અમદાવાદના હુસેન અજમેરીની કમાલ, બનાવી ગેસથી ચાલતી ઈસ્ત્રી

શહેરના દરિયાપુર વિસ્તારમાં વસતા 75 વર્ષિય હુસેન અજમેરી એરફોર્સના નિવૃત કર્મચારી છે. હુસેન અજમેરીએ સરકાર અને પીએમ મોદીના વિજળી બચાવોના સૂત્રને સાર્થક કરવા માટે એલપીજી એટલે ગેસથી ચાલતી ઈસ્ત્રી બનાવીને નવી સિદ્ધિ ગુજરાત માટે મેળવી છે. 

 

 અમદાવાદના હુસેન અજમેરીની કમાલ, બનાવી ગેસથી ચાલતી ઈસ્ત્રી

અમિત રાજપૂત/અમદાવાદઃ દેશ અને વિદેશમાં ગુજરાતીઓએ ભારતનું નામ ખૂબ રોશન કર્યું છે. અલગ અલગ ક્ષેત્રમાં ગુજરાતીઓની રહેલી કૌશલતા તેમને બીજાથી અલગ તારવે છે. આવી જ એક અનોખી શોધ  ગુજરાતના અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહેતા ૭૫ વર્ષીય હુસેન અજમેરી નામના વ્યક્તિએ કરી છે.

શહેરના દરિયાપુર વિસ્તારમાં વસતા 75 વર્ષિય હુસેન અજમેરી એરફોર્સના નિવૃત કર્મચારી છે. હુસેન અજમેરીએ સરકાર અને પીએમ મોદીના વિજળી બચાવોના સૂત્રને સાર્થક કરવા માટે એલપીજી એટલે ગેસથી ચાલતી ઈસ્ત્રી બનાવીને નવી સિદ્ધિ ગુજરાત માટે મેળવી છે. એરફોર્સમાંથી નિવૃત થયા બાદ હુસેન અજમેરી કઈક નવી શોધ કરવા માટે અને પોતાના જીવન થકી લોકોને પ્રેરણા આપવા માટે વર્ષો સુધી મહેનત કરીને અનોખી ગેસથી ચાલતી ઈસ્ત્રી બનાવી દીધી છે. 

આ ઈસ્ત્રીની સૌથી મહત્વની વાત એ છે કે એક ગેસ સિલિન્ડરમાંથી 7 હજાર કપડા પ્રેશ કરી શકાય છે. એક કપડા માટે માત્ર 10 પૈસા જેટલો જ ખર્ચ થાય છે. જે કોલસા અને ઈલેક્ટ્રીક કરતા સસ્તી પડે છે. 

એલપીજી ઈસ્ત્રી માટે દક્ષિણ ભારતના અનેક રાજ્યો માંથી તેને ખરીદવા અજમેરી પરિવાર પાસે અનેક ડિમાન્ડ આવી ગઈ છે. પિતા હુસેન અજમેરીના સ્વપ્નને સાર્થક કરવામાં તેમના પુત્ર પણ ખભેથી ખભો મિલાવીને કામ કર્યું હતું. પુત્રએ પણ પિતાને આ શોધ  કરવા માટે સહકાર આવ્યો હતો. આ ગેસથી ચાલતી ઈસ્ત્રી અનેક લોકો માટે ઉપયોગી થઈ શકે છે. ઈલેક્ટ્રીક ઈસ્ત્રી કરતા તે સસ્તી પણ પડે છે. 

ગેસથી ચાલતી ઈસ્ત્રીની બનાવટ એક દમ સામાન્ય ઈસ્ત્રી જેવી જ છે. તેના ઉપયોગમાં કોઈ પણ પ્રકારની ખામી પણ નથી. પણ સહુથી અગત્યની વાત એલપીજી ઇસ્ત્રીની તે કે, તેનાથી વિજળી અને કોલસાની બચત થઇ શકે છે. અજમેરી પરિવારની આ અનોખી એલપીજી ઈસ્ત્રી લાખો પરિવારો અને દેશ માટે ફાયદાકારક નીવડી શકે તેમ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news