કાયદો હાથમાં લેનાર વિરુદ્ધ કાર્યવાહી થશે, માત્ર 158 લોકોની જ અટકાયત કરાઇ છેઃ IBના એડિ.DGP

જીએમડીસી ગ્રાઉન્ડ પર 25 ઓગસ્ટે શાંતિપૂર્ણ રીતે સભા થયા બાદ અસામાજીક તત્વોએ તોફાનો કર્યા હતા. 

 કાયદો હાથમાં લેનાર વિરુદ્ધ કાર્યવાહી થશે, માત્ર 158 લોકોની જ અટકાયત કરાઇ છેઃ  IBના એડિ.DGP

ગાંધીનગરઃ હાર્દિક પટેલ આજે બપોરે 3 કલાકથી આમરણાંત ઉપવાસ કરવાનો છે. આ માટે હાર્દિકે સવારે 11 કલાક આસપાસ એક પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. તેમાં તેણે આરોપ લગાવ્યો કે, પોલીસે રાજ્યમાં કુલ 16 હજાર જેટલા અમારા કાર્યકર્તાઓની અટકાયત કરી છે. આ મામલે આઈબીના ઈન્ચાર્જ ડીજીપી આર.બી.બ્રહ્મભટ્ટે પત્રકાર પરિષદ કરી હતી. તેમણે જણાવ્યું કે, જીએમડીસી ગ્રાઉન્ડ પર 25 ઓગસ્ટે શાંતિપૂર્ણ રીતે સભા થયા બાદ અસામાજીક તત્વોએ તોફાનો કર્યા હતા. રાજ્યની શાંતિને ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં પણ પ્રતિક ઉપવાસ સમયે સુરતમાં બસમાં આગ ચાંપવામાં આવી, તોડફોડ કરવામાં આવી હતી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હાર્દિકને ઉપવાસની મંજૂરી આપવામાં આવી નથી. અત્યાર સુધી માત્ર 158 લોકોની અટકાયત કરાઇ છે. સોશિયલ મીડિયામાં જે 16 હજાર લોકોનો મેસેજ વહેતો થયો છે તે તથ્યવિહોણો છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે જરૂરી છે. જે વ્યક્તિ આ શાંતિ હણવાનો પ્રયત્ન કરશે તેની વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયામાં પણ ખોટા મેસેજ ફેલાવીને ભ્રમ ફેલાવવો નહીં. જો આમ થશે તો મેસેજ ફેલાવનાર વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news