અબડાસા તાલુકામાં ભારે વરસાદને કારણે 11 દિવસથી 11 ગામો સંપર્ક વિહોણા
રાજ્યમાં સતત પડી રહેલા વરસાદને કારણે લોકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. રસ્તાઓને કારણે રસ્તાઓ તૂટી જવાને કારણે અબડાસા તાલુકાના કેટલાક ગામડાઓ સંપર્ક વિહોણા બની ગયા છે.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર, કચ્છઃ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. કચ્છ જિલ્લામાં પણ છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે. અબડાસા તાલુકામાં વરસાદને કારણે છેલ્લા 11 દિવસથી 11 ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. તો અહીં વરસાદને કારણે રસ્તાઓને પણ નુકસાન પહોંચ્યું છે. રસ્તાઓનું ધોવાણ થવાને કારણે ગામડાઓ સાથે સંપર્ક તૂટી ગયો છે.
આ રસ્તાઓ થયા સંપર્ક વિહોણા
અબડાસા તાલુકાના સુજાપર, પિથોરાનગર, નાગીયા, ઉસ્તીયા, બાઈવારીવાઢ, કુવા પધ્ધર, નરાનગર, જતવાઢ, લાખણીયા, બાંડિયા જેવા ગામો તાલુકા મથક નલીયાથી સંપર્ક વિહોણા બનેલ છે. મુખ્ય રસ્તો જે સ્ટેટ હાઇવે નેત્રાથી તેરા આવે છે, તેમાં લાખણીયા અને તેરા નદી લગભગ 2019માં પાપડીમાં ખાડા પડેલ જે ખાડા હાઇવે ઓથોરિટી દ્વારા માટી પૂરી અને સંતોષ માની લેવામાં આવ્યો હતો.
રસ્તાનું કામ સારી રીતે પૂર્ણ ન થતા લોકોમાં મુશ્કેલી
આ રસ્તો વરસાદમાં ધોવાઈ જવાને કારણે ત્યાં કોઈ સમારકામ કરવામાં આવ્યું નહીં. ગામ લોકો છેલ્લા ત્રણેક વર્ષથી ખરાબ રસ્તાને કારણે પરેશાન છે. આ વર્ષે ફરી ભારે વરસાદ પડતા સ્થિતિ ખરાબ થઈ છે. અહીં રહેતા લોકો સારો રોડ બનાવવા વર્ષોથી માંગ કરી રહ્યાં છે. દર વર્ષે વરસાદને કારણે ગામડાઓનો સંપર્ક મુખ્ય શહેર સાથે તૂટી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે