કેમ આગકાંડના 3 દિવસમાં 3 જ આરોપી પકાડાયા? શું પોલીસ બાકીના આરોપીને છાવરી રહી છે?

રાજકોટમાં શનિવારે થયેલા ભયાનક આગકાંડમાં અત્યાર સુધી 28 લોકોના મોત થયા છે. મૃતકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ ગુનામાં ઝડપાયેલા ત્રણ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. પરંતુ લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે બાકીના આરોપીઓ કેમ હજુ પોલીસ પકડથી દૂર છે.

કેમ આગકાંડના 3 દિવસમાં 3 જ આરોપી પકાડાયા? શું પોલીસ બાકીના આરોપીને છાવરી રહી છે?

રાજકોટઃ  રાજકોટમાં ગેમઝોનની આડમાં ખેલાયેલા મોતના તાંડવને આજે ત્રીજો દિવસ છે. 3-3 દિવસ વિત્યા બાદ પણ રાજકોટ પોલીસ માત્ર 3 આરોપીને જ પકડી શકી છે. દાવો તો 15 આરોપીની કરાયો હતો. પરંતુ રાજકોટ પોલીસના હાથમાં હજુ સુધી હાથમાં 3 આરોપી આવ્યા છે. ત્યારે રાજકોટ પોલીસની કાર્યવાહી કેમ આવી રહી છે શંકાના દાયરામાં, જોઈએ આ રિપોર્ટમાં... 

TRP ગેમ ઝોન ચલાવનારા જે ત્રણ સંચાલકોને પોલીસે પકડ્યા છે, સૌથી પહેલા એ હત્યારાઓના નામ નીતિન જૈન, રાહુલ રાઠોડ અને ત્રીજો યુવરાજસિંહ સોલંકી છે. 

આ એ જ પાપીઓ છે. આ એજ પૈસા ભૂખ્યા હેવાનો છે. આ એ જ સંચાલકો છે, કે જેમની ઘોર બેદરકારીના કારણે 28 લોકો જીવતા સળગીને મોતને ભેટી ગયા... આટલો મોટો આગકાંડ સર્જ્યા બાદ હવે આ આરોપી પોતાનું મોં છુપાવી રહ્યા છે. 

ભલે આ હેવાનો અત્યારે પોતાનું મોં છુપાવે, પરંતુ નિર્દોષ પરિવારોની હાયથી આ હત્યારાઓ ક્યારેય નહીં બચી શકે... 

TRPના આગકાંડની ફરિયાદમાં પોલીસે 6 લોકોને આરોપી તરીકે દર્શાવ્યા, 15 આરોપીઓને પકડ્યા હોવાનો દાવો પણ કર્યો હતો. પરંતુ આગકાંડના ત્રીજા દિવસે પોલીસે માત્ર 3 આરોપીને કોર્ટમાં રજૂ કર્યા છે. ત્યારે સૌથી મોટા સવાલ એ છે કે 

કેમ 3 આરોપીને જ કોર્ટમાં રજૂ કરાયા?
બાકીના હત્યારા આરોપીઓ ક્યાં છે?
હજુ સુધી કેમ પોલીસ પકડથી દૂર છે આરોપી?
રાજકોટ પોલીસની આટલી મોટી ફોર્સ શું કરી રહી છે?
કેમ આગકાંડના 3 દિવસમાં 3 જ આરોપી પકાડાયા?
શું પોલીસ બાકીના આરોપીને છાવરી રહી છે?

રાજકોટના આગકાંડને ગુજરાતની સૌથી મોટી હોનારત ગણાવી શકાય. કેમ કે પૈસા ભૂખ્યા સંચાલકો અને નફ્ફટ તંત્રના પાપે 28 જીંદગીઓ બેદરકારીની આગમાં હોમાય ગઈ છે. આટલો મોટો હત્યાકાંડ હોવા છતાં રાજકોટ પોલીસ એક્શનમાં દેખાઈ રહી નથી. રાજકોટ પોલીસ કમિશનર કડક કાર્યવાહીની વાતો કરી રહ્યા છે. પરંતુ તેમના પોલીસ જવાનો આગકાંડના ત્રીજા દિવસે પણ માત્ર 3 જ આરોપીને પકડવામાં સફળ રહી છે. એટલે રાજકોટની પોલીસ આગકાંડમાં એવરેજ માત્ર 1 આરોપીને શોધી શકી છે. 

3 દિવસ બાદ માત્ર 3 આરોપી પકડાતા આખરે સરકાર પણ શરમમાં મુકાઈ... ધીમી કાર્યવાહીથી કંટાળેલી સરકારે આખરે આકરી કાર્યવાહી કરી અને 3 IPS પર બદલીનો કોયડો ઝીંકાયો અને તમામની બદલી કરાઈ... સરકારે કહ્યુ- રાજકોટ પોલીસ કમિશનર રાજકોટ છોડો... એટલું જ નહીં RMC કમિશનર આનંદ પટેલને પણ બિસ્તરા પોટલા બાંધવા આદેશ કરી દીધો. તો રાજકોટના ADCP વિધિ ચૌધરીની પણ આખરે સરકારે બદલી કરી દીધી. 

જો કોઈ મંત્રી કે અધિકારીની સાયકલ પણ ચોરાઈ હોય તો આખી પોલીસ ફોર્સ ચોરને પકડવામાં લાગી જાય છે. અહીં તો 28-28 નિર્દોષ જિંદગીઓ બેદરકારીની આગમાં હોમાઈ ગઈ છે. છતાં પણ રાજકોટ પોલીસ આગકાંડના તમામ હત્યારાઓને પકડી નથી શકી... જો આ આગકાંડમાં કોઈ નેતા કે અધિકારીનો દીકરો કે પરિવારજન હોમાયો હોત તો આજે સ્થિતિ કઈક અલગ હોત... પરંતુ અહીં તો નિર્દોષ અને સામાન્ય પરિવારના કાળજાના કટકાઓ જીવતા સળગી ગયા છે. ત્યારે આ આગકાંડમાં કડક કાર્યવાહીની આશા રાખવી ખૂબ અઘરી છે... 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news