા, રાઇટર અને કારકુની સ્ટાફની સુવિધા આપવામાં આવે છે કે કેમ? એની આપણની જાણકારી છે? શું આપને ખબર છે, નશાબંધી અને આબકારી જેવા મહત્વના ખાતના કોન્સટેબલ, પી.એસ.આઇ., પી.આઇ., વિગેરેનાઓને કોઇ હથિયાર નથી મળતા ? કોઇ વાહનોની સુવિધા મળતી નથી ? પોલીસ સમકક્ષ પગાર પણ નથી મળતો ? ખબર છે ? નહિં જ ખબર હોય. 

No description available.

શું આપને ખબર છે , નશાબંધી અને આબકારી જેવા મહત્વના ખાતના કોન્સટેબલ, પી.એસ.આઇ., પી.આઇ. વિગેરેનાઓના કેટલા સમયથી પ્રમોશનથી વગર કારણે વંચિત રાખેલ છે ? જેના કારણે નિચલી પાયરીની જગ્યાઓમાં સમયસર ભરતી શકય બનતી નથી, જેના કારણે એક-એક અમલદારો પાસે 3 થી 4 વધારાના ચાર્જ હોવાથી આવા કેમીકલના પરવાનાઓની ચકાસણી  સમયસર કેવી રીતે શકય બને ? આપણે સિંઘમ ફિલ્મનો હિરોના ડાયલોગ યાદ રહે છે પણ , ગંગાજળ ફિલ્મનો “ સમાજ કો પોલીસ વૈસી હી મિલતી હૈ , જેસા કી સમાજ ખુદ હોતા હૈ ” , યાદ છે ? એટેલ સરકારી અમલદારો આપણા સહુમાંથી આવે છે , એટલે એ સમાજનો પ્રતિબિંબ જ છે.

No description available.

હકિકતે અપણાંમાંથી મોટાભાગના લોકો “ચાલશે હવે” માં માનવાળા છીએ. આપણામાંથી કેટલા લોકો સામે ચાલીને સિગ્નલ તોડવાનો, હેલ્મેટ નહિં પહેરવાનો, માસ્ક નહિં પહેરવાનો ગુન્હા માટે દંડ ભરીએ છીએ. એટલે આપણે એવું દ્રઢ –પણે માનીએ છીએ કે પકડે ત્યારે જોયું જાશે, શું આપણા સૌની આ માનસિકતા આવા કેમીકલ-કાંડ માટે કારણભુત નથી? કેમિકલ કાંડના આરોપી દ્વારા સ્પષ્ટપણે સ્વીકારાયેલ છે કે એણે ઇરાદા-પુર્વક , મિથેનોલ ઝેરી છે એ જાણ હોવા છતા, કોઇપણ સરકારી અમલદારની સાંઠ-ગાંઠ વગર ફ્કત પોતાના સ્વાર્થ માટે જ, જાતે જ  આ કેમિકલની ચોરી કરેલ છે, તેમ છતા પોલીસ અમલદારોનો અને અધિકારીઓનો ભોગ લેવાયો શું એ યોગ્ય છે. કેમિકલ કાંડના ચોવીસ કલાકમાં જ ગુન્હો ઉકેલાય ગયો તેમ છતા ફરીયાદી અધિકારી અને તપાસ અધિકારીનો ભોગ લેવાયો, શું એ યોગ્ય છે ? 

No description available.

વર્ષ 2009ના લઠ્ઠા કાંડ પછી પણ જેના ઉપર મિથાઇલ આલ્કોહોલના પરવાના આપવાની સતા છે એ નશાબંધી અને આબકારી ખાતામાં કેટલી મહત્વની અને કેટલા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે , એની માહિતી આપની પાસે છે? 3 થી 4 ચાર્જના ભારણ સાથે નશાબંધી અને આબકારી ખાતાના અમલદારો આવા પરવાનાઓની યોગ્ય તપાસણી સમયસર કરી શકે ખરા? આવા અનેક કારણો હોવા છતા, લોકશાહીના ચોથા સ્તંભના સતત ફ્લેશ અને બ્રેકીંગ ન્યુઝ માટે વગર તપાસે, વાંક-ગુન્હો જાણ્યા વગર નશાબંધી અને આબકારી કે અન્ય કોઇ સરકારી તંત્રના કર્મચારી ઉપર કોઇપણ પ્રકારના પગલા લેવા યોગ્ય છે?

No description available.

શું આપણે હર-હંમેશની જેમ જ બધું જ સરકારી-તંત્રની જ જવાબદારીમાની દરેક ઘટનાઓમાં ભ્રષ્ટ જ અધિકારીઓના કારણે આવી ઘટના બને છે, એવો પુર્વ-ગ્રહ રાખીને, કેટલાક સરકારી બાબુઓનો ભોગ લઇને આગળ વધી જઇશું? કે પછી પોતાની જાતને પણ સવાલ કરીશું કે આપણે કેટલા પ્રામાણિક છીએ? શું આપણે પણ એટલા જ જવાબદાર નથી? શા માટે આપણે થોડો સમય યાદ રાખી પછી આગળ વધી જાઇએ છીએ? શા માટે આપણને હજુ સુધી એક નૈતિક સમાજની રચના કરવામાં સફળતા નથી મળી? લઠ્ઠાની કથા સાંભળીને ફ્કત બોધ-પાઠ ન લઇ, નાગરીક ભાવના વિકસાવીશું કે નહિં? કે પછી આમ જ ગંગામાં હાથ ધોયા એમ સમજીને આગળ વધીશું?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news