ભારત T20 મેચમાં જીતી જતા ગિયોડ ખાતે DJ સાથે વિશાળ બાઇક રેલી, પોલીસે તપાસના આદેશ

કોરોના વાયરસના કહેર વચ્ચે નાગરિકોને નિયમોનું પાલન કરવા માટે વારંવાર તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. જો કે નાગરિકો કોઇને કોઇ એવી હરકત કરે છે જે તંત્ર માટે ચિંતાજનક સાબિત થાય છે. નેતાઓના વિજય સરઘસ બાદ હવે એક વિચિત્ર વિજય સરઘસ ચર્ચામાં છે. ગાંધીનગર જિલ્લાના ગિઓડ ગામમાં શુક્રવારે રાત્રે કેટલાક યુવાનોએ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટી20 મેચમાં ભારત જીત્યા બાદ રેલી કાઢી હતી. 
ભારત T20 મેચમાં જીતી જતા ગિયોડ ખાતે DJ સાથે વિશાળ બાઇક રેલી, પોલીસે તપાસના આદેશ

ગાંધીનગર : કોરોના વાયરસના કહેર વચ્ચે નાગરિકોને નિયમોનું પાલન કરવા માટે વારંવાર તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. જો કે નાગરિકો કોઇને કોઇ એવી હરકત કરે છે જે તંત્ર માટે ચિંતાજનક સાબિત થાય છે. નેતાઓના વિજય સરઘસ બાદ હવે એક વિચિત્ર વિજય સરઘસ ચર્ચામાં છે. ગાંધીનગર જિલ્લાના ગિઓડ ગામમાં શુક્રવારે રાત્રે કેટલાક યુવાનોએ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટી20 મેચમાં ભારત જીત્યા બાદ રેલી કાઢી હતી. 

જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા DSP મયુર ચાવડાએ તપાસના આદેશ આપ્યા છે. વીડિયોનાં આધારે પોલિસે તપાસ કરી એપેડેમીક એક્ટ અનુસાર ગુનો દાખલ કર્યો છે. આ રેલીમાં ડીજે સાથે મોટી સંખ્યામાં યુવાનો બાઇક દ્વારા જોડાયા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 

જો કે ઘટના અંગે માહિતી મળતાની સાથે ચીલોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ પોલીસ પહોંચે તે પહેલા લોકો ત્યાંથી નાસી છુટ્યા હતા. વીડિયોના આધારે ડીજે સાઉન્ડ અને બાઇકના નંબરોના આધારે તપાસ આદરી છે. જે પૈકી કેટલાક લોકોની ઓળખ થઇ પણ ચુકી છે. ટુંક સમયમાં તમામની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવશે તેવું પણ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news