ગુજરાતના આ શહેરમાં 500 કરોડના ખર્ચે બનશે સરદાર ધામ, પાટીદારોએ દિલ ખોલીને દાન કર્યું
Sardar Dham In Surat : સુરતના કામરેજના અંત્રોલી ગામની સીમમાં 31 વીધા જેટલી વિશાળ જગ્યામાં તૈયાર થનાર સરદાર ધામમાં તમામ આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે
Trending Photos
Surat News ચેતન પટેલ/સુરત : સુરતના અંત્રોલી ખાતે સરદાર ધામનું ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. 500 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સરદાર ધામના ભૂમિ પૂજન કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, પાટીદાર સમાજના દાતાઓ તેમજ પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સુરતના કામરેજ તાલુકાના અંત્રોલી ખાતે સરદાર ધામનો ભૂમિ પૂંજન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા, કેન્દ્રીય પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સહિત રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર સરદાર ધામના ભૂમિ પૂજન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સરદાર ધામ તૈયાર કરવામાં માટે લાખો-કરોડો રૂપિયાનું દાન આપનાર દાનવીરોનું મંચ ઉપર સ્વાગત કરવામાં આવ્યું હતું.
કામરેજના અંત્રોલી ગામની સીમમાં 31 વીધા જેટલી વિશાળ જગ્યામાં તૈયાર થનાર સરદાર ધામમાં તમામ આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે. તેના ફેઝમાં 500 કરોડના ખર્ચે સરદાર ધામ તૈયાર કરવામાં આવશે. જેમાં 2000 દીકરા-દીકરીઓ માટે છાત્રાલય, સિવિલ સર્વિસ કેન્દ્ર, જ્યુડીશરી, સપોર્ટ કોમ્પલેક્સ, ડિફેન્સ એકેડેમી, સ્કીલ ડેવલપમેન્ટ, વર્કશોપ સહિતની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. સરદાર ધામના મુખ્ય દાતા જયંતીભાઈ બાબરીયા, સરદાર ધામના પ્રમુખ ગગજી ભાઈ સુતરીયા અને અગ્રણી દાતાઓના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિપુંજન કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શુભેચ્છા પાઠવતા કહ્યું કે, કમાયેલા રૂપિયા સારા રસ્તે જઈ રહ્યાં છે. સમાજના દરેક આગેવાનો અભિનંદનને પાત્ર છે.
આ સરદાર ધામમાં સરદાર પટેલની વિશાળ પ્રતિમા, 2000 દીકરા, દીકરીઓ માટે હોસ્ટેલ, સમાજ સેતુ ભવનો, સિવિલ સર્વિસ સેન્ટર, સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર ,સ્પોટ એકડેમી સહિતની સુવિધાઓ ઉભી કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે